Western Times News

Gujarati News

TVS મોટર કંપનીએ અદ્યતન ખાસિયતો સાથે નવું iCube ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યુ

5.1 kWh બેટરી પેક- ઓન-રોડ રેન્જ 140 કિલોમીટર, 7” TFT ટચ સ્ક્રીન, 11 કલર અને 3 ચાર્જિંગ વિકલ્પમાં 3 વેરિઅન્ટ

બેંગાલુરુ, ટીવીએસ મોટરે આજે ત્રણ અવતારમાં નવા ટીવીએસ આઇક્યુબ ઇલેકટ્રિક સ્કૂટરને પ્રસ્તુત કરવાની જાહેરાત કરી હતી, જે સિંગલ ચાર્જ પર ક્લાસમાં શ્રેષ્ઠ 140 કિલોમીટરની રેન્જ ધરાવે છે. તેઓ અનેક ઇન્ટેલિજન્ટ કનેક્ટેડ ખાસિયતો ધરાવે છે,

જેમ કે 7” TFT ટચસ્ક્રીન અને સ્વચ્છ clean UI, ઇન્ફિનિટી થીમ પર્સનલાઇઝેશન, વોઇસ આસિસ્ટ અને ટીવીએસ આઇક્યુબ એલેક્સા સ્કિલસેટ, સ્વાભાવિક મ્યુઝિક પ્લેયર કન્ટ્રોલ, ઓટીએ અપડેટ્સ, ચાર્જ સાથે પ્લેગ-એન્ડ-પ્લે સહિત ફાસ્ટ ચાર્જિંગ, વ્હિકલ હેલ્થ અને સેફ્ટી નોટિફિકેશન્સ, એકથી વધારે બ્લટૂથ અને ક્લાઉડ કનેક્ટિવિટીના વિકલ્પો, 32 લિટર સ્ટોરેજ સ્પેસ વગેરે.

ટીવીએસ મોટર્સની મજબૂત અને વિશ્વસનિય ક્ષમતાઓ સાથે ટીવીએસ આઇક્યુબ એ ભરોસાપાત્ર પરિક્ષણો, સુસ્થાપિત નેટવર્કના સપોર્ટ, રિલેશનશિપ મેનેજર અને સર્વાંગી ડિજિટલ ઇકોસિસ્ટમનું પરિણામ છે.

આ લોંચ પર ટીવીએસ મોટર કંપનીના મેનેજિંગ ડિરેક્ટર શ્રી સુદર્શન વેણુએ કહ્યું હતું કે, “નવા ટીવીએસ આઇક્યુબની પ્રસ્તુતિ વર્લ્ડ-ક્લાસ ઇવી ટેકનોલોજીની ઓફરની અમારી કટિબદ્ધતાનો પુરાવો છે, જે અભૂતપૂર્વ ઇન્ટેલિજન્ટ અને પર્સનલાઇઝ કનેક્ટેડ અનુભવ આપે છે.

ટીવીએસ મોટર 10 વર્ષથી વધારે સમયથી ઇલેક્ટ્રિક ટેકનોલોજીમાં રોકાણ કરે છે અને ટીવીએસ આઇક્યુબ અમારા હજારો ગ્રાહકોને ઇલેક્ટ્રિક સવારીનો વિશિષ્ટ અનુભવ પ્રદાન કરે છે. ટીવીએસ મોટર અમારી નવીનતાઓ અને અદ્યતન ટેકનોલોજી ઓફર સાથે કનેક્ટેડ મોબિલિટી અને ઇવીમાં નવા માપદંડો સ્થાપિત કરશે.”

ટીવીએસ મોટર કંપનીની ફ્યુચર મોબિલિટીના સીનિયર વાઇસ પ્રેસિડન્ટ શ્રી મનુ સક્સેનાએ કહ્યું હતું કે, “ટીવીએસ આઇક્યુબની સંપૂર્ણપણે નવી સીરિઝ ગ્રાહકોના મોટા જૂથને વધારે વિકલ્પો પ્રદાન કરે છે. નવી ટીવીએસ આઇક્યુબ સીરિઝ ઊંચી રેન્જ, એકથી વધારે ચાર્જિંગ વિકલ્પો અને ક્લાસમાં શ્રેષ્ઠ ડિસ્પ્લે અને યુઆઈ વિકલ્પો ઓફર કરે છે.

ઉપરાંત આ અદ્યતન ખાસિયતો, ઉપયોગિતાઓ અને કનેક્ટેડ ઓન-ડિવાઇઝ અનુભવ સાથે સજ્જ છે. અમે અમારા સઘન આરએન્ડ (સંશોધન અને વિકાસ) અને વેલિડેશન પ્રક્રિયા મારફતે નવા ટીવીએસ આઇક્યુબ વિકસાવ્યાં છે, જેથી ટીવીએસ મોટર્સની ગુણવત્તાની ખાતરી વધારે મજબૂત થાય. અમે દ્રઢપણે માનીએ છીએ કે, અમારું બહોળું નેટવર્ક અને ઇકોસિસ્ટમ સાથે અમે ગ્રાહકને શ્રેષ્ઠ સંતોષ અને ખાતરી આપીશું.”

ટીવીએસ આઇક્યુબ સીરિઝ 11 કલર અને 3 ચાર્જિંગ વિકલ્પમાં 3 વેરિઅન્ટ ઓફર કરે છે.

