Western Times News

Gujarati News

૧૦૦ કરોડ કમાઈને ભાત અને પાપડ ખાઈ રહ્યો છુંઃ કાર્તિક

વીડિયોમાં જાેઈ શકાય છે કે રાતના બે વાગ્યે અભિનેતા રસ્તા પર ઉભો રહીને ભાત અને પાપડ ખાઈ રહ્યો છે

મુંબઈ,  કાર્તિક આર્યનની તાજેતરમાં જ રીલિઝ થયેલી ફિલ્મ ભૂલ ભુલૈયા ૨ બોક્સ ઓફિસ પર ધૂમ કમાણી કરી રહી છે. આ ફિલ્મ ૨૦મી મેના રોજ રીલિઝ થઈ હતી અને અત્યાર સુધી ૧૦૦ કરોડના ક્લબમાં તેની એન્ટ્રી થઈ ગઈ છે. તેની સામે કંગના રનૌતની ફિલ્મ ધાકડ જબરદસ્ત ફ્લોપ સાબિત થઈ છે. I am earning Rs 100 crore and eating rice and papad: Karthik

ફિલ્મની સ્થિતિ બોક્સઓફિસ પર એટલી ખરાબ છે કે રીલિઝના આઠમા દિવસે આખા દેશમાં તેની માત્ર ૨૦ જ ટિકિટો વેચાઈ હતી. ભૂલ ભુલૈયા ૨ની વાત કરીએ તો, ફિલ્મની સફળતા પછી કાર્તિક આર્યન ઘણો ખુશ છે. હજી પણ તે ટીમ સાથે ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે.

પ્રમોશનમાં કાર્તિક આર્યન એટલો વ્યસ્ત થઈ ગયો કે તેને જમવાનો પણ સમય નહોતો મળ્યો. કાર્તિક આર્યનનો આવો એક વીડિયો સામે આવ્યો છે, જે જાેઈને ફેન્સ તેના વખાણ કરી રહ્યા છે. વીડિયોમાં જાેઈ શકાય છે કે રાતના બે વાગ્યે અભિનેતા રસ્તા પર ઉભો રહીને ભાત અને પાપડ ખાઈ રહ્યો છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ફેન્સ પણ કાર્તિક આર્યનના આ અંદાજથી ઈમ્પ્રેસ થઈ ગયા છે. તે અભિનેતાને ડાઉન ટુ અર્થ કહી રહ્યા છે. નોંધનીય છે કે ભૂલ ભુલૈયા ૨ના પ્રમોશન માટે કાર્તિક પુના પહોંચ્યો હતો. તેને ત્યાં મોડુ થઈ ગયું અને રેસ્ટોરન્ટમાં જમવાનો સમય નહોતો મળ્યો.

રાતના સમયે રેસ્ટોરાં પણ બંધ થઈ ગયા હતા. તેણે કલકત્તા જવા નીકળવાનું હોવાથી અન્ય કોઈ વ્યવસ્થા કરવાનો સમય પણ નહોતો. આવામાં કાર્તિક આર્યને રસ્તા પર ઉભેલી એક લારી પર જઈને ભાત અને પાપડ ખાવાની શરુઆત કરી. વીડિયોમાં તમે જાેઈ શકો છો કે કોઈ મીડિયાકર્મી અથવા તો કાર્તિકની ટીમનો જ કોઈ સભ્ય તેને પૂછી રહ્યો છે કે તે શું કરે છે,

તો કાર્તિક આર્યન કહે છે રાતના ૨ વાગ્યા છે અને હું ભાત અને પાપડ ખાઈ રહ્યો છું. ૧૦૦ કરોડની કમાણીનો ઉલ્લેખ કર્યો તો અભિનેતાએ જવાબ આપ્યો કે, ૧૦૦ કરોડની ખુશીઓ આ જ છે. બધા જમે તો એકસરખું જ છે. શું કરું. ૧૦૦ કરોડ કમાઈને પાપડ ખાઈ રહ્યો છું. જમવાનું મળ્યુ નહીં, દુકાન ખોલી નથી રહ્યા.

કાર્તિક આર્યનના ફેન્સને આ વીડિયો ખૂબ પસંદ આવી રહ્યો છે. તે અભિનેતાના વખાણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, કાર્તિક હંમેશા જાણે આપણી જ આસપાસ રહેતો હોય તેવા યુવકની ફીલિંગ આપે છે. અન્ય એક ફેને લખ્યું કે અભિનેતા ઘણો જ ડાઉન ટુ અર્થ અને મહેનતી છે.

ભૂલ ભુલૈયા ૨ની વાત કરીએ તો વર્ષ ૨૦૦૭માં આવેલી ફિલ્મ ભૂલ ભુલૈયાની આ સિક્વલ છે. તેમાં અક્ષય કુમાર, વિદ્યા બાલન, શાઈની આહૂજા અને અમીષા પટેલ જેવા સ્ટાર્સ હતા. સિક્વલમાં કાર્તિક આર્યન સિવાય કિયારા અડવાણી, સંજય મિશ્રા, રાજપાલ યાદવ, તબૂ છે. આ ફિલ્મના ડિરેક્ટર અનીસ બઝમી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.