Western Times News

Gujarati News

દિલ્હી પોલીસે એઆઇએમઆઇએમના ૩૦ કાર્યકરોની ધરપકડ કરી

નવીદિલ્હી,ઉશ્કેરણીજનક નિવેદનો કરવા બદલ ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (એઆઇએમઆઇએમ)ના વડા અસદુદ્દીન ઓવૈસી વિરુદ્ધ એફઆઇઆર નોંધાયા બાદ પાર્ટીને વધુ એક આંચકો લાગ્યો છે.નવી દિલ્હીમાં પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશનની બહાર વિરોધ અને સૂત્રોચ્ચાર કર્યા બાદ પોલીસે ૩૦ કાર્યકરોની ધરપકડ કરી છે.

પોલીસ આઇપીસી ૧૮૬/૧૮૮/૩૫૩/૩૩૨/૧૪૭/૧૪૯/૩૪ની કલમો હેઠળ ધરપકડ કરી છે.આ કલમો સત્તાવાર કામમાં અવરોધ ઊભો કરવા, હુલ્લડ કે હિંસા કરવા ટોળામાં જાેડાવા અને ગુનાહિત કૃત્ય માટે ભેગા થવા સંબંધિત છે.
નૂપુર શર્મા દ્વારા પૈંગબર મુહમ્મદ વિશે આપેલા વિવાદાસ્પદ નિવેદનના વિરોધમાં, આ કાર્યકરો પોલીસ સ્ટેશનની બહાર એકઠા થયા હતા, સૂત્રોચ્ચાર કર્યા હતા અને હંગામો કર્યો હતો.

આ દરમિયાન ઓવૈસી વિરુદ્ધ એફઆઇઆરનો મામલો પણ સામે આવ્યો હતો. પોલીસે તમામ કાર્યકરોને કસ્ટડીમાં લીધા હતા.દિલ્હીની જામા મસ્જિદથી કોલકાતા, લખનૌ સુધી વિરોધ પ્રદર્શન,નુપુર શર્મા-નવીન જિંદાલની ધરપકડની માંગ.hs2kp


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.