Western Times News

Gujarati News

કારોને ક્રેશ ટેસ્ટમાં પ્રદર્શનના આધારે ૧થી ૫ સેફ્ટી રેટિંગ

નવી દિલ્હી, કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ શુક્રવારે ઈન્ડિયા એનસીએપી (ન્યૂ કાર એસેસમેન્ટ પ્રોગ્રામ) શરૂ કરવા માટેના ડ્રાફ્ટ નોટિફિકેશનને મંજૂરી આપી હતી. આ પ્રોગ્રામ હેઠળ ભારતમાં બનતી કારોને ક્રેશ ટેસ્ટમાં તેના પ્રદર્શનના આધારે સેફ્ટી રેટિંગ આપવામાં આવશે. આ રેટિંગ ૧ સ્ટારથી લઈને ૫ સ્ટારની વચ્ચે હશે. ૫ સ્ટાર રેટિંગને સૌથી સારુ માનવામાં આવે છે.

ભારત-એનસીએપી એક ઉપભોક્તા-કેન્દ્રિત પ્લેટફોર્મ તરીકે કામ કરશે જેનાથી ગ્રાહક સુરક્ષિત વાહનોના નિર્માણ માટે ભારતમાં ઓઈએમની વચ્ચે એક સ્વસ્થ પ્રતિસ્પર્ધા પ્રોત્સાહન આપતા પોતાની સ્ટાર રેટિંગના આધાર પર સુરક્ષિત કારોનો વિકલ્પ પસંદ કરી શકશે.

કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, ક્રેશ ટેસ્ટના આધાર પર ભારતીય કારોની સ્ટાર રેટિંગ ન માત્ર કારોમાં યાત્રિઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પરંતુ ભારતીય ઓટોમોબાઈલના નિકાસને વધારવા માટે પણ જરૂરી છે. ભારત એનસીએપીના ટેસ્ટ પ્રોટોકોલના હાલના ભરતીય નિયમોમાં ફેક્ટરિંગ ગ્લોબલ ક્રેશ ટેસ્ટ પ્રોટોકોલ સાથે જાેડવામાં આવશે.

જેનાથી કંપનીઓ પોતાના વાહનોને ભારતની પોતાની ઈન-હાઉસ પરીક્ષણ સુવિધાઓમાં પરીક્ષણ કરી શકશે. ગડકરીએ આગળ જણાવ્યું કે, ભારત એનસીએપી ભારતને દુનિયામાં નંબર ૧ ઓટોમોબાઈલ હબ બનાવવા અને ઉદ્યોગને આર્ત્મનિભર બનાવવામાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

આ પ્રોગ્રામ હેઠળ વાહન નિર્માતા કંપનીઓને સેફ્ટી ટેસ્ટિંગ અસેસમેન્ટ પ્રોગ્રામમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. જેનાથી નવી કાર મોડલમાં ઉચ્ચ સુરક્ષા સ્તરોને સામેવ કરી શકાય. બીજી તરફ તેમનો ધ્યેય વયસ્ક અને બાળકોના હિસાબથી કારોને સુરક્ષિત બનાવવી, સક્રિય અને નિષ્ક્રિય સેફ્ટી ફિચર્સ સામેલ કરવાનો છે.

તાજેતરમાં જ મહિન્દ્રા એક્સયુવી૭૦૦ ને ગ્લોબલ એનસીએપી સેફર ચોઈસ એવોર્ડ આપવામાં આવ્યો છે. મહિન્દ્રા ગ્રુપ માટે આ બીજાે પુરસ્કાર છે પહેલો એવોર્ડ ૨૦૨૦ની શરૂઆતમાં એક્સયુવી૩૦૦ને આપવામાં આવ્યો હતો.SS2KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.