Western Times News

Gujarati News

દિલ્લી સહિત ઘણા રાજ્યોમાં વરસાદની સંભાવના, ૫ દિવસનુ એલર્ટ જાહેર

નવીદિલ્હી, દેશના ઘણા રાજ્યોમાં હાલમાં આંધી-તોફાને ઉત્પાત મચાવ્યો છે. લોકો હવામાનના ઉલટફેરથી પરેશાન છે. વળી, હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ કહી રહી છે કે દિલ્લી સહિત ઘણા રાજ્યોમાં આજે હળવાથી મધ્યમ વરસાદના અણસાર છે. વળી, રાજધાનીમાં રવિવાર સુધી લૂ લાગવાના બિલકુલ અણસાર નથી પરંતુ સોમવારથી એક વાર ફરીથી દિલ્લીનુ તાપમાન ચાલીસને પાર જઈ શકે છે.

આઈએમડીએ કહ્યુ છે કે દક્ષિણ ભારતમાં મોનસુનના કારણે ભારે વરસાદ થઈ રહ્યો છે. વળી, ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આંધી-તોફાન આવી રહ્યુ છે.

દિલ્લી સહિત ઘણા રાજ્યોમાં વરસાદની સંભાવના IMD અનુસાર આગામી પાંચ દિવસ દરમિયાન આંધ્રપ્રદેશ, તેલંગાના, ઉત્તર આંતરિક કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી, બિહાર, ઝારખંડ, યુપી, ઓડિશા અને ગંગાના પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદની સંભાવના છે અને તેથી એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

રાજસ્થાનમાં હીટવેવની સ્થિતિ પ્રવર્તી રહી છે જ્યાં ચાર દિવસ સુધી ધૂળની ડમરીઓ આવવાની શક્યતા છે. બીજી તરફ પંજાબ, દક્ષિણ હરિયાણા અને મધ્યપ્રદેશમાં પણ હવામાન ગરમ રહેશે. જેના કારણે લોકોને આકરી ગરમીનો સામનો કરવો પડશે.

ભારે વરસાદનુ એલર્ટ કર્ણાટક, તમિલનાડુ અને કેરળમાં પણ ભારે વરસાદની સંભાવના છે, જ્યારે આસામ, સિક્કિમ અને ગોવામાં પણ ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે.

ખાનગી એજન્સી સ્કાયમેટે જણાવ્યુ છે કે આગામી ૨૪ કલાક દરમિયાન નાગાલેન્ડ, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, મણિપુર, કેરળ, લક્ષદ્વીપ, દક્ષિણ કોસ્ટલ કર્ણાટક ઓરિસ્સા, કોંકણ, ગોવા, મરાઠવાડા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશમાં ભારે વરસાદ થશે. દિલ્હી એનસીઆર, પંજાબ અને હરિયાણામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે જ્યારે રાજસ્થાન-ગુજરાતમાં ધૂળવાળા પવનો ફૂંકાઈ શકે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.