Western Times News

Gujarati News

કચ્છના વિવિધ ગામોમાં 14000 એકર જમીનમાં નંદનવન બનાવાનું કાર્ય કરી રહી છે આ સંસ્થા

સમસ્ત મહાજન દ્વારા “આપણું ગામ, ગોકુળ ગામ” યોજના- દાનવીરોને સુકૃતોમાં લાભ લેવા ગીરીશભાઈ શાહની અપીલ.

વૈશ્વીક સ્તરે જળ, જન, જંગલ, જમીન, જનાવરની સુખાકારી માટે કાર્યરત સેવા સંસ્થા ‘સમસ્ત મહાજન’ ના મેનેજીંગ ટ્રસ્ટી, એનીમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઈન્ડિયાના મેમ્બરશ્રી ગિરીશભાઈ શાહના માર્ગદર્શનમાં ‘આપણું ગામ ગોકુળગામ’ યોજના અંતર્ગત ગ્રામ સ્વાવલંબનનો પાયો છે

ગૌચર વિકાસ, જળસંરક્ષણ અને વિશાળ પાયે દેશી વૃક્ષોનું વૃક્ષારોપણ, ગૌચર વિકાસમાં ગામનું ગૌચર ગાંડા બાવળથી મુક્ત થાય અને ઘાસચારાથી ગામના અબોલ જીવોને શાતા મળે. જળસંરક્ષણ અંતર્ગત ગામના તમામ નદી, નાળાં, તળાવ, ગાંડા બાવળ મુકત થઈ ચોખ્ખાં અને ઉંડા થાય. વરસાદનું ટીપેટીપું ગામમાં જ સચવાઈ જાય. દેશી વૃક્ષોનું વૃક્ષારોપણ, પક્ષીને ચણ મળે, પશુને છાંયો મળે, જમીનને ભેજ મળે, વરસાદ પણ ખેંચીને લાવે.

વડ, પીપળ, આંબો, આંબલી, લીમડો, જાંબુ, ઉંબરો, અર્જુન, કરંજ જેવાં દેશી વૃક્ષોનું વૃક્ષારોપણ કરી, તેને ત્રણ વર્ષ પ્રેમપૂર્વક ઉછેરી મોટાં કરવાની સંપૂર્ણ જવાબદારી સમસ્ત મહાજન નિભાવશે. આ યોજનામાં જોડવવાનો સૌથી સહજ સરળ ઉપાય તથા એક ગામને ગોકુળિયું બનાવવાનો ખર્ચ એક ગામમાં ૩૨૦૦ દેશી વૃક્ષોનું વૃક્ષારોપણ અને ત્રણ વરસ સુધીના ઉછેરની જવાબદારી સાથે ગૌચર ચોખ્ખું કરવાનું કામ અને જળ સંરક્ષણના કાર્યો પણ આ યોજના હેઠળ થશે.

૩૩૦૦ દેશી વૃક્ષો માટે પ્રતિવૃક્ષ રૂા. ૩,૦૦૦ આપીને, સંપૂર્ણ લાભ લઈને ગામને નંદનવન બનાવી શકાય છે. ગ્રામજનો પોતાની ખેતીની જમીનના પ્રતિ એકર રૂા. ૧,૦૦૦ આપે, પશુપાલકો પોતાના પશુધન દીઠ રૂા. ૧૦૦૦ આપે, દાતાઓ એક વૃક્ષ દીઠ રૂા. ૩,૦૦૦ આપીને ૩૩૦૦ વૃક્ષ નોંધાવે, એનાથી ગામનાં ગૌચર, તળાવ, વૃક્ષોનાં તમામ કાર્યો પરિપૂર્ણ થાય, યોજનાથી ગામની કાયાપલટ થવા સાથે પશુપાલન માટે અગત્યનાં ચારાપાણી પણ ગામમાં જ સહજ ઉપલબ્ધ થશે.

ગૌચર, તળાવ, દેશી વૃક્ષો અબોલ જીવોની જીવાદોરી છે. સમસ્ત મહાજન દ્વારા આ યોજના અંતર્ગત કચ્છમાં અત્યારસુધીમાં મોટા મોટા ભાડીયા (50 એકર), નાના ભાડીયા (160 એકર), કાઠડા (1200 એકર),શિરવા (320 એકર), બાયઠ (750 એકર), પંચોટિયા (350 એકર) , મોટા લાયજા(250 એકર),

કુમરા (700 એકર),સાંથરા (250 એકર) , રામપર સરવા (200 એકર) , ખારૂઆ (325 એકર) , ધબુંડી ગૂંદીથાલી (1400 એકર), કોટડી મહાદેવપૂરી (3500 એકર),ડેપા (200 એકર), ખસ્કા (300 એકર) , મોટી ખાખર (350 એકર) , ભોજાય (1500 એકર) , ભુજપુર (605 એકર) , ડોણ (450 એકર) , મોખા (40 એકર) , ભાડા (200 એકર) , વારાપધર (300 એકર), ઉશ્તિયા (350 એકર), તલવાણા (325 એકર) , મોટા રતડિયા (350 એકર) , ખિરસરા (350 એકર)ની જમીન પર નંદનવન બનાવાનું કાર્ય શરૂ થઈ ચૂક્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.