Western Times News

Gujarati News

ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલાં અમદાવાદ પોલીસ એલર્ટ

અમદાવાદ, ૧ જૂલાઈએ અમદાવાદમાં ભગવાન જગન્નાથની ૧૪૫મી રથયાત્રા નિકળવાની છે. અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચ કે જેમના માથે ભગવાન જગન્નાથજીના રથની સંપૂર્ણ જવાબદારી રહેતી હોય છે. કોઈ પણ અનિચ્છનીય બનાવ બને નહીં તેના માટે થઈને શહેર પોલીસે બંદોબસ્તની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. ત્યારે આ વખતની રથયાત્રા ખુભ જ મહત્વની માનવામાં આવી રહી છે.

તેની પાછળનું પણ એક કારણ છે કે કોરોના લીધે બે વર્ષથી રથયાત્રા ભક્તો વગર જ યોજાઈ હતી, અને બે વર્ષ બાદ ફરી એક વખત આ વખતે ભક્તો સાથે રથયાત્રા યોજાવાની છે. જેના લીધે શહેર પોલીસે પણ બંદોબસ્તની રૂપરેખા માં બદલાવ કર્યો છે અને વધારો પણ કર્યો છે. ૧૪૫મી રથયાત્રામાં સૌ પ્રથમ વખત ટીઝર ગનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કુલ ૨૦ જેટલી ટીઝર ગન વડે ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ રથયાત્રામાં સામેલ રહેશે.

ભગવાન જગન્નાથજીની ૧૪૫મી રથયાત્રા આ વખતે લોખંડી સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવવાનો છે. કારણકે ૨૦ જેટલી ટીઝર ગન વડે ક્રાઈમ બ્રાન્ચના એક ખાસ સ્કોવડ રથયાત્રામાં તૈનાત રહેવાની છે. સૌ પ્રથમ વખત રથયાત્રામાં ટીઝર ગનનો ઉપયોગ કરવામાં આવશે.

ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ આ ગન વડે રથયાત્રામાં હાજર રહેશે સામાન્ય રીતે આ ટીઝર ગનનો ઉપયોગ કોઈપણ આરોપીને દુરથી જબેહોશ કરવા માટે ઉપયોગમાં કરાતો હોય છે. આ ટીઝર ગન વડે ફાયર કરવાથી એક વાયર નીકળતો હોય છે અને આ વાયરમાં રહેલો ઇલેક્ટ્રિક કરંટ સામે વ્યક્તિને લાગતો હોય છે. કરંટ લાગતાની સાથે જ સામે વાળી વ્યક્તિ પાંચથી દસ મિનિટ માટે બેભાન થઇ જતી હોય છે.

જેથી કોઈપણ વ્યક્તિને ધરપકડ કરવી કે ન્યુટ્રલાઈઝ કરવો સરળ બનતો.હોય છે. રથયાત્રા એટલે ગુજરાત પોલીસનો સૌથી મોટી બંદોબસ્ત માનવામાં આવે છે. આ રથયાત્રામાં કોઈપણ પ્રકારની ભૂલ ચૂક સાંખી લેવામાં આવતી હોતી નથી. થોડા દિવસો અગાઉ અલકાયદા દ્વારા એક લેટર સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો. જેમાં આત્મઘાતી હુમલો કરવાની ચીમકી આપવામાં આવી હતી.

જેના પગલે પણ સમગ્ર દેશ એલર્ટ પર છે, અને તેમાંય ગુજરાત પોલીસ સૌથી વધુ એલર્ટમોડ પર જાેવા મળી રહી છે. બીજી તરફ રથયાત્રા આવી રહી છે જેમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ પણ એકઠી થતી હોય છે. જેથી કરીને સુરક્ષા અને બંદોબસ્તમાં કોઈ ચૂક રહીના જાય તેના માટે થઈને સુરક્ષા એજન્સીઓ અને ગુપ્તચર વિભાગ પણ સતર્ક થઇ ગયું છે. માટે જ આ વખતની રથયાત્રામાં દરેક પાંચથી દસ વ્હીકલ છોડીને કેમેરા લગાડવામાં આવશે.

જેનું સીધું મોનીટરીંગ બે થી ત્રણ જગ્યા પર રાખવામાં આવ્યું છે. શહેર પોલીસ કમિશનર કચેરી, ક્રાઈમ બ્રાંચ, અને તંબુ ચોકી ખાતે આ કેમેરાનું મોનીટરીંગ કરવામાં આવશે.ક્રાઈમ બ્રાંચ દ્વારા રથયાત્રામાં સામેલ અખાડા અને અન્ય જે લોકો સામેલ થવાના છે તે તમમાં લોકો સાથે મીટિંગ કરી લેવામાં આવી છે. આ ઉપરાંત પોલીસ કર્મીઓના યુનિફોર્મ પર બોડીઓન કેમેરા પણ ફીટ કરવામાં આવશે.

જેમાં લાઈવ સ્ટ્રીમિંગ અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતે રાખવામાં આવ્યું છે. તદ ઉપરાંત રથયાત્રાના મુવમેન્ટ આખી ખબર પડે તેના માટે ય્ઁજી ટ્રેકર રથમાં લગાડવામાં આવશે. જેથી કરીને રથનો પરફેક્ટ રૂટ ખ્યાલ આવી શકે છે. એટલે એકદંરે જાેવા જઈએ તો આ વખતની ૧૪૫મી રથયાત્રા ટેકનોલોજી યુક્ત રથયાત્રા યોજાવવાની છે અને પોલીસ વિભાગે સુરક્ષાના તમામ તૈયારીઓ હાલ પૂર્ણ કરી દીધેલી જાેવા મળી રહી છે.SS3KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.