Western Times News

Gujarati News

ઉમર ખાલિદનુ નિવેદન વાંધાજનક પરંતુ આતંકી કૃત્ય નહિઃ કોર્ટ

નવીદિલ્હી,જેએનયુના વિદ્યાર્થી ઉમર ખાલિદની જામીન અરજી પર સુનાવણી કરીને દિલ્લી હાઈકોર્ટે કહ્યુ કે તેમનુ ભાષણ યોગ્ય નહોતુ પરંતુ તેને આતંકવાદી કૃત્ય ન કહી શકાય. કોર્ટે કહ્યુ કે મહારાષ્ટ્રના અમરાવતીમાં આપેલા ભાષણમાં ઉમર ખાલિદની ભાષા યોગ્ય નહોતી પરંતુ તેને આતંકવાદી કૃત્ય ન કહી શકાય અને યુપીએ કાયદા હેઠળ કેસમાં તેની ધરપકડ પણ ના કરી શકાય.

વાસ્તવમાં, ૨૪ માર્ચે નીચલી અદાલતે ઉમર ખાલિદની જામીન અરજી ફગાવી દીધી હતી ત્યારબાદ દિલ્લી હાઈકોર્ટમાં આને પડકારવામાં આવી હતી.જામીન અરજી પર સુનાવણી કરતા જસ્ટિસ સિદ્ધાર્થ મૃદુલ અને જસ્ટિસ રજનીશ ભટનાગરની ખંડપીઠે કહ્યુ કે ભાષણની ભાષા ખોટી હોવાને કારણે તે આતંકવાદી કૃત્ય નથી બની જતુ અમે તે સમજીએ છીએ.

વાણીની ભાષાને હાનિકારક કહી શકાય પણ આતંકવાદી પ્રવૃત્તિ ન કહી શકાય. કોર્ટમાં કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલે પોતાની દલીલો આપી હતી. આ દરમિયાન ઉમર ખાલિદે ૧૭ ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ આપેલા ભાષણનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ મામલાની આગામી સુનાવણી ૪ જુલાઈએ થશે.

જસ્ટિસ સિદ્ધાર્થ મૃદુલ અને જસ્ટિસ રજનીશ ભટનાગરની ખંડપીઠે આ મામલાની સુનાવણી કરી હતી. ઉત્તર પૂર્વ દિલ્હીમાં ફેબ્રુઆરી ૨૦૨૦ના રમખાણોમાં તેની ભૂમિકા બદલ ઉમર ખાલિદ સામે કેસ નોંધવામાં આવ્યો હતો. સુનાવણી દરમિયાન એડવોકેટ સનાયા કુમારે સાક્ષીના નિવેદન પર સવાલો ઉઠાવ્યા હતા.

તેમણે કહ્યુ કે સીલમપુરમાં આયોજિત બેઠક ગોપનીય ન હતી, ન તો તે કોઈ ગુપ્ત કાર્યાલયમાં યોજાઈ હતી. તમને જણાવી દઈએ કે શરજીલ ઈમામ વિરુદ્ધ જામીન અરજી પર કોર્ટે દિલ્હી પોલીસને નોટિસ જાહેર કરી છે. શરજીલ ઈમામે ૨૭ મેના રોજ રાજદ્રોહના કેસમાં કોર્ટમાં અરજી કરીને જામીન પણ માંગ્યા છે. કોર્ટે આ મામલે દિલ્હી પોલીસને જવાબ આપવા માટે નોટિસ પાઠવી છે.hs2kp


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.