Western Times News

Gujarati News

ગરીબ કલ્યાણ સંમેલન યોજનાઓના આધારથી રાજ્યના નાગરિકોનો થયો ઉદ્ધાર

દેશની આઝાદીના ૭૫માં વર્ષની ઉજવણી અંતર્ગત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશા-નિર્દેશાનુસાર દેશભરમાં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. જેના ભાગરૂપે કેન્દ્ર સરકારની ૧૩ જેટલી ફ્લેગશીપ યોજનાઓના જરૂરિયાતમંદ લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કરવા માટે આજે ૩૧મી જૂનના રોજ “ગરીબ કલ્યાણ સંમેલન”નું આયોજન કરાયું છે. આ સંમેલનમાં વડાપ્રધાનશ્રી હિમાચલ પ્રદેશના શિમલાથી વર્ચ્યુઅલી સંબોધન કરશે, તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતેથી સહભાગી થશે.

દેશના લગભગ તમામ જિલ્લાઓને આવરી લેતા આજદિન સુધીના આ સૌથી મોટા રાષ્ટ્રવ્યાપી સંવાદ કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રીવિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે આવાસ, પીવાના પાણીની ઉપલબ્ધતા, ખોરાક, આરોગ્ય, પોષણ અનેઆજીવિકા સહિતના વિવિધ લાભોથી તેમના જીવનમાં આવેલ પરિવર્તનને આવરી લેતી યોજનાઓ-કાર્યક્રમો વિશે સંવાદ કરશે.

આ સંવાદ કાર્યક્રમનો મુખ્ય ઉદેશ્ય, જનકલ્યાણકારી યોજનાઓ લોકો માટે જીવનની સરળતા કેવી રીતે લાવી છે, માત્ર એ સમજવાનો નથી, પરંતુ વિવિધ યોજનાઓના સંકલન થકી લાયકાત ધરાવતા અંતિમ લાભાર્થીને પણ આવરી લેવાનો છે.

રાજ્ય કક્ષાએ યોજાનાર કાર્યક્રમમાં અંદાજીત ૮,૦૦૦ જેટલા તેમજ તમામ જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં અંદાજીત ૪,૦૦૦ જેટલા લાભાર્થીઓ ઉપસ્થિત રહેશે. ત્યારબાદ રાજ્ય અને જિલ્લાના કાર્યક્રમનું રાષ્ટ્રીય કાર્યક્રમ સાથે જોડાણ થશે. ગુજરાત આ અતિ મહત્વપૂર્ણ કાર્યક્રમનો ભાગ બનશે. આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાનશ્રી ‘‘કિસાન સન્માન નિધિ યોજના’’નો ૧૧મો હપ્તો DBT માધ્યમથી દેશભરના ખેડૂત લાભાર્થીઓના બેન્ક ખાતામાં જમા કરાવશે.

નાગરિકોને જીવનની સુગમતા-સરળતા તરફ દોરતી કેન્દ્ર સરકારની ૧૩ ફ્લેગશીપ યોજનાઓ વિશે વાત કરીએ તો તેમાં સૌપ્રથમ માણસની પાયાની જરૂરીયાતોમાંની એક જરૂરિયાત પૂરી પાડતી “પ્રધાનમંત્રી આવાસ યોજના” શહેરી અને ગ્રામીણ જરૂરિયાતમંદ ગરીબ લોકોના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરી રહી છે.

જે કેન્દ્ર સરકારની સહાય સાથે રાજ્ય સરકાર દ્વારા આયોજનબદ્ધ રીતે ઝડપથી અમલીકૃત થઇ રહી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરી અંતર્ગત લક્ષ્યાંકની સામે ૭૨% જેટલા આવાસો પૂર્ણ કરી,દેશના અન્ય રાજ્યોની સરખામણીમાંગુજરાત અગ્રસ્થાને છે.

બીજી બાજુ, વર્ષ ૨૦૨૪ સુધીમાં સૌને આવાસ આપવાની નેમ સાથે શરુ થયેલી પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ હેઠળ રાજ્યમાં અત્યાર સુધીમાં ૩,૫૨,૩૭૬ આવાસોનું નિર્માણ થયું છે, જ્યારે બાકી રહેલા આવાસોની કામગીરી વિવિધ તબક્કેપ્રગતિ હેઠળ છે.

