Western Times News

Gujarati News

આનંદ મહિન્દ્રાએ અગ્નિવીરો માટે નોકરીની ઓફર આપી

નવી દિલ્હી, સેનામાં ભરતી માટે લાવવામાં આવેલી અગ્નિપથ યોજનાના વિરોધ પર મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ દુઃખ વ્યક્ત કર્યું છે અને આ યોજના અંતર્ગત ટ્રેનિંગ મેળવનાર યુવાનોને પોતાને ત્યાં નોકરી આપવાની ઓફર કરી છે. આ ઓફર એવા સમયે આવી છે જ્યારે અગ્નિપથ યોજના સામે દેશભરમાં વિરોધ પ્રદર્શન વચ્ચે સરકાર અને વિભિન્ન મંત્રાલય ઘણી જાહેરાતો કરી ચૂક્યા છે.

આમ છતા આ યોજનાના વિરોધમાં સોમવારે ભારત બંધનું આહ્વાન કર્યું છે. આનંદ મહિન્દ્રાએ સોમવારે ટિ્‌વટ કરીને લખ્યું કે અગ્નિપથ યોજનાને લઇને ચાલી રહેલા વિરોધથી દુઃખી છું.

ગત વર્ષે જ્યારે આ યોજનાનો વિચાર સામે આવ્યો તો મેં કહ્યું હતું કે અને હવે હું ફરી દોહરાવું છું કે આનાથી અગ્નિવીર જે અનુશાસન અને કૌશલ શીખશે તે તેમને રોજગારની શાનદાર તકો ઉપલબ્ધ કરાવશે. તેમણે કહ્યું કે મહિન્દ્રા ગ્રુપ આવા પ્રશિક્ષિત, સક્ષમ યુવાઓની ભરતીનું સ્વાગત કરે છે.

આનંદ મહિન્દ્રાની આ જાહેરાતનું ટિ્‌વટર પર બધા લોકોએ સ્વાગત કર્યું છે. એક યૂઝરે સવાલ પૂછ્યો કે મહિન્દ્રા ગ્રુપમાં અગ્નિવીરોને શું પોસ્ટ આપવામાં આવશે? તેના જવાબમાં આનંદ મહિન્દ્રાએ કહ્યું કે કોર્પોરેટ સેક્ટરમાં અગ્નિવીરો માટે રોજગારની અપાર સંભાવના છે.

તેમણે કહ્યું કે લીડરશિપ, ટીમવર્ક અને ફિઝિકલ ટ્રેનિંગના કારણે અગ્નિવીરના રુપમાં ઇન્ડસ્ટ્રીને બજાર પ્રમાણે પહેલાથી તૈયાર પ્રોફેશનલ મળશે. સંચાલનથી લઇને પ્રશાસન અને સપ્લાઇ ચેઇન મેનેજમેન્ટ સુધી આખું બજાર તેમના માટે ખુલ્લું રહેશે.

થલસેના, વાયુસેના અને નૌસેનામાં અગ્નિપથ યોજના અંતર્ગત શરૂઆતમાં ચાર વર્ષ માટે યુવાઓેને રાખવામાં આવશે. ટ્રેનિંગ પછી તેમની નિમણુક કરવામાં આવશે. ચાર વર્ષ પછી ૨૫ ટકા અગ્નિવીરોને સેનામાં રાખવામાં આવશે. આ યોજનાનો વિરોધ કરી રહેલા લોકો તર્ક આપી રહ્યા છે કે આનાથી બેરોજગારી વધારે વધશે અને તેમની કારકિર્દી અનિશ્ચિત થઇ જશે. જાેકે સરકારે તેનાથી સ્પષ્ટ ઇન્કાર કર્યો છે.

ભારતીય વાયુસેનાની વેબસાઇટ પર ઉપલબ્ધ જાણકારી પ્રમાણે અગ્નિવીરોને માસિક વેતનની સાથે હાર્ડશિપ એલાઉન્સ, યૂનિફોર્મ એલાઉન્સ, કેન્ટી અને મેડિકલ સુવિધા પણ આપવામાં આવશે. જેવી કે એરફોર્સના નિયમિત સૈનિકને મળે છે.

અગ્નિવીરોને ટ્રાવેલ એલાઉન્સ પણ મળશે. વર્ષમાં ૩૦ દિવસની રજા મળશે. સાથે મેડિકલ લીવ અલગથી મળશે. આ મેડિકલ ચેકઅપ પર ર્નિભર કરશે. ભારતીય વાયુસેનામાં અગ્નિપથ યોજના અંતર્ગત અગ્નિવીરોને ભરતી થવાની ઉંમર ૧૭.૫થી ૨૧ વર્ષ રહેશે.

જાે કોઇ અગ્નિવીર દેશ સેવા દરમિયાન શહીદ થઇ જાય તો તેના પરિવારજનોને સેવા નિધિ સહિત ૧ કરોડ રૂપિયાથી વધારે રકમ વ્યાજ સહિત મળશે. આ સિવાય બાકી બચેલી નોકરીનો પગાર પણ મળશે. જાે કોઇ અગ્નિવીર ડિસેબલ થાય તો તેને ૪૪ લાખ રૂપિયા સુધીની રકમ. આ સિવાય બાકી બચેલી નોકરીનો પગાર પણ મળશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.