Western Times News

Gujarati News

ટ્રાફિક નિયમો ભંગ કરનાર વાહનચાલકોને પોલીસે ગુલાબજાબું ખવડાવ્યા

અમદાવાદ, સામાન્ય સંજાેગોમાં પોલીસ હોય કે ટ્રાફિક પોલીસ તેમના માટેની માન્યતા શહેરીજનો માટે કડક વલણ અને નિયમોનું ફરજીયાત પાલન કરાવવાની હોય છે પરંતુ અમદાવાદમાં પોલીસે હવે ટ્રાફિક નિયમ તોડનારને દંડ નહીં મોઢું મીઠું કરાવીને ટ્રાફિક નિયમોનું ભાન કરાવવાનો નવતર પ્રયોગ શરૂ કર્યો. અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિવસે ને દિવસે જટિલ બનતી જાય છે.

તેવામાં શહેરીજનો ના ટ્રાફિકના નિયમોના ભંગના કારણે ટ્રાફિક સમસ્યા વધુ વિકટ બની છે. પરંતુ આ નિયમો શહેરીજનોના ગળે ઉતરે અને ઘોખ ધકતી ગરમીમાં પોલીસ સાથે કોઈ વાહનચાલક તકરારમાં ઉતરે નહિ તે માટે અમદાવાદ ટ્રાફિક પોલીસે નવતર અભિગમ અપનાવ્યો.

ખાનગી NGOની મદદથી રોંગ સાઈડ વાહન ચલાવનારને મોઢું મીઠું કરાવીને નિયમોનું ભાન કરાવ્યું. ખુદ JCP ટ્રાફિક મયંકસિંહ ચાવડા અને અધિકારીઓએ રોંગ સાઈડથી વાહન ચલાવનાર વાહન ચાલકોને પકડી ગુલાબજાબુ ખવડાવી નિયમોનું ભાન કરાવ્યું હતું.

બીજી વાર રોગ સાઈડ વાહન નહિ ચલાવવા ચેતવ્યા હતા. આંકડાકીય માહિતી પર નજર કરીએ તો અમદાવાદ શહેરમાં વર્ષ ૨૦૨૧મા ટ્રાફિક પોલીસે રોંગ સાઈડના ૨૨૫૩ કેસ કરીને ૩૩ લાખ ૬૦ હજાર નો દંડ ફટકાર્યો હતો.જ્યારે ૨૦૨૨ મા ૪ મહિનામાં ૫૧૨ કેસ કરીને ૭ લાખ થી વધારે દંડ વસુલ્યો હતો.

પણ સતત કેસો કરવા છતાં રોંગ સાઈડ દ્રાઈવના કેસોના ઘટતા હવે ટ્રાફિક પોલીસે ગરમીમાં મીઠાઈ તેમજ ગુલાબ જાબુ ખવડાવીને ટ્રાફિકના નિયમો યાદ કરાવવાનો નવતર પ્રયોગ શરૂ કર્યો છે.પોલીસનું માનવું છે કે આગામી સમયમાં પણ સીટ બેલ્ટ નહીં બાંધનાર ,સિગ્નલ ભગ,સહિતના ટ્રાફિક નિયમના ભગ માટે પણ ગાંધીગિરી મારફતે લોકોને ટ્રાફિક નિયમોનું ભાન કરાવવામાં આવશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.