કૃષિપ્રધાન દેશની આર્થિક સ્થિતિને મજબૂત બનાવવામાં સિંહફાળો આપતા એવા ધરતીપુત્રોની આવકમાં વધારો કરવા તેમજ ખેડૂતો કુટુંબોને નાણાકીય રીતે સહાયરૂપ થવા વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં વર્ષ ૨૦૧૯માં ૧૦૦% કેન્દ્ર સહાયિત “પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના”અમલીકૃત કરવામાં આવી હતી.

જે અંતર્ગત ખેડૂત કુટુંબનેપ્રતિ વર્ષ રૂ.૬૦૦૦/-ની સહાય ચૂકવવામાં આવી રહી છે. ગુજરાતે આ યોજના અંતર્ગત ૬૬.૪૬ લાખ ખેડૂત કુટુંબોની નોંધણી કરીને ૧૨૪.૪%સિદ્ધિ પ્રાપ્ત કરી છે. કેન્દ્ર સરકારે અત્યાર સુધીમાં ૧૦ હપ્તા ચૂકવીને ખેડૂતની આવકમાં વધારો કર્યો છે.

દેશની મહિલાઓને ધુમાડામાંથી મુક્તિ આપી સ્વાસ્થ્ય-સુખાકારી સુનિશ્ચિત કરતી તેમજ દેશનેકેરોસીન મુક્ત બનાવવામાં યોગદાન આપતી “પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના”ના પ્રથમ તબક્કામાં સમગ્ર દેશમાં કુલ ૮ કરોડ કુટુંબોને વિનામૂલ્યે ગેસ કનેક્શન આપવામાં આવ્યા, જે પૈકી ગુજરાતમાં ૨ લાખ ગેસ કનેક્શન આપવામાં આવ્યા હતા.

ત્યારબાદ કેન્દ્ર સરકારે ઓગષ્ટ-૨૦૨૧થી આ યોજનાના બીજા તબક્કાનો પ્રારંભ કરીને સમગ્ર દેશમાં ૧ કરોડ LPG જોડાણ આપવાનો લક્ષ્યાંક નિયત કર્યો હતો. જે પૈકી ગતતા. ૩૧મી માર્ચ સુધીમાં ગુજરાતમાં ૫.૪૦ લાખ લોકોને જોડાણ અપાયા છે. તેમજ એપ્રિલ અને મે મહિના દરમિયાન  ૧.૩૨ લાખ કનેક્શન મંજૂર કરાયા છે. આમ ગુજરાતમાં LPG તથા PNG જોડાણનું ૧૦૦% જેટલું કવરેજ થયું છે.

સુપોષિત ભારતના સંકલ્પને ચરિતાર્થ કરવા પોષણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેનો મુખ્ય હેતુ દેશમાંથી તબક્કાવાર કુપોષણ ઘટાડવું અને ૬ વર્ષ સુધીના બાળકો, કિશોરીઓ, સગર્ભા સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓના પોષણમાં વૃદ્ધિ લાવવાનો છે.

આ જવાબદારી રાજ્ય સરકાર કુનેહપૂર્વક નિભાવી રહી છે તેમજરાજ્યના નાગરિકો આ યોજનાનો મહત્તમ લાભ લઇ રહ્યા છે.રૂ.૪૫.૧૫ કરોડના ખર્ચે સ્માર્ટ ફોન આપી ગુજરાતની ૫૩,૦૨૯ આંગણવાડીઓની સમગ્ર કામગીરી ડિજિટલાઈઝ્ડકરી આ અભિયાનને વધુ વેગવંતું બનાવવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે રૂ. ૬ કરોડના ખર્ચે ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્કનું નિર્માણ થશે.

માતા અને બાળકના સ્વાસ્થ્યની દરકાર લઇ ધાત્રી અવસ્થાની બહેનોમાં એનેમિયા અને કુપોષણનું પ્રમાણ ઘટાડીને સુપોષિત બનાવતી “માતૃવંદના યોજના” સુપોષિત રાષ્ટ્રના નિર્માણમાં મહત્વનું યોગદાન આપી રહી છે. આ યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૧-૨૨માં૧૦૦% સિદ્ધિ પ્રાપ્ત થઇ હતી, જ્યારે વર્ષ ૨૦૨૨-૨૩માં ૬ લાખના લક્ષ્યાંક સામે અત્યાર સુધીમાં ૫૮,૭૫૩ ઓનલાઇન નોંધણી અને ડાયરેકટ ટ્રાન્સફર બેનીફીટદ્રારા રૂ.૧૦.૩૦ કરોડની સહાય આપવામાંઆવી છે.

