Western Times News

Gujarati News

લંડનમાં કરીનાના ફેમિલી ડિનરમાં આકર્ષણનું કેંદ્ર રહ્યા બંને પુત્રો

મુંબઈ, બોલિવુડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન પોતાના પતિ સૈફ અલી ખાન તેમજ બંને દીકરાઓ તૈમૂર અને જેહ સાથે હાલ લંડનમાં ફેમિલી હોલિડે પર છે. લંડનમાં કરીનાની મુલાકાત ફોઈ રીમા જૈન અને તેમના દીકરા અરમાન જૈન, ભાભી અનિસા મલ્હોત્રા સાથે થઈ હતી. અહીં પરિવારે સાથે મળીને ડિનર લીધું હતું જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.The two sons were the center of attraction at Kareena’s family dinner in London

કરીનાની ભાભી અનિસાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ફેમિલી ડિનરની તસવીરો રેડ હાર્ટ ઈમોજી અને ઈંગ્લેન્ડના ફ્લેગના ઈમોજી સાથે શેર કરી હતી. તસવીરમાં જાેઈ શકો છો કે, કરીનાએ ડિનર માટે કેઝ્‌યુઅલ ટી-શર્ટ, કેપ પહેરી છે. તેણે નાના દીકરા જેહને તેડ્યો છે. સૈફે બ્લેક રંગનું ટી-શર્ટ પહેર્યું છે. તે ફોઈ રીમા જૈનની બાજુમાં બેઠેલો દેખાય છે અને તેમૂર તેમના ખોળામાં બેઠેલો છે. જ્યારે અનિસા અને અરમાન પાછળ ઊભા છે.

આ તસવીરોમાં સૌથી વધુ ધ્યાન કરીનાના દીકરાઓએ ખેંચ્યું છે. કરીનાનો નાનો દીકરો જેહ મામા અરમાન સામે જાેવા મળી રહ્યો છે. જ્યારે તૈમૂરે ‘બિગ બ્રો’ લખેલું ટી-શર્ટ પહેર્યું છે. બીજી એક તસવીર સામે આવી છે જેમાં કરીના ફોઈ રીમા જૈન, અરમાન-અનિસા અને કઝિન નિતાશા નંદા સાથે પોઝ આપી રહી છે.

જણાવી દઈએ કે, નિતાશા કરીનાના સ્વર્ગસ્થ ફોઈ રીતૂ નંદાની દીકરી છે. લંડન વેકેશનમાંથી કરીના કપૂર અને તેના પરિવારની બીજી કેટલીક તસવીરો વાયરલ થઈ છે. જેમાં તે કઝિન લવીના મીઠા અને તેના પતિ સાજિદ મીઠા સાથે જાેવા મળી રહી છે. તૈમૂર પણ લવીના સાથે પોઝ આપતો તેમજ રોકિંગ હોર્સ પર બેઠેલો જાેવા મળે છે.

લંડનમાં કરીના અને સૈફે પરિવાર અને મિત્રો સાથે પાર્ટી કરી હતી. લંડનમાં કરીના કપૂરને તેનો બેસ્ટફ્રેન્ડ કરણ જાેહર પણ મળી ગયો હતો. કરણે કરીના સાથેની સેલ્ફી શેર કરી હતી. જેમાં આગળ કરણ પાઉટ કરી રહ્યો છે જ્યારે કરીનાનો ફોટો થોડ બ્લર છે. કરણે આ ફોટો શેર કરતાં લખ્યું હતું, “બધા જ ફોટોબોમ્બની બોમ્બ.”

જણાવી દઈએ કે, કરણ જાેહર પણ લંડનમાં મમ્મી અને બાળકો સાથે રજાઓ ગાળી રહ્યો છે. કરીના કપૂર હાલમાં જ અપકમિંગ ફિલ્મ ‘ધ ડિવોશન ઓફ સસ્પેક્ટ એક્સ’નું શૂટિંગ પૂરું કરીને પરિવાર સાથે લંડન ગઈ છે. અગાઉ કરીનાએ લંડનમાં કોફી પીતો પોતાનો ફોટો શેર કર્યો હતો.

વર્કફ્રંટની વાત કરીએ તો, સુજાેય ઘોષની ‘ધ ડિવોશન ઓફ સસ્પેક્ટ એક્સ’માં કરીના સાથે જયદીપ અહલાવત અને વિજય વર્મા પણ છે. આ સિવાય કરીના આમિર ખાન સાથે ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’માં જાેવા મળશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.