ટીવીએસ આઇક્યુબ એસટી ટોપ-ઓફઃધ-લાઇન વેરિઅન્ટ ટીવીએસ આઇક્યુબ એસટી ટીવીએસ મોટરે ડિઝાઇન કરેલા 5.1 kWh બેટરી પેકથી ચાલે છે અને ચાર્જદીઠ બેસ્ટ-ઇન-ક્લાસ ઓન-રોડ રેન્જ 140 કિલોમીટરની પ્રદાન કરે છે.

ટીવીએસ આઇક્યુબ એસટી 5-વે જોયસ્ટિક ઇન્ટેક્ટિવિટી સાથે 7” TFT ટચ સ્ક્રીન, મ્યુઝિક કન્ટ્રોલ, વ્હિકલ હેલ્થ સહિત પ્રોએક્ટિવ નોટિફિકેશન્સ, 4જી ટેલીમેટિક્સ અને ઓટીએ અપડેટ્સ સાથે અભૂતપૂર્વ ઇન્ટેલિજન્ટ રાઇડ જોડાણ આપે છે. સ્કૂટર ઇન્ફિનાઇટ થીમ પર્સનલાઇઝેશન, વોઇસ આસિસ્ટ અને ટીવીએસ આઇક્યુબ એલેક્સા સ્કિલસેટ ઓફર કરે છે.

ટીવીએસ આઇક્યુબ એસટી ચાર નવા અલ્ટ્રા-પ્રીમિયમ કલર વિકલ્પોમાં ઉપલબ્ધ છે તથા 1.5kW ફાસ્ટ-ચાર્જિંગ અને 32 લિટરના બે-હેલ્મેટ અંડર-સીટ સ્ટોરેજ સાથે આવે છે.

ટીવીએસ આઇક્યુબ એસ વેરિઅન્ટ ટીવીએસ મોટરે ડિઝાઇન કરેલી 3.4 kWhની બેટરી સાથે આવે છે અને ચાર્જદીઠ ઓન-રોડ 100 કિલોમીટરની રેન્જ પ્રદાન કરે છે.

ટીવીએસ આઇક્યુબ એસ 7” TFT ઓફર કરે છે, જે ઇન્ટરેક્શન, મ્યુઝિક કન્ટ્રોલ, થીમ પર્સનલાઇઝેશન, વ્હિકલ હેલ્થ સહિત પ્રોએક્ટિવ નોટિફિકેશન્સ માટે સ્વાભાવિક 5-વે જોયસ્ટિક સાથે આવે છે.

ટીવીએસ આઇક્યુબ બેઝ વર્ઝન ટીવીએસ મોટરે ડિઝાઇન કરેલી 3.4 kWhની બેટરી સાથે આવશે અને ચાર્જદીઠ ઓન-રોડ 100 કિલોમીટરની રેન્જ, ટર્ન-બાય-ટર્ન નેવિગેશન આસિસ્ટ સાથે 5” પ્રદાન કરશે.

TVS SMARTXONNECTTM પ્લેટફોર્મ સંવર્ધિત નેવિગેશન સિસ્ટમ, ટેલીમેટિક્સ યુનિટ, એન્ટિ-થેફ્ટ અને જીયોફેન્સિંગ ખાસિયતો સાથે સંવર્ધિત છે. ટીવીએસ આઇક્યુબ એલેક્સા સ્કિલસેટ અમારા ગ્રાહકો મહત્વપૂર્ણ માહિતીની સુલભતા માટે વોઇસ કમાન્ડનો ઉપયોગ કરી શકે છે.

ટીવીએસ આઇક્યુબ અને ટીવીએસ આઇક્યુબ એસના ત્રણ વેરિઅન્ટ અનુક્રમે રૂ. 98,564 અને રૂ. 1,08,690 (ફેમ અને રાજ્ય સરકારની સબસિડી સહિત ઓન-રોડ દિલ્હી)ની કિંમતે ઉપલબ્ધ થશે.

950W અને 650Wની ક્ષમતા ધરાવતા ઓફ-બોર્ડ ચાર્જર્સ સાથે પ્લગ-એન્ડ-પ્લે કેરીના વિકલ્પો તથા 3 કલાક અને 4.5 કલાકના ચાર્જિંગ સમયના વિકલ્પો ટીવીએસ આઇક્યુબ એસટી અને ટીવીએસ આઇક્યુબ એસ સાથે ઉપલબ્ધ છે.

ટીવીએસ આઇક્યુબ અને ટીવીએસ આઇક્યુબ એસટી એસનુ બુકિંગ અમારી વેબસાઇટ પર શરૂ થઈ ગયું છે. આ મોડલની ડિલિવરી તાત્કાલિક શરૂ થશે. બંને સ્કૂટર હાલ 33 શહેરોમાં ઉપલબ્ધ છે, અમે ટૂંક સમયમાં વધુ 52 શહેરોમાં ઉપલબ્ધ કરીશું.

ટીવીએસ આઇક્યુબ એસટી અમારી વેબસાઇટ પર પ્રી-બુકિંગ માટે ઉપલબ્ધ છે. ટૂંક સમયમાં ટીવીએસ આઇક્યુબ એસટીના બુકિંગ અને ડિલિવરીની શરૂઆત સહિત વધારે જાહેરાતો થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.