Western Times News

Gujarati News

બોલીવુડની બેબોએ શેર કરી ૨૬ વર્ષ જૂની તસવીર

મુંબઈ, બોલીવુડની બેબોએ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં કરીના કપૂર સ્કૂલ ડ્રેસમાં જાેવા મળી રહી છે. સફેદ ડ્રેસ પર વાદળી દુપટ્ટો અને સ્કૂલ શૂઝ પહેરેલી કરીનાને એક નજરમાં ઓળખવી ઘણી મુશ્કેલ છે. ત્યારે બેબોની ૨૬ વર્ષ જૂની આ તસવીર જાેઇ ફેન્સ ઘણા ખુશ જાેવા મળી રહ્યા છે.

સોશિયલ મીડિયા માત્ર ફેન્સ સાથે જાેડાઈ રહેવા માટે જ નહીં જૂની યાદોને તાજી કરવા માટેનું પણ એક સારું માધ્યમ છે. ત્યારે ઇન્સ્ટાગ્રામ પર એક્ટ્રેસ કરીના કપૂરે ખાસ તસવીર શેર કરવાની સાથે લખ્યું- એક ફિલ્મની શૂટિંગ માટે કલિમ્પોંગ આવ્યા. પોતાના વ્યવસાય દરમિયાન કરિયર દ્વારા આપણે કેટલીક યાદોને જાેડી શકીએ છે. વેલ્હમ ગર્લ્સ રાજસ્થાન ટ્રિપ લગભગ ૧૯૯૬. આ માટે આભાર.

આ તસવીરોમાં કરીનાને ઓળખવી અશક્ય નથી પરંતુ મુશ્કેલ જરૂર છે. કેમ કે, આ ૨૬ વર્ષ જૂી તસવીર છે ત્યારે બેબો સ્કૂલમાં હતી. પ્રોફેશનલ ફ્રન્ટની વાત કરીએ તો કરીના કપૂર લાલ સિંહ ચઢ્ઢામાં જાેવા મળશે. ફિલ્મ ૧૧ ઓગસ્ટના રીલિઝ થવા જઈ રહી છે.

જેમાં ફરી એકવાર આમિર ખાન સાથે સ્ક્રીન શેર કરશે. આ ફિલ્મમાં તે આમિર ખાનની પત્નીન રોલ નિભાવશે. ત્યારે આ ઉપરાંત કરીના કપૂરે હાલમાં જ ડાયરેક્ટર સુજાેય ઘોષની ફિલ્મની શૂટિંગ પણ શરૂ કર્યું છે. જેમાં જયદીપ અહલાવત પણ મહત્વના રોલમાં હશે.

સેટથી કરીના કપૂરની તસવીર પણ સામે આવી છે. કરીના તેના શૂટિંગ માટે કલિમપોંગ પહોંચી છે. આ એક ક્રાઈમ ડ્રામા મૂવી છે. જેમાં કરીના ઘણી દમદાર રોલમાં જાેવા મળશે. જયદીપ અહલાવતની સાથે સાથે આ ફિલ્મમાં તેની સાથે વિજય વર્મા પણ હશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.