Western Times News

Gujarati News

પહેલાં ૩૧ર વર્ષમાં ગરમી વધતી હતી, હવે ફકત ૩ વર્ષમાં ગરમીનો પારો વધવા માંડયો

(એજન્સી)લંડન, ભારત અને પાકિસ્તાન પહેલાથી ભીષણ ગરમીનો સામનો કરી રહયા છે. આવનારા દિવસોમાં બંને દેશોમાં ગરમીથી લોકોને રાહત મળે તેવી શકતા ઓછી છે.

બુધવારે બ્રિટનના હવામાન વિભાગે ચેતવણી આપીને કહયું કે જળવાયું પરીવર્તન ઉત્તર પીશ્ચમ ભારત અને પાકિસ્તાનમાં વિક્રમજનક ગરમીની શકયતાને ૧૦૦ ગણી વધારી દીધી છે. બંને દેશો વિક્રમજનક તાપમાન અને તીવ્ર તડકાનો સામનો કરી રહયા છે. જેના કારણે સામાન્ય જનજીવન ખરાબ રીતે પ્રભાવીત થઈ રહયું છે.

બ્રિટનના હવામાન વિભાગના રીપોર્ટ અનુસાર આ દેશોમાં સંયુકત રીતે ઉચ્ચ તાપમાન ૧૯૯૦ બાદ સૌથી ર૦૧૦માં નોધાયું હતું. હવામાન વિભાગે ર૦૧૦માં આ મહીનાઓમાં નોધેલું તાપમાન વિક્રમજનક તાપમાનથી વધુ ગરમી હોાવની આશંકાનું અનુમાન લગાવવા માટે એક એટ્રીબ્યુશન સ્ટડી કયો હતો.

બુધવારે હવામાન વિભાગે પોતાની વેબસાઈટ પર કહયું કે સ્ટડીથી ખ્યાલ આવે છે કે ર૦૧૦માં નોધાયેલી સરેરાશ તાપમાનથી વધુ ગરમીની આશંકા ૩૧ર વર્ષમાં એક વાર થાય છે. જાેકે, વર્તમાન જળવાયુ પરીવર્તનમાં આ સંભાવના ૩.૧ વર્ષમાં એક વખત થઈ ગઈ છે, આ માટે જળવાયુ પરીવર્તન જવાબદાર છે.

આ સ્ટડી અનુસાર આ સદીના અંત સુધી આશંકા ૧.૧પ વર્ષમાં એકવાર થઈ જશે. એટ્રીબ્યુશન સ્ટડીમાં સામેલ નિકોસ ક્રિસ્ટીડીસે કહયું કે એપ્રિલ અને મે મહીનામાં આ ક્ષેત્રમાં પ્રી-મોન્સુન જળવાયું ન પગલેભીષણ ગરમી છે. જળવાયુ પરીવર્તન પ્રીમોન્સુન ગરમીની તીવ્રતા વધારી રહયુ છે. જેનાથી વિક્રમજનક તાપમાન નોધાવવાની આશંકા ૧૦૦ ગણી વધી ગઈ છે.

તાજેતરના દિવસોમાં ગરમીનો પારો પ૦ ડીગ્રી નજીક પહોચ્યો એ દર્શાવે છે કે વર્તમાન ગરમીથી જનજીવનને પ્રભાવીત કરે છે. હવે આ નવો વિક્રમ બને તેવી શકયતા છે. આ માટે મહિનાના અંત સુધી રાહ જાેવી પડશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.