Western Times News

Gujarati News

કરીના કપૂર ૪૦,૦૦૦નું ટી-શર્ટ પહેરીને નીકળી

મુંબઈ, કરીના કપૂર ખાન ફિટનેસ, ફેશન અને ફૂડ પ્રત્યેના પ્રેમ માટે જાણીતી છે. કરીના કપૂરની ડ્રેસિંગ સ્ટાઈલ રૂટિન લાઈફમાં તો ચર્ચામાં રહે જ છે પરંતુ તેની પ્રેગ્નેન્સી વખતે પણ ખાસ્સી ચર્ચામાં રહી હતી. કરીના કપૂર વેસ્ટર્ન આઉટફિટ પહેરે કે ટ્રેડિશનલ દરેક કપડાંમાં તે સુંદર લાગે છે અને તેની સ્ટાઈલિંગના વખાણ થાય છે.

જાેકે, હાલમાં જ કરીના કપૂરનો કેઝ્‌યુઅલ લૂક સોશિયલ મીડિયા યૂઝર્સના એક વર્ગને પસંદ ના આવ્યો અને તેમણે કરીનાને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું. કરીના કપૂર તાજેતરમાં જ પોતાના ઘરની બહાર પીળા રંગની ગુચીની ટી-શર્ટ અને ડેનિમમાં જાેવા મળી હતી.

કરીના હાલમાં જ પોતાના ઘરની બહાર મોંઘી ટી-શર્ટમાં જાેવા મળી હતી. રિપોર્ટ પ્રમાણે, કરીના કપૂરની આ ટી-શર્ટની કિંમત ૪૦,૦૦૦ રૂપિયા છે. ટી-શર્ટ, જિન્સ, ગોગલ્સ અને હાથમાં કોફીના કપ સાથે કરીનાનો મોર્નિંગ લૂક એકદમ પર્ફેક્ટ હતો.

પરંતુ કેટલાક લોકોને તેનો આ લૂક ના ગમ્યો અને તેને ટ્રોલ કરી. ખાસ તો ટી-શર્ટની કિંમતને લઈને કરીના કપૂરને ટ્રોલ કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા યૂઝર્સે કરીનાને ટ્રોલ કરતાં લખ્યું, ‘આ ટી-શર્ટમાં કંઈ ખાસ નથી. હું ૧૦૦૦ રૂપિયાનું ખરીદું એ પણ આવું જ હોય છે.’

અન્ય એક યૂઝરે લખ્યું, “આ ટી-શર્ટ તો હું ૫૦૦ રૂપિયામાં પણ ન ખરીદું” બીજા એક યૂઝરે દિલ્હીના માર્કેટના નામ લખતાં કહ્યું, ‘સરોજીની કે જનપથમાં તો આ ૧૫૦ રૂપિયામાં મળી જશે.’ અન્ય એક યૂઝરે લખ્યું કે, ‘આ ટી-શર્ટ લોખંડવાલામાંથી ખરીદી છે.’ એકે લખ્યું, ‘આવી ટી-શર્ટ ૧૦૦-૧૫૦ રૂપિયામાં રોડ પર પણ મળી જશે.’ તો બીજા એક યૂઝરે લખ્યું, ‘અમારે ત્યાં આવી ટી-શર્ટ ૧૫૦ રૂપિયામાં ત્રણ મળે છે.’

વધુ એક યૂઝરે ટી-શર્ટની વધુ કિંમતની મજાક ઉડાવતાં લખ્યું, ‘અમારી સામેની દુકાનમાં આ ૧૦૦ રૂપિયામાં મળે છે. આજકાલ પોતાની અપકમિંગ ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત કરીના કપૂર લગભગ રોજ સવારે પોતાના ઘરની બહાર કોફી મગ સાથે નીકળતી જાેવા મળે છે.

વર્કફ્રંટની વાત કરીએ તો, કરીના હાલ સુજાેય ઘોષના ઓટીટી પ્રોજેક્ટના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં કરીના સાથે જયદીપ અહલાવત અને વિજય વર્મા જાેવા મળશે. આ સિવાય કરીના કપૂર આમિર ખાન સાથે ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’માં જાેવા મળશે. આ ફિલ્મ ૧૧ ઓગસ્ટ ૨૦૨૨ના રોજ રિલીઝ થવાની છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.