Western Times News

Gujarati News

રોમાંચક વિજય સાથે કોલકાતાને હરાવી લખનૌ પ્લેઓફમાં

નવી દિલ્હી, આઈપીએલ ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટની ૧૫મી સિઝનમાં લખનૌ સુપર જાયન્ટ્‌સ પ્લેઓફમાં પહોંચનારી બીજી ટીમ બની ગઈ છે. આઈપીએલ-૨૦૨૨માં બુધવારે મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્‌સ ટીમે ધમાકેદાર પ્રદર્શન કરતા કોલકાતા નાઈટ રાઈડર્સ સામે બે રને દિલધડક વિજય નોંધાવ્યો હતો.

આ સાથે જ તે ગુજરાત ટાઈટન્સ બાદ પ્લેઓફમાં પહોંચનારી બીજી ટીમ બની ગઈ છે. રસપ્રદ વાત એ છે કે આ બંને ટીમ પોતાની પ્રથમ આઈપીએલ રમી રહી છે.

લખનૌ ૧૪ મેચમાં ૧૮ પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં બીજા ક્રમે રહી. જ્યારે ૧૪ મેચમાં ૧૨ પોઈન્ટ સાથે કોલકાતાનું અભિયાન સમાપ્ત થઈ ગયું છે. બુધવારેની મેચમાં લખનૌએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો ર્નિણય કર્યો હતો.

ક્વિન્ટની ડીકોક અને સુકાની લોકેશ રાહુલની અડધી સદીની મદદથી લખનૌએ નિર્ધારીત ૨૦ ઓવરમાં વિના વિકેટે ૨૧૦ રનનો જંગી સ્કોર ખડક્યો હતો.

ડીકોક ૧૪૦ અને રાહુલ ૬૯ રન નોંધાવીને નોટ આઉટ રહ્યા હતા. જેના જવાબમાં કોલકાતાની ટીમે પણ વળતો પ્રહાર કર્યો હતો અને અંતિમ બોલ સુધી મેચને રોમાંચક બનાવી હતી અને અંતિમ બોલ પર કોલકાતાનો પરાજય થયો હતો. કોલકાતાની ટીમ ૨૦ ઓવરમાં આઠ વિકેટે ૨૦૮ રન નોંધાવ્યા હતા. કોલકાતાને જીતવા માટે અંતિમ ઓવરમાં ૨૧ રનની જરૂર હતી.

જાેકે, રિંકુ સિંહે આ ઓવરના અંત્યંત દિલધડક બનાવી દીધી હતી. એક સમયે કોલકાતાને વિજયની સ્થિતિમાં લાવી દીધું હતું. જાેકે, તેની તોફાની ઈનિંગ્સ ટીમને વિજય અપાવી શકી ન હતી. માર્ક્‌સ સ્ટોઈનિસે કરેલી અંતિમ ઓવરના પ્રથમ બોલ પર રિંકુ સિંહે ચોગ્ગો ફટકાર્યો હતો અને ત્યારબાદ સળંગ બે બોલમાં બે સિક્સર ફટકારી હતી. આમ પ્રથમ ત્રણ બોલમાં જ તેણે ૧૮ રન ફટકારી દીધા હતા.

હવે કોલકાતાને ત્રણ બોલમાં પાંચ રનની જરૂર હતી. ચોથા બોલ પર બે રન લીધા હતા અને હવે જીતવા માટે બે બોલમાં ત્રણ રનની જરૂર હતી.

જાેકે, સ્ટોઈનિસે બાદમાં બે બોલમાં બે વિકેટ ઝડપીને લખનૌને વિજય અપાવ્યો હતો. તેણે પાંચમાં બોલ પર રિંકુ સિંહને આઉટ કર્યો હતો અને અંતિમ બોલ પર ઉમેશ યાદવને પેવેલિયન ભેગો કરીને ટીમને જીતાડી હતી. રિંકુ સિંહે ૧૫ બોલમાં બે ચોગ્ગા અને ચાર સિક્સરની મદદથી ૪૦ રન ફટકાર્યા હતા.

૨૧૧ રનના જંગી લક્ષ્યાંકને પાર પાડવા મેદાનમાં ઉતરેલી કોલકાતાએ ઈનિંગ્સના ચોથા બોલ પર જ વેંકટેશ ઐય્યરની વિકેટ ગુમાવી દીધી હતી જે ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. જ્યારે તેનો સાથી ઓપનર અભિજીત તોમર પણ ચાર રન નોંધાવીને પેવેલિયન ભેગો થયો હતો. નવ રનના સ્કોરે ટીમે તેના બંને ઓપનર ગુમાવી દીધી હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.