Western Times News

Gujarati News

અરવલ્લીના ખેડૂત પુત્રને બૉલીવુડમાં આસીસ્ટન્ટ સિનેમટોગ્રાફર બની અમિતાભ સાથે કામ કરવાનું સદભાગ્ય સાંપડ્યું 

અરવલ્લીના ખેડૂત પુત્રનું ટેલેન્ટ ઉજાગર કરતો અને ગૌરવ અપાવનાર કિસ્સો સામે આવતા જિલ્લામાં ખુશીની લહેર પ્રસરી ગઇ છે.

  મોડાસા તાલુકામાં દઘાલીયા નજીક ઉમેદપુર ગામના ખેડૂત પુત્ર હિરેન ચૌધરીની કહાની કઈક આવી છે, કહેવાય છે ને કે ” મન હોય તો માળવે જવાય”… આ કહેવત ને સાર્થક કરી છે, હિરેન  ચૌધરી   બૉલીવુડ અને હોલિવૂડ ની ફિલ્મો માં કામ કરી રહ્યો છે.. ફિલ્મનું નામ આવે એટલે આપણને ફક્ત હીરો કે હિરોઈન યાદ આવે, પરંતુ ફિલ્મ ના દેખાવ પાછળ બહુ મોટું યોગદાન હોય છે ડિરેક્ટર અને ડિરેક્ટર ઓફ ફોટોગ્રાફી એટલે કે સિનેમટોગ્રાફરનુ … અને બીજા ઘણા ટેક્નિશિયન લોકોનું.. મોડાસાના ઉમેદપુર ગામના નાના ખેડૂત પરિવારમાંથી આવતો હિરેન બૉલીવુડમાં આસીસ્ટન્ટ સિનેમટોગ્રાફેર તરીકે કામ કરી રહ્યો છે.
આ ઉપરાંત હોલિવૂડ ની ફિલ્મો માં વાયરલેસ લાઇટિંગ ઓપરેટર નું કામ પણ કરે છે .. અરવલ્લી નહિ પરંતુ ગુજરાત માંથી પહેલો યુવાન હશે કે બોલીવુડ અને હોલીવુડ ની જાણીતી હસ્તીઓ સાથે કામ કરે છે.  દ  ગુજરાત વિદ્યાપીઠમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન ઑડીયો વિઝ્યુઅલનો અભ્યાસ કરી  અરવલ્લીનો ખેડૂત પુત્ર હિરેન  પોહચ્યો સ્વપનનગરી મુંબઈમાં…જ્યાં કપરાં ચઢાણ હતા પરંતુ હિરેન માટે તે બહુ મુશ્કેલ ન હતા.
મુંબઈ પહોંચ્યા બાદ હિરેન ફિલ્મજગત માં ખૂબજ જાણીતા ફિલ્મ સ્કોલર, હિસ્ટોરીયન ,ક્રિટિક , ક્યુરેટર અને રાઈટર અમૃત ગંગર ને મળ્યો……   જે હિરેનને વિદ્યાપીઠના અભ્યાસ દરમીયાન એક સિનેમાના વર્કશોપ માં મળ્યા હતા. શરૂઆતમાં હિરેન એ મુંબઈમાં વિડિઓ એડિટર ની જોબ કરી અને ત્યારબાદ  અમૃત સગર નાજ રેફરન્સ થી  બૉલીવુડ અને હોલિવુડ ના ઈન્ટરનેશનલ લેવલે જાણીતા લાઇટિંગ ડિઝાઇનર મુલચંદ ડેઢિયા સાથે તેની મુલાકાત થઇ.., અને તેમને મળ્યા બાદ હિરેન ની જર્ની ચાલુ થઇ… જેમાં તે સૌ પ્રથમ હોલિવુડ ફિલ્મ “કુંગ ફુ યોગા” માં એક લાઇટિંગ ઇન્ટર્ન તરીકે જોડાયો …. અને શરુઆત થઈ  એડવાન્સ હોલિવુડ સ્ટાઈલ લાઇટિંગ ના પાઠ શીખવાની ….
હિરેન એ ‘કુંગ ફુ યોગા’ માં વિશ્વ વિખ્યાત અભિનેતા જેકી ચેન ને નજીક થી જોવાની અને જાણવાની તક મળી. .ત્યારબાદ  1 વર્ષ પછી  માતા પિતાના કહેવાથી અભ્યાસ કરેલા સોફ્ટવેર એન્જિનિરીંગના અભ્યાસના બેકગ્રાઉન્ડથી  એક સિસ્ટમ બનાવી જેમાં આખા ફિલ્મમ સેટ નું લાઈટિંગ હિરેન એક  આઇપેડ માંથી મેનેજ કરી શકે અને એ પણ વાયરલેસ..
જેનો ઉપયોગ હિરેનએ  ત્યારબાદની ફિલ્મો ‘વિક્ટોરિયા એન્ડ અબ્દુલ’ અને ‘હોટેલ મુંબઇ’ તથા તાજેતર માં ગયા વર્ષે અમદાવાદ માં શૂટ થયેલી હોલિવુડ ની બહુ મોટી ફિલ્મ જેમાં માર્વેલ ના સુપરહીરો “ગોડ ઓફ થન્ડર” ક્રિસ હેમ્સવર્થ લીડ રોલ માં છે એવી ફિલ્મ ઢાકા માં કર્યો … જેમાં હિરેનએ વાયરલેસ લાઇટિંગ ઓપરેટર તરીકે કામ કર્યું …. જે ફિલ્મના સિનેમટોગ્રાફેર ન્યુટન થોમસ ને ખૂબ જ પસંદ પડ્યું હતું….. લાઇટિંગએ સિનેમટોગ્રાફી માટેનો બેઝ કહેવાય છે … હિરેન એ નવાઝુદ્દીન સિદ્દીકી દ્વારા અભિનીત ફિલ્મ મંન્ટો માં ઇન્ટર્ન આસીસ્ટન્ટ સિનેમટોગ્રાફેર માં કામ કર્યું છે…
આમ 3 વર્ષ દરમિયાન લાઇટિંગ માં નીકાળ્યાં જેમાં મેં હોલિવૂડ ની ચાર ફિલ્મ અને બૉલીવુડ ની એક તથા ઘણી બધી એડ. ફિલ્મ માં કામ કર્યા બાદ હાલ હિરેન તેના  ડ્રિમ વર્ક એટલે કે સિનેમટોગ્રાફી માટે બોલીવૂડના ખૂબ જ જાણીતા અને માસ્ટર સિનેમટોગ્રાફેર અનિલ મહેતા ની સાથે આસિસ્ટન્ટમાં જોડાયો છે અને એમની સાથે હાલ કામ કરી રહ્યો છે…આસિસ્ટન્ટ સિનેમટોગ્રાફર તરીકે હિરેનના  પહેલા જ પ્રોજેકટ હાલ માં આવેલી ફ્લિપકાર્ટ ની એડ. ફિલ્મો કરેલી ..જેમાં તેણે  બૉલીવુડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન, અભિનેત્રી દીપિકા પાદુકોણ, આલિયા ભટ્ટ તેમજ સાઉથ સુપર સ્ટાર મહેશ બાબુ, ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની અને વિરાટ કોહલીની સાથે કામ કરવા મળ્યું .. જે બહુ મોટી વાત છે….. હિરેન ચૌધરી એ જણાવ્યું કે મારી હજુ તો શરૂઆત જ થઈ છે…હું એક સારો  સિનેમટોગ્રાફર અને ફિલ્મમેકર બનાવા માંગુ છું… !!!..

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.