મહાત્મા ગાંધીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ગાંધીજીના જન્મ દિન નિમિત્તે તા.૦૨/૧૦/૨૦૧૪ના રોજ ‘સ્વચ્છ ભારત મિશન’ શરું કરવામાં આવ્યું હતું. તેમજ ઓકટોબર-૨૦૨૧માં ‘સ્વચ્છ ભારત મિશન અર્બન૨.0’ લોન્ચ કરાયું હતું, જેનેવર્ષ ૨૦૨૬ સુધી નવાઘટકો સાથે લંબાવવામાં આવ્યું છે.

જ્યારે ગ્રામીણ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગ્રામીણ વિસ્તારોમાં વસતાં કુટુંબો માટે વ્યક્તિગત શૌચાલયોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.આ યોજના હેઠળ ગુજરાતને તા.૦૨-૧૦-૨૦૧૭થી તેમજ સમગ્રદેશને તા.૦૨-૧૦-૨૦૧૯ થી ખુલ્લામાં શૌચમુક્ત જાહેર કરવામાં આવ્યો છે.

ગ્રામીણ વિસ્તારોને સ્વચ્છ અને સુંદર બનાવવા તેમજ કચરાના સલામત-સુઆયોજિત નિકાલ માટે રાજ્ય સરકાર દ્વારા સુદ્રઢ આયોજન કરીસઘન કામગીરીકરવામાં આવી રહી છે.રાજયમાં આજદિન સુધીમાં અંદાજિત ૪3 લાખથી વધુ વ્યક્તિગતઅને ૮,૪૫૭ સામૂહિક શૌચાલયો બનાવવામાં આવ્યાછે. આ ઉપરાંત રાજ્યમાં અત્યાર સુધી ૩૫૦૦થી વધુ ગામોને ઓ.ડી.એફ પ્લસ જાહેર કરવામાં આવ્યા છે.

વર્ષ ૨૦૨૪ સુધીમાં દેશના છેવાડાના માનવી સુધી પીવાલાયક શુદ્ધ અને પૂરતું પાણી ઉપલબ્ધ બનાવવાના હેતુ સાથે વડાપ્રધાનશ્રીએ “જલ જીવન મિશન” અંતર્ગત “નલ સે જલ” યોજનાનો ઓગષ્ટ-૨૦૧૯માંપ્રારંભ કર્યો હતો. ગુજરાત સરકારે આ લક્ષ્યાંક વર્ષ ૨૦૨૨ સુધીમાં પૂર્ણ કરવાનો મક્કમ નિર્ધાર કર્યો,

જે અંતર્ગત રાજ્યના ગ્રામીણ વિસ્તારોના ૯૫.૫૪% ઘરો સુધી નળથી પીવાનું શુદ્ધ પાણી પહોચાડવામાં આવી રહ્યું છે. રાજ્યના ૧૬ જિલ્લાઓ, ૧૫૦ તાલુકાઓ અને ૧૫,૮૨૫ ગામોને ૧૦૦% “હર ઘર જલ” તરીકે જાહેર કરવામાં આવ્યા છે, તેમજ બાકી રહેલા વિસ્તારોને સપ્ટેમ્બર-૨૦૨૨ સુધીમાં આવરી લેવાનું સઘન આયોજન કરવામાં આવ્યું છે.

ભારતના જરૂરિયાતમંદ નાગરિકો દેશની કોઇપણ વાજબી ભાવની દુકાનેથી સમયસર, સરળતાથી અને પૂરતા પ્રમાણમાં અન્ન મેળવી શકે તેવા જનકલ્યાણકારી ઉદ્દેશ્યથી ‘‘વન નેશન વન રેશનકાર્ડ” યોજના શરુ કરવામાં આવી હતી.

