Western Times News

Gujarati News

સુરતમાં ચાર પગ અને ચાર હાથ સાથે બાળકીનો જન્મ

સુરત, ફિલ્મ સ્ટાર સોનુ સુદની મદદના કારણે એક બાળકીનું સફળ ઓપરેશન શક્ય બન્યું છે. આ બાળકીનું ઓપરેશન એવું જટિલ હતું કે તબીબ પણ ચોંકી ઉઠ્‌યા હતાં. ખાસ કરી આ બાળકી બિહારના પટણામાં જન્મી હતી. બાળકી જન્મથી જ ૪ હાથ અને ૪ પગ ધરાવતી હતી. સોશિયલ મીડિયામાં આ બાળકી અંગે જાણીને અભિનેતા સોનુ સૂદે સુરતની કિરણ હોસ્પિટલને આ કેસ હાથ પર લઇને બાળકીની સર્જરી કરવા માટે ભલામણ કરી હતી.

લગભગ સપ્તાહ પહેલા સુરતની કિરણ હોસ્પિટલમાં શીફ્ટ કરાયેલી આ બાળકીનું જટીલ ઓપરેશન સફળતાપૂર્વક કર્યું છે અને હવે એ બાળકી નોર્મલ બાળકોની જેમ જીવન જીવી શકશે.અઢી વર્ષની ચહુંમુખી કુમારી બિહારના નવાદા જિલ્લાના વારસાલીગંજ પ્રખંડની સોર પંચાયતના હેમદા ગામની રહેવાસી છે. પટણા ખાતે જન્મેલી ચહુંમુખીને જન્મતા જ ચાર હાથ અને ચાર પગ હતાં.

જેને કારણે બાળકીને હરવા ફરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ચાર હાથ અને ચાર પગ ધરાવતી બાળકી જન્મી ત્યારે તેનું શરીર જાેઇને તબીબો પણ ચોંકી ઉઠ્‌યા હતા. જેથી બાળકીનું નામ ચહુંમુખી આપવામાં આવ્યું હતું. ચહુંમુખીને જન્મથી જ ૪ હાથ અને ૪ પગ હતા.સોશિયલ મીડિયા પર આ વાત વાયરલ થઈ ત્યારે સોનુ સૂદે તે જાેયું અને તેના તરફથી બાળકનું ઓપરેશન કરાવવાની જાહેરાત કરી હતી.

ચહુંમુખીનો પરિવાર ૩૦ મેના રોજ મુંબઈ પહોંચીને સોનુ સુદને મળ્યો હતો. સોનુ સુદે ચહુંમુખીની સારવાર માટે પરિવારને સુરત મોકલ્યો હતો. જ્યાં પહેલા ચહુંમુખીનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. આઠ દિવસ અગાઉ બાળકીને સોનુ સૂદેના કહેવા પર સુરતની કિરણ હોસ્પિટલમાં શીફ્ટ કરવામાં આવી હતી.જ્યાં ચહુમુખી કુમારીનું સુરતની કિરણ હોસ્પિટલમાં સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું છે.

ખાનગી ક્ષેત્રની કિરણ હોસ્પિટલમાં કલાકોના અથાક પ્રયાસો બાદ ચાહુમુખીનું સફળ ઓપરેશન શક્ય બન્યું હતું. ડોક્ટર મિથુન અને તેમની ટીમે લગભગ ૭ કલાકમાં ચર્હુમુખીની સફળ સર્જરી કરી હતી. અગાઉ આપેલા વચન મુજબ સોનુ સૂદે ચહુંમુખીનું ઓપરેશન કરીને તેને નવું જીવન આપ્યું છે.

સોનુ સૂદે ચહુમુખીની સર્જરીનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવ્યો છે. તેની માનવતાવાદી કાર્યની ચારે તરફ પ્રશંસા થઈ રહી છે. હવે ચહુંમુખી કુમારી સામાન્ય બાળકોની જેમ વાંચનલેખન સાથે જ રમી શકશે. હાલ માસૂમ બાળકને હજુ થોડા દિવસ હોસ્પિટલમાં રહેવું પડશે. ત્યારબાદ તે એક સામાન્ય બાળકીની જેમ હોસ્પિટલમાંથી બહાર આવશે અને સામાન્ય બાળકોની જેમ જીવી શકશે.SS3KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.