Western Times News

Gujarati News

હળવદના ધણાદમાં વાડીએ રખોપું કરવા ગયેલા યુવાનની ક્રુર હત્યા

મોરબી, હળવદ તાલુકાના ધણાદ ગામે વાડીએ વાવેલા ઉનાળુ તલનું રખોપું કરવા ગયેલા યુવાનની કોઈ અજાણ્યા શખ્સો દ્વારા હત્યા કરી નાખવામાં આવી હોવાનું બહાર આવ્યું છે.

આ હત્યાની ઘટનાની જાણ થતાં જ હળવદ પોલીસ ટીમ ધણાદ વાડી વિસ્તારમાં દોડી ગઇ હતી. તેમજ લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી હત્યા અંગેનો ગુનો દાખલ કરી હત્યારાઓને ઝબ્બે કરવા પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

આ ચકચારી હત્યાના બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના ધણાદ ગામે રહેતા રાજુભાઇ નાગરભાઈ ઠાકોર (ઉ.વર્ષ-૨૪) નામના યુવાનની ધણાદ રણમલપુર રોડ ઉપર વાડી આવેલી છે.

આ વાડીમાં હાલમાં ઉનાળું તલનું વાવેતર કરેલું હોવાથી તે રોજ રાતે વાડીએ રખોપું કરવા જતો હતો. ગઈકાલે શનિવારે રાત્રે પણ નિત્યક્રમ મુજબ તે વાડીએ ગયો હતો. જ્યાં કોઈ અજાણ્યા શખ્સોએ માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.

આ ચકચારી હત્યાના બનાવની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ છે. તેમજ લાશને પોસ્ટ મોર્ટમ માટે હળવદ સરકારી હોસ્પિટલે મોકલી આપી રાજુભાઇ ઠાકોરની હત્યાના બનાવ અંગે ગુનો દાખલ કરી હત્યારા આરોપીને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. ત્યારે હળવદ પંથકમાં હત્યાના બનાવથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.ss2kp


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.