Western Times News

Gujarati News

સોમનાથમાં નરસિંહ ટ્રસ્ટની જમીન ઉપર કબજો કરનાર શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો

વેરાવળ, પ્રભાસ પાટણ (સોમનાથ) ખાતે આવેલ દેહોત્સર્ગ પાછળ નરસીહ મંદિર ટ્રસ્ટની ૧પ વિઘા જમીન ઉપર ગેરકાયદેસર કબજાે કરી લેવા અંગે પ્રભાસ પાટણના વરજાંગ જેઠાભાઈ સોલંકી સામે લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ગુનો નોંધાયો હતો.

આ અંગે પ્રભાસ પાટણ પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પ્રભાસ પાટણ ખાતે આવેલ નરસીંહ મંદિર ટ્રસ્ટના હાલના વહીવટકર્તા ઘનશ્યામદાસ ગુરૂ નેપાલીદાસજી ખાખી એ કલેકટરને કરેલી અરજીના અનુસંધાને કલેકટર દ્વારા લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ ગુન્હો નોંધવા કરાયેલ હુકમ કર્યો હતો. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે નરસીંહ મંદિર ટ્રસ્ટની સર્વે નં.૭૮/૧ ની ખેતીલાયક જમીનમાંથી આશરે ૧પ વિઘા જમીનમાં વરજાંગ જેઠાભાઈ સોલંકી રહે. પ્રભાસ પાટણવાળાને વર્ષ ૧૯૯૩માં પ્રતિ વર્ષ રૂ.૪ હજાર લેખે ખેતીકામ કરવા માટે આપેલ જે અંગે કોઈપણ પ્રકારનું લખાણ કરેલ ન હોય પરંતુ આ જમીનમાં વાવેતર કરતા અને ત્યાર બાદ જમીનનો કબ્જાે તેની પાસે રાખેલ હતો ત્યાર બાદ જમીનની ઉપર ટ્રસ્ટને કોઈપણ રકમ આપેલ નહી જેથી જે તે વખતે ગુરૂ નેપાલીદાસજીએ અવારનવાર કબ્જાે સોંપવા બાબતે સમજાવેલ પરંતુ કોઈ જવાબ આપેલ નહી અને આ દરમ્યાન ગુરૂ નેપાલીદાસજીનું અવસાન થતા ટ્રસ્ટના વહીવટકર્તા તરીકે ઘનશ્યામદાસની નિમણુંક થતા ટ્રસ્ટની જમીનનો કબજાે લેવા કલેકટરને કરેલી અરજીનો હુકમ થતા પોલીસે વરજાંગ જેઠાભાઈ સોલંકી સામે જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ કાયદા મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ મદદનીશ પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટએ તપાસ હાથ ધરેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.