Western Times News

Gujarati News

ઝાડેશ્વર ખાતે તનાવમુક્ત શિબિરનું આયોજન કરાયું

તસવીરઃ વિરલ રાણા, ભરુચ

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચના ઝાડેશ્વર ખાતે આવેલ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય અનુભૂતિ ધામ ખાતે ૯ દિવસ માટે તનાવમુક્ત શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.જે શિબીરમાં વક્તા તરીકે બ્રહ્માકુમારીના પૂનમ બહેન ઉપસ્થતિ રહી રસપાન કરાવનાર છે.જેની માહિતી પ્રેસ કોન્ફરન્સ દ્વારા માહિતી પૂરી પાડવામાં આવી હતી.

વર્તમાન સમયમાં લોકો અનેક બીમારીઓથી પીડાતા હોય છે.ધંધા રોજગારના ટેન્શન હોય સાથે સામાજીક ટેન્શન ક્યાંય કોઈપણ કારણોસર ઘણા લોકો તો મૃત્યુ પણ નીપજે છે.આધ્યાત્મિક જીવનશૈલી અપનાવો અને બ્લડપ્રેશર,હ્રદયરોગ જેવા તનાવથી દૂર થવા માટે ભરૂચના ઝાડેશ્વર સ્થિત પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા તણાવમુક્ત શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં વર્તમાન સમયમાં કોરોના પછીના સમયગાળામાં લોકો અનેક પરેશાનીઓથી પીડાઈ રહ્યા છે.ત્યારે આવા સમયમાં ઝાડેશ્વર પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા તનાવમુક્ત શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

જેના તણાવમુક્ત જીવન કે ઔષધિ આધ્યાત્મિક સહારા આધ્યાત્મિક જીવનશૈલી અપનાવીને ડાયાબિટીસ,બ્લડપ્રેશર,હ્રદયરોગ એવા રોગ થી સુરક્ષિત રહિએ જેને ધ્યાનમાં રાખી બ્રહ્મકુમારીઝ દ્વારા આગામી ૬ જુન થી ૧૪ જુન સુધી નવ દિવસીય શિબીરનુ આયોજન કરવામાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.