ગુજરાતમાં પણ લોકોને અન્ન સુરક્ષા પૂરી પાડવારાજ્ય સરકાર દ્વારા અંત્યોદયકાર્ડધારકો તથા અગ્રતા ધરાવતા કુટુંબોને મળી કુલ ૭૦ લાખથી વધુ રેશનકાર્ડ ધારકોની ૩.૪૫ કરોડ જનસંખ્યાને રાહતદરે ઘઉં અને ચોખા પૂરા પાડવામાં આવી રહ્યા છે.જૂન-૨૦૨૦ થી એપ્રિલ-૨૦૨૨ સુધી રાજ્યમાં નેશનલ પોર્ટેબ્લિટી હેઠળ ૮૩,૪૦૧ તથા સ્ટેટ પોર્ટેબ્લિટી હેઠળ ૧૨,૧૧,૦૬૯ જેટલા ટ્રાન્જેંક્શન નોંધાયા છે.

સર્વે સન્તુ નિરામયાનું કવચ પૂરું પાડતી આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત સપ્ટેમ્બર-૨૦૧૮માં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના તેમજ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. સંકલિત પ્રાથમિક આરોગ્ય સેવાઓ પહોંચાડવાના ભાગરૂપે ભારતભરમાં ૧,૫૦,૦૦૦ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરો શરૂ કરવામાં આવશે. જે પૈકી વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન ૭,૫૨૩ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરો કાર્યાન્વિત કરી ગુજરાત મોખરે છે.

વડાપ્રધાનશ્રીના સ્વપ્ન ‘સૌને અન્ન, સૌને પોષણ’ના મંત્રને સાર્થક કરતી “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના” એક જનહિતલક્ષી યોજના છે. કોરોના મહામારીના કપરાકાળ દરમિયાન કોઈ પણ ગરીબનેભૂખ્યા ન રહેવુ પડે અને તમામ જરૂરિયાતમંદોને અન્ન મળી રહે તેવા નેક હેતુસર એપ્રિલ-૨૦૨૦માં આ યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

આ યોજના અંતર્ગત રાજ્યમાં એન.એફ.એસ.એ હેઠળ ૭૧લાખકુટુંબોની૩.૪૮કરોડજનસંખ્યાનેમળવાપાત્રરાહતદરના અનાજ ઉપરાંત વ્યક્તિ દીઠ ૫ કિ.ગ્રા. વધારાનાઅનાજનું વિનામૂલ્યેવિતરણ કરવામાં આવે છે.ચાલુવર્ષ૨૦૨૨-૨૩દરમિયાન ભારતસરકારદ્વારાઆયોજનાનેવધુ૬માસમાટે લંબાવીને છઠ્ઠા તબક્કાહેઠળએપ્રિલ-૨૦૨૨થીસપ્ટેમ્બર-૨૦૨૨સુધી અમલવારીકરવામાંઆવી રહી છે.આ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૦-૨૦૨૧માં રૂ.૨૯૦ કરોડ તથા ૨૦૨૧-૨૦૨૨માં રૂ.૧૧૩ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.

દેશના નાગરિકોને નવો સ્વરોજગાર માટે,હાલના વ્યવસાયનું વિસ્તરણ તેમજવૃદ્ધિ, તાલીમ પામેલા અને સક્ષમ કર્મચારીઓની ભરતી, નવા મશીનરીની ખરીદી, વ્યવસાય માટે કાર્યકારી મૂડી મેળવવા, કોમર્શિયલ સાધનોની ખરીદી જેવા હેતુઓને  પરિપૂર્ણ કરીને MSME’sને મદદ પૂરી પાડતી ‘પ્રધાનમંત્રી મુદ્રા યોજના’ નવા ઉદ્યોગ સાહસિકોનેઆર્થિક રીતે સક્ષમ બનાવી પ્રોત્સાહન પૂરું પાડી રહી છે. ગત૬ વર્ષોમાં કુલ ૯૫ લાખ જેટલા લાભાર્થીઓને રૂ.૭૦,૦૦૦ કરોડની લોનનો લાભ મળ્યો છે અને ૧૯ લાખ જેટલા નવા ઉદ્યોગ સાહસિકો ઉભર્યાં છે.

નાગરિકોના જીવનની સરળતા અને સુગમતા તરફ દોરી જતી આ ફ્લેગશીપ યોજનાઓ દેશના નાગરિકોને કેન્દ્રમાં રાખવાના અભિગમને માત્ર પ્રકાશિત કરશે તેમ નથી, પરંતુ સરકારશ્રીને લોકોની આંકાક્ષાઓ પ્રત્યે પ્રબુદ્ધ કરશે અને ખાતરી કરશે કે, દેશની પ્રગતિની કુચમાં કોઇ પાછળ ન રહે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.