Western Times News

Gujarati News

દાહોદથી આહવા જતી બસનું ટાયર નિકળ્યું: દુર્ઘટના ટળી

દાહોદ , સલામત સવારી એસટી અમારીનું સુત્ર હવે અવળી રીતે સાર્થક થઇ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. દાહોદથી આહવા જઇ રહેલી બસ ૬૦ની આસપાસની સ્પીડે હતી ત્યારે અચાનક જ તેનું ટાયર નિકળી ગયું હતું.

જાે કે ડ્રાઇવરની સુઝબુઝના કારણે મોટો અકસ્માત ટળ્યો હતો. અત્રે નોંધનીય છે કે, સેંકડો ફુટ ઉંચા બ્રિજ પર જ્યારે બસ પસાર થઇ રહી હતી ત્યારે જ ટાયરે પોતાની રીતે ચાલતી પકડી હતી. જેના પગલે જાે ડ્રાઇવરે યોગ્ય રીતે બસને કાબુમાં ન લીધી હોત તો નીચે નદીમાં બસ ખાબકવાની શક્યતા હતી.

દાહોદ થી આહવા જતી જી્‌ બસનું વઘઇ નજીક અંબિકા પુલ ઉપર જ ટાયર નીકળી જતાં મુસાફરોના જીવ તાડવે ચોંટયા હતા.જી્‌ તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે.

દાહોદથી ડાંગ જિલ્લાના આહવા ખાતે જતી એસટી બસનુ વઘઇ નજીક અંબિકા નદીના પુલ ઉપર સવારે લગભગ ૭ વાગ્યેના અરસામાં જી્‌ બસનું ટાયર નિકળવાની ઘટના બની હતી. દાહોદથી આહવા તરફ જતી બસનો અંબિકા નદીના પુલ ઉપર અકસ્માત સર્જાતા અફરાતફરી મચી હતી.

આ દુર્ઘટના થઈ ત્યારે બસમાં ૩૦ થી વધુ મુસાફરો બેઠેલા હતા. જાેકે સદનસીબે આ ઘટનામાં કોઈ જનહાનિ થઈ ન હતી. ડ્રાઇવરનો અનુભવ કામે લાગ્યો અને તેણે બસને સારી પેઠે કાબુમાં લઇ લીધી હતી. મહત્વનું છે કે, જી્‌ દ્વારા સલામત સવારીના સ્લોગન આપવામાં આવે છે. વારંવાર થતા જી્‌ના અકસ્માતથી જી્‌નું સ્લોગન માત્ર નામનું હોય તેવુ લાગી રહ્યુ છે.

બસમાંથી ટાયર નીકળવાની ઘટનાને પગલે ડ્રાઇવરે પોતાની આગવી સુઝબુઝથી બસને કંટ્રોલમાં રાખીને રસ્તા પર ઉભી રાખી હતી. જાે કે આ મામલાની પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

ઘટના બાદ બસમાંથી સલામત ઉતરેલા મુસાફરોએ હેમખેમ બસમાંથી બહાર નીકળતા હાશકારો અનુભવ્યો હતો ઘટનામાં સદનસીબે તમામ મુસાફરોનો બચાવ થયો હતો પરંતુ ઘટના એક ચિંતાજનક ધારણ કરી શકે તેમ હતી.ઘટનામાં ચિંતાજનક બાબત એ રહી હતી કે બસ નદીના પુલ ઉપરથી પસાર થઈ રહી ત્યારે ઘટના બની હતી.

બેકાબુ બસ પુલ ઉપરથી નદીમાં ખાબકી હોત તો મોટી હોનારતની પણ શક્યતા હતી. ઘટના સ્થળે ઉપસ્થિત રહેલ મુસાફરોએ પ્રશ્ર્‌નો ઉઠાવ્યા હતા કે બસનું મેન્ટેનન્સ અને દેખરેખની નિયમિત કામગીરી થાય છે કે કેમ આવી ઘટનાઓ મુસાફરોના જીવ જાેખમમાં મૂકે છે બસમાંથી ટાયર નીકળી જવા જેવી ઘટનાને ગંભીરતાથી એસી તંત્ર એ લેવી જાેઈએ.ss2kp


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.