Western Times News

Gujarati News

વિશ્વમાં મૃત્યુદર વૃદ્ધિમાં હાઈપર ટેન્સનથી થતી બિમારીઓ જવાબદાર

વોશિંગ્ટન, હાઇપર ટેન્શનના કારણે લોકોમાં દેખીતી રીતે હૃદય, મગજ અને કિડનીને લગતી બીમારીઓમાં વધારો થયો છે. એટલું જ નહીં, હાઇપર ટેન્શન વિશ્વભરમાં મૃત્યુદરમાં વધારો અને આ બીમારીઓના મૂળ પાછળનું મુખ્ય કારણ છે. જેને સરળતાથી ઘરે અથવા હેલ્થ સેન્ટરમાં બ્લડ પ્રેશર માપવાથી પકડી શકાય છે અને સસ્તા દરે મળતી દવાઓથી નિવારી શકાય છે. જાે કે, રિસર્ચ અનુસાર, તેના નિદાન અને સારવારમાં નોંધપાત્ર રીતે અંતર જાેવા મળે છે.

ડબલ્યૂએચઓના રિપોર્ટ અનુસાર, હાઇપર ટેન્શનથી પીડિત અંદાજિત ૫૮૦ મિલિયન લોકો (૪૧ ટકા સ્ત્રીઓ અને ૫૧ ટકા પુરૂષો)ને પોતાની આ સ્થિતિ વિશે ખ્યાલ જ નથી હોતો કારણ કે, તેઓએ ક્યારેય નિદાન કરાવ્યું જ નથી.

ફિઝિશિયન્સ અને રિસર્ચર્સના ગ્લોબલ નેટવર્ક દ્વારા હાથ ધરાયેલા એક રિસર્ચમાં ૧૯૯૦થી લઇ ૨૦૧૯ સુધીના સમયગાળાને ધ્યાનમાં રાખીને જે તારણ કાઢવામાં આવ્યું તે અનુસાર, હાઇપર ટેન્શનને લગતી જાગૃતતામાં થોડાં ઘણાં ફેરફાર જાેવા મળ્યા છે, પણ હવે તેનો પ્રકોપ માત્ર ધનવાન દેશો સુધી જ સીમિત નહીં રહેતા લૉ અથવા મિડલ ઇનકમ ધરાવતા દેશોમાં પણ જાેવા મળી રહ્યો છે.

આ રિસર્ચ દરમિયાન ચિકિત્સકો અને સંશોધકોએ ૧૮૪ દેશોમાં ૩૦થી ૭૯ની ઉંમર ધરાવતા અંદાજિત ૧૦૦ મિલિયન લોકો એટલે કે, ગ્લોબલ પોપ્યુલેશનની ૯૯ ટકા વસતીને કવર કરી તેઓના બ્લડ પ્રેશર માપદંડ અને ટ્રીટમેન્ટ ડેટાના આધારે હાઇપર ટેન્શનને લગતા ગ્લોબલ ટ્રેન્ડને રિવ્યૂ કર્યો હતો.

જેમાં રિઝલ્ટ અનુસાર, ૨૦૧૯માં કેનેડા, પેરુ અને સ્વિત્ઝર્લેન્ડમાં હાઇપર ટેન્શનને લગતાં કેસોમાં નોંધપાત્ર ઘટાડો અથવા નહીંવત કેસો હતા. જ્યારે ડોમિનિયન રિપબ્લિક, જમૈકા અને પેરૂગ્વેમાં સ્ત્રીઓમાં હંગ્રી, પેરૂગ્વે અને પોલેન્ડમાં પુરૂષોમાં હાઇએસ્ટ રેટ જાેવા મળ્યો હતો.

૧૯૯૦ બાદ હાઇપર ટેન્શનની ટકાવારીમાં તો ઘટાડો જાેવા મળે છે, પણ લોકોમાં આ બીમારીની સંખ્યામાં ૧.૨૮ બિલિયનનો વધારો જાેવા મળે છે. જેની પાછળ પોપ્યુલેશન ગ્રોથ અને એજિંગને કારણ ગણવામાં આવે છે. વર્ષ ૨૦૧૯માં ૧ બિલિયન લોકો (વૈશ્વિક ૮૨ ટકા લોકો) હાઇપર ટેન્શનથી પીડાય છે. ચોંકાવનારી બાબત એ છે કે, આ કેસો લૉ અથવા મિડલ ઇનકમ દેશોમાં જાેવા મળી છે.

