Western Times News

Gujarati News

વિશ્વભરમાં ર૦૦ કરોડ પુખ્ત અને ૪ કરોડ બાળકો મેદસ્વિતાના શિકાર

(એજન્સી) વોશિંગ્ટન, હવામાં ભળી રહેલું રાસાયણીક પ્રદુષણ બાળકોને ઝડપથી મેદસ્વીતાનો શિકાર બનાવી રહયું છે. ૧૯૭પની તુલનાએ વૈશ્વીક મેદસ્વીતા હવે ત્રણ ગણી વધી ગઈછે. તેથી મોટાપો હવે વૈશ્વીક મહામારી બની ગયો છે. દુનિયામાં અત્યારે ૪ કરોડથી વધુ બાળકો જાેડાય છે અથવા તેમનું વજન બહુ વધી ગયું છે. જયારે ર૦૦ કરોડ પુખ્ત લોકોનું પણ વજન વધી ગયું છે.

આ મહત્વની માહિતી તાજેતરમાં જ ગ્લોબલ રિસર્ચમાં સામે આવી છે. આરોગ્ય અને ચિકીત્સાની મુખ્યધારામાં અત્યાર સુધી ઓબેસોઝેન્સ નામના વિષાકત પદાર્થને સ્વીકારાયું નહતું. પરંતુ તાજેતરમાં જ થયેલા રીસર્ચમાં જણાયું કે શરીરમાં વજનને નિયંત્રીત કરવાના ઉપયોગને આ અસર કરે છે.

કારણ કે જાડાં દર્દીઓનું વર્તમાન ડેઈલી રૂટીન મેનેજમેન્ટ અપુરતું છે. વિજ્ઞાનીઓએ કહયું કે પરેશાનીનું તથ્ગ એ છે કે વજન વધારાનારા કેટલાક કેમીલ અસરકારક જીનના કામ કરવાની સીસ્ટમને બદલી શકે છે. અને વારસાગત બની શકે છે. જેનાથી આવનારી પેઢીઓ સુધી અસર થઈ શકે છે. સંશોધનકર્તા દ્વારા વધતી મેદસ્વીતારૂપમાં જણાવાયેલા પ્રદુષકોમાં બિસ્ફેનોલ એ બીપીએ સામેલ છે.

જે વ્યાપક રીતે પ્લાસ્ટીકમાં જાેવા મળે છે. સાથે જ કેટલાક કીટનાશક, ફલેમ રેડરડેન્ટ અને વાયુ પ્રદુષણ પણ સામેલ છે. આ જીન પર અસર કરી વધુ ખાવા માટે મજબુર કરે છે. ઓબેસોજીનક પ્રતીમાન તેના પર ધ્યાન કેન્દ્રીત કરે છે. અને એવો ડેટા આપે છે, જે જણાવે છે કે આ કેમીકલ પ્રદુષણના કારણે મેદસ્વીતા ઝડપથી વધી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.