Western Times News

Gujarati News

અનન્યા પાંડે આલુ સેવના કારણે આવી લોકોના નિશાનેે

મુંબઈ, શાહરૂખ ખાનની દીકરી સુહાના અને જ્હાન્વી કપૂરની બહેન ખુશી ઝોયા અખ્તરની ફિલ્મ ‘ધ આર્ચીઝ’ દ્વારા બોલિવુડમાં ડેબ્યૂ કરવાના છે. હાલમાં જ સુહાના અને ખુશી આ ફિલ્મનું શૂટિંગ શિડ્યુલ ઉટીમાં પૂરું કરીને મુંબઈ પાછા આવ્યા હતા. ત્યારે તેમની પહેલી ફિલ્મને સેલિબ્રેટ કરવા માટે બહેનપણીઓ અને પરિવારે પાર્ટી રાખી હતી.

Ananya Pandey is the target of such people due to potato consumption

જાેકે, આ પાર્ટીમાંથી અનન્યા પાંડેની એક તસવીર ખૂબ વાયરલ થઈ રહી છે. અનન્યા પાંડેએ મંગળવારે સાંજે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં આ ફોટો શેર કર્યો હતો. આ ફોટોમાં અનન્યા પાંડેના હાથમાં કોકટેલ ગ્લાસ જાેવા મળી રહ્યો છે. આ ગ્લાસ આલુ સેવથી ભરેલો છે. અનન્યાની સાથે આ તસવીરમાં જ્હાન્વી કપૂર, શનાયા કપૂર, ઓરહાન આવાત્રામણી જાેવા મળે છે. અનન્યાએ આ ફોટો શેર કરતાં લખ્યું, ‘વીચીઝ’ સાથે જ ત્રણેયને ટેગ કર્યા હતા.

બુધવારે અનન્યા પાંડેની આ તસવીર વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને ફેન પેજીસ પર વાયરલ થઈ ગઈ. ત્યારે ગ્લાસમાં નાસ્તો જાેઈને સોશિયલ મીડિયા યૂઝર્સ કન્ફ્યૂઝ થઈ ગયા. કેટલાક સોશિયલ મીડિયા યૂઝરે લખ્યું, “ખરેખર એવું લાગ્યું કે તેણે આલુ સેવ ભરેલો વાટકો પકડ્યો છે.”

બીજા એક યૂઝરે મજાકમાં લખ્યું, “પાર્ટીમાં આ રીતે ચકનું લઈને ફરવું વિચિત્ર છે.” સામાન્ય રીતે આલ્કોહોલનું સેવન કરતી વખતે લોકો જે નાસ્તો ખાય છે તેને ચકના કહેવાય છે. વળી, સોશિયલ મીડિયાનો એક વર્ગ આ તસવીરને ફોટોશોપ કરેલી ગણાવી રહ્યો છે. એક યૂઝરે લખ્યું, “શું તેણે આ ફોટોશોપ કર્યું છે? જાે હા, તો કેમ? આ ફોટોમાં તેને આલુ સેવ કેમ જાેઈએ છે? હું કન્ફ્યૂઝ છું.” અન્ય એક યૂઝરે લખ્યું, “મેં જાેયેલી આ સૌથી વિચિત્ર વસ્તુ છે.”

કેટલાક યૂઝર તો ટેક્નિકલ પુરાવા આપીને સાબિત કરવામાં મચી પડ્યા કે આ ફોટો ખરેખર એડિટ કરેલો છે. જાેકે, વાયરલ થઈ રહેલી આ તસવીર પર અનન્યા પાંડેએ હજી સુધી કોઈ ટિપ્પણી નથી કરી. ચંકી પાંડેની દીકરી અનન્યાએ ૨૦૧૯માં આવેલી ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર ૨’ દ્વારા બોલિવુડમાં ડેબ્યૂ કર્યું હતું.

છેલ્લે અનન્યા, સિદ્ધાંત ચતુર્વેદી અને દીપિકા પાદુકોણ સાથે ફિલ્મ ‘ગહેરાઈયાં’માં જાેવા મળી હતી. હવે અનન્યા સાઉથ સ્ટાર વિજય દેવરાકોન્ડાની હિન્દી ડેબ્યૂ ફિલ્મ ‘લાઈગર’માં દેખાશે. આ સિવાય સિદ્ધાંત ચતુર્વેદી સાથે ‘ખો ગયે હમ કહાં’ નામની ફિલ્મ પણ કરી રહી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.