Western Times News

Gujarati News

શિવસેનાના એકનાથ શિંદે સહિત ૧૦થી વધુ ધારાસભ્યો સુરતની હોટલમાં કેદ

સુરત, મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપના સમાચાર પ્રાપ્ત થયા છે. એવી માહિતી મળી છે કે શિવસેનાના ૧૦થી વધારે ધારાસભ્યો હાલ ગુજરાતમાં પહોંચ્યા છે. તમામ લોકોને સુરતની એક જાણીતી હોટલમાં રાખવામાં આવ્યા છે. સૂત્રોનું કહેવું છે કે શિવસેનાના મંત્રી અને મોટા નેતા એકનાથ શિંદે સહિત ૧૧ ધારાસભ્યો સુરત આવ્યા છે અને હોટલમાં રોકાયા છે.

More than 10 MLAs including Shiv Sena’s Eknath Shinde imprisoned in Surat hotel

સૂત્રોના કહેવા પ્રમાણે એકનાથ શિંદે બીજેપીના સંપર્કમાં છે. એકનાથ શિંદે ઘણા લાંબા સમયથી શિવસેનાથી નારાજ હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. શિવસેનાના ૧૧ જેટલા ધારાસભ્યો જે હોટલમાં રોકાયા છે ત્યાં પોલીસ પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે.

અહીં કોઈને પણ જવા દેવાની મંજૂરી નથી. તમામ ધારાસભ્યો મોડી રાત્રે જ અહીં પહોંચ્યા હોવાના અહેવાલ છે. તમામ ધારાસભ્યો ડુમસ રોડ પર આવેલી લે મેરિડીયન હોટેલમાં બંધ છે. પોલીસ હાલ કોઈ પણ વ્યક્તિને બેરિકેડથી અંદર જવા દેતી નથી. એવી ચર્ચા છે કે મોડી રાતથી અહીં બેઠકનો દોર ચાલી રહ્યો છે.

તમામ ધારસભ્યો ગુજરાતના નેતાઓના સંપર્કમાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે. મહારાષ્ટ્રની ૧૦ બેઠક પર વિધાન પરિષદની ચૂંટણી યોજાઈ હતી. જેના પરિણામ જાહેર થઈ ગયા છે. જેમાં બીજેપીના તમામ ઉમેદવારોની જીત થઈ છે. એનસીપી અને શિવસેનાના બે-બે ઉમેદવારની જીત થઈ છે. એક બેઠક પર કાૅંગ્રેસની જીત થઈ છે. મહારાષ્ટ્રની ૧૦ બેઠક પર ૧૧ ઉમેદવાર મેદાનમાં હતા.

એમએલસીની બેઠકમાં ભાજપના પાંચ ઉમેદવાર પ્રસાદ બાલક, શ્રીકાંત ભારતીય, પ્રવીણ દરેકર, ઉમા ખાપરે, રામ શિંદે સામેલ છે. એકનાથ શિંદે શિવસેનાના મોટા નેતા છે. મહારાષ્ટ્રની રાજનીતિમાં તેમની સારી પકડ છે. તેઓ સારા રણનીતિકાર છે. તેમને વર્તમાન સીએમ ઉદ્ધવ ઠાકરેના નજીકના સાથી માનવામાં આવે છે. જાેકે, છેલ્લા થોડા દિવસોથી તેઓ નારાજ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

એમએલસીની ચૂંટણી બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાત્રે એક ઇમરજન્સી બેઠક બોલાવી હતી. આ બેઠકમાં પણ એકનાથ શિંદે હાજર ન રહ્યો હોવાનું કહેવામાં આવે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.