Western Times News

Gujarati News

અસ્મિતા વિકાસ કેન્દ્ર દ્વારા ૫૦૦ બાળકીઓના સુકન્યા ખાતા ખોલાવવા ૫ લાખનો ચેક અર્પણ 

અત્યાર સુધી ૧૮૦૦ દીકરીઓના ૧૦૦૦ રૂપિયા જમા કરી ખાતા ખોલાવાયા.

(વિરલ રાણા) ભરૂચ,
ભરૂચ જીલ્લા ભાજપા દ્વારા દિવ્યાંગ, કોરોનામાં માતા – પિતા અથવા બે માંથી એક ગુમાવનાર અને આર્થિક રીતે પછાત જેની ઉંમર ૧૦ વર્ષથી ઓછી છે.એવી ૫૦૦ બાળકીઓના ખાતામાં ગુરૂવારે ૧૦૦૦ – ૧૦૦૦ રૂપિયા ડિપોઝીટ કરવામાં આવ્યા છે.આ સાથે જ અત્યાર સુધી ૧૮૦૦ દીકરીઓના સુકન્યા સમૃદ્ધિ ખાતા ખોલવામાં આવ્યા છે.

વધુ ૫૦૦ બાળકીઓના સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત ખાતા ખોલવા માટે ભોલાવ સર્કિટ હાઉસ ખાતે ભાજપ પૂર્વ પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમારના અથાગ પ્રયાસો થી તેઓ દ્વારા એકત્ર કરાયેલ રૂપિયા ૫,૦૦,૦૦૧ ની રકમનો ચેક ભરૂચ જીલ્લાની સામાજિક કાર્યોમાં અગ્રણી સંસ્થા અસ્મિતા વિકાસ કેન્દ્રને સુપ્રત કરાયો હતો.

જેમાં ૧૦ વર્ષથી નીચેની દિવ્યાંગ બાળકીઓ,કોરોનામાં માતાપિતા ગુમાવ્યા હોઈ એવી બાળકીઓ,આર્થિક રીતે નબળા પરિવારની બાળકીઓ તેમજ માતા અથવા પિતા ગુમાવ્યા હોઈ તેવી બાળકીઓ આવરી લેવામાં આવી છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુકન્યા સમૃદ્ધિ યોજનાનો લાભ અપાવવા માટે આયોજનબદ્ધ રીતે અત્યાર સુધી જિલ્લા ભાજપ દ્વારા કામગીરી ચાલી રહી છે.

ગરિબ પરિવારની દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે તેમજ દીકરી મોટી થાય અને તેના ભણતર તેમજ લગ્ન પ્રસંગમાં આર્થિક ભારણ ન આવે એવા શુભઆશયથી ભાજપાના પૂર્વ પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર દ્વારા લેવાયેલ સંકલ્પ થકી આ યોજનાનો લાભ ૧૦ વર્ષની નીચેની ઉંમરની ૧૮૦૦  બાળકીઓને હાલ તો આપવામાં આવ્યો છે.

વર્ષ ૨૦૨૨ માં ૧૭ સપ્ટેમ્બર ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના ૭૨ માં જન્મદિવસ સુધી વધુ વધુમાં ૭૨૭૨ જેટલી બાળકીઓને લાભ આપવાના પ્રસાયો ભરૂચ જિલ્લા ભાજપ, અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસા તેમજ વિવિધ સેવાભાવી સંગઠનો દ્વારા કરવામાં આવી રહ્યા છે.

આ પ્રસંગે ભાજપાના જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા,મહામંત્રી નીરલ પટેલ, મંત્રી નિશાંત મોદી,દિવ્યેશ પટેલ,જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, જિલ્લા મહિલા પ્રમુખ કામિનીબેન પંચાલ,અસ્મિતા વિકાસ કેન્દ્રના ટ્રસ્ટી સમીર પટેલ,યશવંત પટેલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.