આ રિસર્ચ અનુસાર, અંદાજિત ૭૨૦ મિલિયન લોકો એટલે કે વિશ્વની અડધો ટકા વસ્તી (૫૩ ટકા સ્ત્રીઓ અને ૬૨ ટકા પુરૂષો) જે હાઇપર ટેન્શનથી પીડાય છે તેઓને જાેઇતી સારવાર મળતી નથી.

દવાઓથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં આવી જાય છે જેનો અર્થ એ છે કે, ૪માંથી ૧ સ્ત્રી અને ૫માંથી ૧ પુરૂષને હાઇપર ટેન્શન છે.લંડનની ઇમ્પિરિયલ કોલેજના સ્કૂલ ઓફ પબ્લિક ગ્લોબલ એન્વાયરમેન્ટ હેલ્થના અને આ સ્ટડીની સીનિયર લેખક પ્રોફેસર મજિદ ઇઝ્‌ઝતીના જણાવ્યા અનુસાર, સસ્તા દરે મળતી દવાઓ અને સરળતાથી થતાં નિદાન છતાં લગભગ અડધા દાયકા બાદ જ્યારે આપણે હાઇપર ટેન્શનની ટ્રિટમેન્ટ કરવામાં સક્ષમ છીએ તેમ છતાં મોટાંભાગના લોકો જેઓને હાઇ બ્લડ પ્રેશર છે તેઓને હાઇપર ટેન્શન સંબંધિત યોગ્ય સારવાર નથી મળી રહી. આ પબ્લિક હેલ્થ ફેલિયર છે.

ઓગસ્ટ ૨૦૨૧માં વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા ફાર્માલોજિકલ ટ્રિટમેન્ટ ઓફ હાઇપર ટેન્શન ઇન એડલ્ટ્‌સ આધારિત નવી ગાઇડલાઇન જાહેર કરવામાં આવી હતી જેમાં અલગ અલગ દેશોને હાઇપર ટેન્શન મેનેજમેન્ટ વિશે ભલામણ કરવામાં આવી છે.

ડબલ્યૂએચઓના નોનકોમ્યૂનેબલ ડિસીઝના ડો. તસ્કિન ખાનના જણાવ્યા અનુસાર, છેલ્લાં ૨૦ વર્ષમાં પહેલીવાર હાલની સ્થિતિને સંબંધિત ગાઇડલાઇન્સ તૈયાર કરવામાં આવી છે જેમાં એડલ્ટ્‌સ માટે સારવારની માહિતી આપવામાં આવી છે.

આ ભલામણમાં બ્લડ પ્રેશરના ચોક્કસ લેવલને ધ્યાનમાં રાખીને દવાઓ શરૂ કરવાની માહિતી છે. કેવા પ્રકારના નિદાનમાં કઇ દવા અથવા મેડિસિન કોમ્બિનેશન ઉપરાંત ફિઝિશિયન્સ અને અન્ય હેલ્થ વર્કર્સ હાઇપર ટેન્શનની તપાસ અને મેનેજમેન્ટ કરી શકશે તેને લગતી પુરતી અને યોગ્ય માહિતી છે.

૩૩ ટકા અર્બન અને ૨૫ ટકા ગામડાંઓમાં વસતા ભારતીયોને હાઇપર ટેન્શન છે. જેમાં માત્ર ૨૫ ટકા રૂરલ અને ૪૨ ટકા અર્બન ઇન્ડિયન્સ જ હાઇપર ટેન્શનના સ્ટેટસથી પરિચિત છે અને અનુક્રમે ૨૫ અને ૩૮ ટકા ભારતીયોને જ તેની સારવાર મળી રહી છે. ગ્રામ્ય વિસ્તારમાં ૧૦મો ભાગ અને શહેરી વિસ્તારમાં પાંચમા ભાગની વસતીના બ્લડ પ્રેશર અંડર કંટ્રોલમાં છે.

દક્ષિણ એશિયામાં હાઇ બ્લડ પ્રેશર ત્રીજું સૌથી જાેખમી પરિબળ છે, જેના કારણે કાર્ડિયોવર્સ્‌ક્યૂલર બીમારીઓ ઉભી થાય છે. ભારતમાં ૫૭ ટકા સ્ટ્રોક ડેથ અને ૨૪ ટકા કોરોનરી હાર્ટ ડિસિઝ પાછળ હાઇપર ટેન્શન જવાબદાર છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.