Western Times News

Gujarati News

અમેરિકાની શાળામાં ભારતીય મૂળના વિદ્યાર્થી સાથે ગેરવર્તણૂંકનો વીડિયો વાયરલ

હ્યુસ્ટન, અમેરિકાના ટેક્સાસમાં આવેલી એક શાળામાં ભારતીય મૂળના વિદ્યાર્થી સાથે ગેરવર્તણૂંકનો વીડિયો વાયરલ થતા લોકોમાં આક્રોશ વ્યાપી ગયો છે. ભારતીય મૂળના અમેરિકી વિદ્યાર્થી સાથે એક શ્વેત અમેરિકીની કથિત દાદાગીરીનો વીડિયો વાયરલ થયો છે.

ઉપરથી ચોર કોટવાલને ડાંટે એમ ભોગ બનનારા ભારતીય વિદ્યાર્થીએ ત્રણ દિવસના સસ્પેન્શનનો પણ સામનો કરવો પડ્યો. એનબીસી ૫ મુજબ આ ઘટના ૧૧મી મેના રોજ ટેક્સાસ સ્થિત કોપેલ મિડલ સ્કૂલ નોર્થમાં બપોરના ભોજન સમયે ઘટી હતી. રિપોર્ટમાં કહેવાયું છે કે સોશિયલ મીડિયામાં અપલોડ થયેલા એક વીડિયોમાં જાેઈ શકાય છે કે એક શ્વેત વિદ્યાર્થી મેજ પર બેઠેલા એક ભારતીય મૂળના વિદ્યાર્થીની ગરદનને ઘણી વાર સુધી જકડી રાખે છે.

વીડિયોમાં શ્વેત વિદ્યાર્થીએ ભારતીય મૂળના અમેરિકી વિદ્યાર્થીને પોતાની સીટ પરથી ઊભા થઈ જવા માટે કહ્યું. જ્યારે ભારતીય મૂળના વિદ્યાર્થીએ ના પાડી દીધી તો તેનું ગળું દબાવ્યું અને પછી જબરદસ્તીથી તેને સીટ પરથી હટાવ્યો. વીડિયોમાં અન્ય વિદ્યાર્થીઓ હિંસા પર પ્રતિક્રિયા આપતા તો સાંભળી શકાય છે પરંતુ દુખની વાત એ હતી કે આ શ્વેત વિદ્યાર્થીને રોકવાનો કોઈએ પણ પ્રયત્ન કર્યો નહીં.

વિદ્યાર્થીની માતા સોનિકા કુકરેજાએ કહ્યું કે તે ભયાનક હતું. હું ત્રણ રાત સુધી સૂઈ શકી નહીં. એવું લાગ્યું જાણે મારો દમ ઘૂંટાઈ રહ્યો છે. હું તે જાેઈને અનેકવાર રડી. આમ છતાં શાળા મેનેજમેન્ટે તે શ્વેત વિદ્યાર્થી કે જેણે આવી દાદાગીરી કરી તેને માત્ર એક દિવસ માટે સસ્પેન્ડ કર્યો જ્યારે ભોગ બનનારા ભારતીય અમેરિકી વિદ્યાર્થીને ત્રણ દિવસ માટે શાળામાંથી સસ્પેન્ડ કરી નાખ્યો.

કુકરેજાએ વધુમાં કહ્યું કે હું મારા બાળકોની સુરક્ષા અને સ્કૂલ બોર્ડ તથા પોલીસ વિભાગ દ્વારા આ મામલે કાર્યવાહી ન કરવાથી મળનારા સંદેશ અંગે ગંભીર રીતે ચિંતિત છું. અમે ઈચ્છીએ છીએ કે દરેક બાળક સાથે સમાન વ્યવહાર થાય. શાળામાં દાદાગીરી પર રોક લાગે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.