Western Times News

Gujarati News

શિવાંગીએ બર્થ ડે પર NGOના બાળકોમાં ખુશીઓ વહેંચી

મુંબઈ, સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં નાયરાનો રોલ કરીને અપાર પ્રસિદ્ધિ મેળવનારી એક્ટ્રેસ શિવાંગી જાેષીનો ૧૮ મે જન્મદિવસ હતો. શિવાંગી જાેષીએ પોતાનો બર્થ ડે એક એનજીઓમાં જઈને ત્યાંની બાળકીઓ સાથે સેલિબ્રેટ કર્યો હતો. શિવાંગી જાેષી માટે આ બાળકીઓએ બર્થ ડે કાર્ડ પણ બનાવ્યા હતા. સાથે જ તેના માટે સ્પેશિયલ ડાન્સ પર્ફોર્મન્સ પણ રાખ્યું હતું.

એનજીઓની બાળકીઓ સાથે બર્થ ડે સેલિબ્રેટ કરવાની ખુશી અને તેમને પોતીકાપણું આપવાનો સંતોષ શિવાંગીના ચહેરા પર જાેવા મળ્યો હતો. શિવાંગીનો વિડીયો સામે આવ્યો છે જેમાં તે બાળકી સાથે મજા-મસ્તી કરતી જાેવા મળે છે. વિડીયોમાં જાેઈ શકો છો કે, શિવાંગી એનજીઓની બાળકીઓ સાથે ઊભી છે અને તેમાંથી એક બાળકી ફિલ્મ ‘પુષ્પા’ના ગીત ‘સામી-સામી’ પર ડાન્સ કરે છે.

આ છોકરીનો ડાન્સ જાેઈને શિવાંગી ખૂબ પ્રભાવિત થઈ હતી અને તેના વખાણ કર્યા હતા. એનજીઓની બાળકીઓએ શિવાંગી માટે બર્થ ડે કાર્ડ તૈયાર કર્યા હતા. હાથેથી બનાવેલા બર્થ ડે કાર્ડ મેળવીને શિવાંગી ખૂબ ખુશ જણાતી હતી. બર્થ ડે ગર્લ શિવાંગી એનજીઓમાં લાલ રંગનો ડ્રેસ પહેરીને પહોંચી હતી.

જેમાં તે અત્યંત સુંદર લાગતી હતી. શિવાંગીએ બર્થ ડેની શરૂઆત એનજીઓના બાળકોમાં ખુશીઓ વહેંચીને અને તેમની સાથે સમય વિતાવીને કરી છે જ્યારે સાંજે બર્થ ડેનું સેલિબ્રેશન પરિવાર સાથે કરવાની છે. શિવાંગીએ આપેલા ઈન્ટરવ્યૂમાં બર્થ ડે સેલિબ્રેશન અંગે વાત કરતાં કહ્યું હતું કે, તે અને તેનો આખો પરિવાર ત્રણ વર્ષ બાદ બર્થ ડે પર ભેગા થઈ રહ્યા છે એટલે સેલિબ્રેશન ધમાકેદાર બની રહેશે.

શિવાંગીનો નાનકડો ભત્રીજાે પણ આવી રહ્યો હોવાથી તે ખૂબ ખુશ છે. શિવાંગીએ આ વર્ષે તેને બર્થ ડે ગિફ્ટમાં શું જાેઈએ છે તેનો ખુલાસો કર્યો હતો. જલ્દી જ ‘ખતરોં કે ખિલાડી ૧૨’માં જાેવા મળનારી શિવાંગી આ બર્થ ડે પર બાઈક ખરીદવા માગે છે.

જાેકે, આપણે જેમ કંઈપણ નવું ખરીદતાં પહેલા મમ્મીની પરવાનગી લેવી પડે તેમ શિવાંગીને પણ આ માટે મમ્મીને મનાવાની છે. જાે શિવાંગીની મમ્મી માની ગઈ તો તેને તમે બાઈક પર ફરતી જાેઈ શકો છો. આ સિવાય શિવાંગીએ જણાવ્યું કે, તેનો પરિવાર જ તેની સૌથી મોટી ભેટ છે અને આનાથી વધુ સારી ભેટ કોઈ હોઈ જ ના શકે.

બર્થ ડે પર શિવાંગી જાેષીને સોશિયલ મીડિયા પર ફેન્સ અને ટીવી ઈન્ડસ્ટ્રીના મિત્રો શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. ત્યારે હંમેશા પ્રેમ આપવા બદલ શિવાંગીએ ફેન્સનો આભાર માન્યો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.