Western Times News

Gujarati News

અમદાવાદમાં 14-15 મે, બે દિવસ માટે 2000 ખાનગી હોસ્પિટલમાં તબીબી સેવા બંધ રહેશે

સી ફોર્મ રિન્યુઅલ-બીયુ પરમિશન મુદ્દે તબીબોનું આંદોલન -માત્ર ઈમરજન્સી સેવા યથાવતઃ ડોકટરો ફૂટપાથ OPD યોજી ધરણા કરશે

(એજન્સી)અમદાવાદ, અમદાવાદ શહેરની બે હજાર જેટલી ખાનગી હોસ્પિટલો-નસીગ હોમ્સમાં આગામી ૧૪ અને ૧પ મે ના રોજ તબીબી સેવાઓ બંધ રહેશે. અમદાવાદ મેડીકલ એસોસીએશન અને અમદાવાદ હોસ્પિટલસ એન્ડ નસીગ હોમ્સ એસોસીએશન આહના એ આ જાહેરાત કરી છે.

ફોર્મ સીના રીન્યુઅલમાં બીયુ પરમીશનની જરૂરીયાત ઉભી થતાં ૯૦૦થી ૧૦૦૦ હોસ્પિટલોને તાળાં મારવા પડે તેવી સ્થિતી છે. તબીબી સંગઠનોની માગ છે. કે, તંત્રે તેમના સી ફોર્મ રીન્યુ કરવા જાેઈએ. તબીબી સંગઠન દ્વારા અમદાવાદના રીવરફ્રન્ટ ખાતે ધરણાં-રેલી તેમજ ફૂટપાથ ઓપીડીના કાર્યક્રમો યોજવાનું એલાન અપાયું છે.

આહનાના સેક્રેટરી ડો.વિરેન શાહે જણાવ્યું હતું કે, તા.૧૪ અને ૧પ મે મના રોજ હોસ્પિટલોનું કામકાજ બંધ રાખવાનું એલાન અપાયું છે. માત્ર ઈમરજન્સી સેવા યથાવત રહેશે જયારે આયોજન વાળા સર્જરી-ઓપરેશન કરવામાં નહી આવે ઓપીડી સેવા સંપૂર્ણ બંધ રહેશે આ બંધમાં અંદાજે બે હજાર હોસ્પીટલો અને નર્સીગ હોમ્સ જાેડાશે. રીવરફ્રન્ટ વલ્લભ સદન ખાતે ડોકટરો ફૂટપાથ ઓપીડી કરશે.

એએમસી દ્વારા ૪પ૦ જેટલી હોસ્પિટલમાં અને નર્સીગ હોમ્સના રજીસ્ટ્રેશન ફોર્મ સી રીન્યુ કરાયા નથી. જેના કારણે હોસ્પિટલોને તાળા મારવાની નોબત આવશે, ઓકટોબર ર૦ર૧થી સી ફોર્મ રીન્યુઅલ માટે અચાનક જ બીયુ પરમીશન ફરજીયાત કરી દેવાઈ છે. જેના કારણે આ સ્થિતી ઉભી થઈ છે.

હોસ્પિટલનું રજીસ્ટ્રેશન ડોકટરો-સ્ટાફની લાયકાતની ચકાસણી બાદ આપવામાં આવે છે. કયારેય બીયુની જરૂરીયાત ઉભી કરાઈ નથી. અમદાવાદમાં અન્ય સેવા માટે રજીસ્ટ્રેશનની જરૂર નથી. રેસ્ટોરન્ટ માટે પણ આ નીયમને કોરણે મૂકી મંજૂરી આપવામાં આવી છે.

ફકત હોસ્પીટલમાં માટે આ કાયદો કેમ ? સરકારને આ પ્રશ્નોના નિરાકરણ માટે રજુઆત કરવામાં આવી હતી. પરંતુ કોઈ નિરાકરણ ના આ આવતાં તબીબી સેવા બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.