Western Times News

Gujarati News

ટીબીના નિદાન માટે ટૂંકમાં સ્કીન ટેસ્ટ લોન્ચ કરાશેઃ માંડવિયા

(એજન્સી)નવીદિલ્હી, ટીબીના નિદાન માટે ટુંક સમયમાં નવો સ્કીન ટેસ્ટ લોન્ચ કરાશે. આ નીચા ખર્ચની મેઈડ ઈન-ઈન્ડીયા કીટ ઘણી સસ્તી છે. અને તેનાથી બીજા દેશોને પણ લાભ થશે.

નવી દિલ્હીમાંથી વીડીયો કોન્ફરન્સ મારફત સ્ટોપ ટીબી પાર્ટનરશીપની બેઠકને સંબોધન કરતાં કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયાએ આ અંગે જાહેરાત કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ ભારતમાં આપત્તિને અવસરમાં ફેરવી નાંખવા માટે કેટલાંક પગલાં લેવામાં આવ્યા છે. તેમાં કોવિડ સાથે ટીબીના બાયડીટેકશન ટેસ્ટીગ ટીબી નિદાન માટેના ઘર-ઘર સુધીના અભિયાન, રેપીડ મોલેકયુર ડાયગ્નોસ્ટિકસ અને આર્ટીફીશીયલ ઈન્ટેલજીન્સ ઉપયોગનો સમાવેશ થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.