Western Times News

Gujarati News

આણંદ કૃષિ યુનિવર્સિટીમાં રહેતા બાળકો માટે નિ:શુલ્ક સુવર્ણપ્રાશનના કેમ્પનું આયોજન

આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ અને એસ. જી. પટેલ આયુર્વેદ હોસ્પિટલ ન્યુ વલ્લભ વિધાનગરના સંયુકત ઉપક્રમે આણંદ યુનિવર્સિટીના તમામ અઘિકારીશ્રીઓ, કર્મચારીઓ, પેન્શનરો, ફાર્મ મજુરો તથા યુનિવર્સિટીના વસાહતીઓના ૦ થી ૧૫ વર્ષની ઉંમરના બાળકો માટે તા.૧/૦૭/૨૦૨૨ના રોજ નિ:શુલ્ક સુવર્ણપ્રાશનના કેમ્પનું આયોજન માન.

કુલપતિશ્રી, ડૉ. કે. બી. કથીરીયાના માર્ગદર્શન હેઠળ     ડૉ. દિનેશ.એચ. પટેલ, નિયામકશ્રી, વિધાર્થી કલ્યાણ દ્ધારા હેલ્થ સેન્ટર, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદમાં  કરવામાં આવેલ હતુ. જેમાં ૧૩૦ બાળકોએ લાભ લીધેલ હતો. સદર કેમ્પમાં હેલ્થ સેન્ટરનો સ્ટાફ અને એસ.જી.પટેલ આયુર્વેદ હોસ્પિટલ ન્યુ વલ્લભ વિધાનગરનો સ્ટાફ હાજર રહેલ હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.