Western Times News

Gujarati News

છાત્રાના ફૂડપોઈઝનિંગથી મૃત્ય માટે શિગેલા બેક્ટેરિયા જવાબદાર

કોઝિકોડ, કાસરગોડમાં ફૂડ પોઇઝનિંગને કારણે ૧૬ વર્ષની છાત્રાની મૃત્યુ પામી છે. કેરલમાં સ્થિત કાસરગોડમાં હાલમાં બનેલા આ ઘટના પાછળ શિગેલા બેક્ટેરિયા છે તેમ માનવામાં આવે છે.

એક વરિષ્ઠ સ્વાસ્થ્ય જીલ્લા અધિકારીના કહેવા મુજબ આ બેક્ટેરિયાને કારણે એક રેસ્ટોરન્ટમાં શવર્મા ખાવાથી લગભગ ૫૮ લોકો બિમાર પડ્યા છે અને એક યુવતીનું મૃત્યુ થયું છે. જણાવીએ કે કરીવેલુરૂના પેરાલાની નિવાસી ૧૬ વર્ષની દેવનંદાએ શવર્માનું સેવન કર્યું હતું. આ બાદ ૫૦ છાત્રો પણ બિમાર થઇ ગયા છે.

કોઝિકોડ લેબ આ વાતની પુષ્ટિ કરી ચૂકી છે કે શવર્મા શિગેલા બેક્ટેરિયા અને અન્ય ત્રણ માઇક્રોબ્સથી દૂષિત હતું. જણાવીએ કે ઉનાળાના દિવસોની ગરમી હાનિકારક બેક્ટેરિયાના પ્રસાર માટે અનુકૂળ વાતાવરણ બનાવે છે.

તેથી જ નિષ્ણાતો ભલામણ કરે છે કે ગરમીમાં રાંધવામાં આવેલો ખોરાક બગડે તે પહેલા જ ખાઈ લેવો જાેઈએ. જાે ખોરાકમાં માઇક્રોબ્સ થાય અને કોઇ વ્યક્તિ તે દૂષિત ખોરાક લે છે, તો તે ખોરાકના ઝેરને કારણે તેનું મૃત્યુ પણ થઇ શકે છે. તો ચાલો જાણીએ શિગેલા બેક્ટેરિયા શું છે અને તે કેવી રીતે ફેલાય છે.

મેયો ક્લિનિકના જણાવ્યા અનુસાર, શિગેલા સંક્રમણ એ એક રીતે આતરડાંનો સંક્રમણ છે, જે બેક્ટેરિયાના પરિવારના એક પ્રકારને કારણે થાય છે. જેને શિગેલા કહેવામાં આવે છે. શિગેલા ચેપનું મુખ્ય લક્ષણ લોહીવાળા ઝાડા છે. શિગેલા અત્યંત ચેપી છે, જ્યારે લોકો શિગેલાથી સંક્રમિત વ્યક્તિના મળના સંપર્કમાં આવે અથવા કોઇ સંજાેગામાં થોડી માત્રામાં બેક્ટેરિયા ગળી જાય છે ત્યારે આ ખતરનાક બેક્ટેરિયાથી ચેપ લાગવાની શક્યતા વધી જાય છે.

આ ઉપરાંત, જે લોકો બાળકનું ડાયપર બદલ્યા પછી અથવા શૌચાલયમાં ગયા પછી યોગ્ય રીતે હાથ નથી ધોતા અને તેવા હાથે ખોરાક ખાય છે તેમને શિગેલા ચેપ લાગી શકે છે. શિગેલા ચેપગ્રસ્ત ખોરાક ખાવાથી, અસુરક્ષિત પાણી પીવાથી, તેમાં તરવાથી, ધોયા વગરના ફળો અને શાકભાજી ખાવાથી પણ ફેલાય છે.

જાે કે, અમુક ઓછા ગંભીર કેસો સામાન્ય રીતે એક અઠવાડિયામાં સારા થઈ જાય છે. પરંતુ જાે એક અઠવાડિયામાં ચેપ ઠીક ન થાય તો સારવારની જરૃર પડી શકે છે. આવા કિસ્સાઓમાં ડૉક્ટરો ઘણીવાર એન્ટિબાયોટિક્સ સૂચવે છે.

મેયો ક્લિનિકના અનુસાર, શિગેલા ચેપના લક્ષણો સામાન્ય રીતે શિગેલાના સંપર્કમાં આવ્યાના એક કે બે દિવસ પછી શરૃ થાય છે. પરંતુ તેમને વિકસાવવામાં એક અઠવાડિયા જેટલો સમય લાગે છે. જણાવીએ કે સગર્ભા સ્ત્રીઓ, પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને ચેપ થવાની સંભાવના વધુ હોય છે.

શિગેલાના લક્ષણો બહુ ઝડપથી દેખાતા નથી. જ્યારે શિગેલાથી ચેપ લાગવા થી તમને ઝાડા, પેટમાં દુખાવો અથવા ખેંચાણ, તાવ, ઉલટી અને ઉબકા જેવા લક્ષણોનો અનુભવ કરી શકો છો.

જાે તમને અહીં જણાવેલા કોઈપણ લક્ષણોનો અનુભવ થતો હોય, તો તમારે તાત્કાલિક તમારા ડોક્ટરનો સંપર્ક કરવો જાેઈએ. આ લક્ષણોની અવગણના કરવી તે તમારા જીવનને જાેખમમાં બરાબર છે.

ડોક્ટર્સ કહે છે કે જાે તમને અથવા તમારા બાળકને ઝાડા એટલા વધી જાય કે તેમાં લોહી દેખાવાનું શરૃ થાય, વજન ઘટવા લાગે અને ડિહાઈડ્રેશન થઇ જાય, તો તે સ્થિતિમાં પણ તમારે ડોક્ટર પાસે જવું જાેઈએ. જાે ચેપગ્રસ્ત વ્યક્તિને ૧૦૧ ડિગ્રી કે તેથી વધુ તાવ હોય, તો તેને ઇમરજન્સી હેલ્પની જરૃર છે અને તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવો જાેઈએ.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.