Western Times News

Gujarati News

મોદીએ શિમલા ખાતેથી મહેસાણાના મુદ્રા યોજનાના લાભાર્થી સાથે સંવાદ કર્યો

મહેસાણા,પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના ૮ વર્ષ નિમિત્તે ડ્ઢદૃજ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દેશ અને રાજ્યભરમાં આયોજિત ‘ગરીબ કલ્યાણ સંમેલનમાં’ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ શિમલાથી વર્ચ્યુઅલ જાેડાઇને દેશના લાખો લોકોને સંબોધન કરી,સંવાદ કર્યો હતો.

વડાપ્રધાનશ્રીએ ગુજરાત સહિત દેશભરના લાભાર્થી- નાગરિકો સાથે સંવાદ કર્યો હતો, મહેસાણા શહેરમાં સોમેશ્વર બંગ્લોઝમાં રહેતા અને સુરભિ મંડપ ડેકોરેશનનો વ્યવસાય કરતા લાભાર્થી અરવિંદભાઇ એસ. પટેલ સાથે પ્રઘાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ૦૪ મિનિટ સુધી સંવાદ કર્યો હતો.

પ્રધાનમંત્રી મુદ્રા યોજના અન્વયે અરવિંદભાઇએ રૂપિયા ૦૭ લાખ ૨૦ હજારની લોન મેળવી છે. આ લોનથી તેઓએ વ્યવસાયમાં વધારો કર્યો.તેઓ પહેલા આઠ લોકોને રોજગારી આપતા હતા હાલમાં તેઓ બાર લોકોને રોજગારી આપી રહ્યા છે. પ્રધાનમંત્રીશ્રીએ અરવિંદભાઇ સાથે સંવાદમાં અરવિંદભાઇના વ્યવસાય બાબતે પૃચ્છા કરી હતી તેઓએ આ યોજનાથી આવેલ પરિવર્તન બાબતે પણ પૃચ્છા કરી હતી.

મહેસાણા જિલ્લાના વતની અને દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી સાથે વાતચીત માટે અરવિંદભાઇએ આભાર વ્યક્ત કર્યો હતો પ્રધાનમંત્રીશ્રીએ અરવિંદભાઇને તેમની સાથે કાર્યરત કર્મચારીઓને સરકારશ્રીની વિવિધ યોજનાઓની માહિતી અને લાભ આપવા અપીલ કરી હતી.આ ઉપરાતં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ ખેલમહાકુંભમાં મહેસાણા જિલ્લાની ભાવિના પટેલે ઓલિમ્પિકમાં રાષ્ટ્રને નામના અપાવી તેની પણ વાત કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે,કે અરવિંદભાઇ પટેલને માત્ર આઠ દિવસમાં પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની લોન મળી હતી જેનાથી તેમના વ્યવસાયનો વિસ્તારી શક્યા છે. તેઓને લોન માટે પુરતા પ્રમાણમાં ઓર્ડરો મળી રહ્યા છે. મહેસાણા જિલ્લાના લાભાર્થી અરવિંદભાઇ પટેલે વિવિધ યોજનાઓનો લાભ માટે પ્રધાનમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો અને તેઓ પ્રધાનમંત્રીશ્રીના સીધા સંવાદથી પ્રભાવિત થયા હતા.HS3KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.