Western Times News

Gujarati News

વસતિ ગણતરીના આધારે સંસદિય /વિધાનસભાની બેઠકોની સંખ્યા નક્કી થાય છે

વસતિ ગણતરી વિશ્વની મોટામાં મોટી વહિવટી કવાયત-પોલીસી ઘડતર માટે વસતિ ગણતરીના આંકડા ખુબ ઊપયોગી

૧૮૭૨ થી દર દસ વર્ષે વસતિ ગણતરી અવિરતપણે યોજાતી આવી છે

વડોદરા, ભારતની વસતિ ગણતરી એક સમૃધ્ધ પરંપરા છે. તે વિશ્વની સર્વશ્રેષ્ઠ વસતિ ગણતરીઓમાની એક છે. પ્રથમ ગણતરી ૧૮૭૨ માં થઇ હતી.જે દેશનાં જૂદા જૂદા ભાગમાં જૂદા જુદા સમયે કરવામાં આવી હતી.

૧૮૮૧ માં સમગ્ર દેશમાં એક સમયે એક સાથે ગણતરી હાથ ધરવામાં આવી હતી. ત્યારથી દર દસ વર્ષે કોઇ પણ અંતરાય વિના ગણતરી અવિરત કરવામાં આવે છે. ૧૮૭૨ થી ૨૦૨૧ એ અવિરત શ્રેણીમાં સોળમી અને સ્વતંત્રતા પછીની ૮મી વસતિ ગણતરી છે.  જો કે, કોવિડ મહામારીમાં કારણે તેમાં અંતરાય આવ્યો છે.

        વસતિ ગણરીના મુખ્ય ઉદેશ્ય જોઇએ તો આમ જનતાના લોકકલ્યાણ માટે જૂદી જૂદી જનહિતકારી યોજનાઓ માટે પાયાના સ્તરની માહિતી વસતિ ગણતરી દ્વારા મળે છે. આ માહિતીનાં આધારે સંસદિય/વિધાનસભા મતક્ષેત્રો, પંચાયતો અને અન્ય સ્થાનીક સ્વરાજની સંસ્થાઓ જેવી બીજી સંસ્થાઓમાં બેઠકોની સંખ્યા નક્કિ થાય છે.

આમ વસતિ ગણતરી માટે તમારા ઘરે આવતા ગણતરીદાર માત્ર માહિતી એકઠી કરનાર નથી પણ વાસ્તવમાં રાષ્ટ્રનિર્માણના ભગીરથ કાર્યમાં ભાગ લેનાર ઘડવૈયા છે. આથી વસતિ ગણતરી માટે તમારા ઘરે આવતા ગણતરીદારને સાચી માહિતી આપવા સાથે સહકાર આપવો આવશ્યક છે.

        જેમાં ઘરયાદીકરણ અને મકાનોની ગણતરી કરવામાં આવે છે. જેનાથી લોકોની વસાહતની સ્થિતી, મકાનોની અછત સહિતની બાબતો એકત્રીત થશે. જેના આધારે આવાસની નિતિ તૈયાર થાય છે. ઊપરાંત કુટુંબોને મળતી સુખ સુવિધાઓ અને અસ્ક્યામતોની વ્યાપક માહિતી પણ પુરી પાડવામાં આવશે. જે વિકાસ યોજનાઓ ઘડવા ઊપયોગી છે. અને વસતિ ગણતરી માટે પાયાની માહિતી પણ પુરી પાડશે.

        સમગ્ર દેશનાં લોકોનાં કલ્યાણ માટે નક્કિ નીતિઓ અને કાર્યક્રમો તૈયાર કરવા વસતિ ગણતરીની આંકડાકીય માહિતીની સતત જરૂર પડે છે. વિદ્વાનો, વેપારીઓ, ઉદ્યોગપતિઓ, આયોજકો અને ચૂંટણી અધીકારીઓ વગેરેની પુરી પાડવા ઊપરાંત  પ્રભાવી અને કાર્યક્ષમ જાહેર વહિવટ માટે આ માહિતી અનિવાર્ય છે.

આથી તમામ દેશો સમયાંતરે નિયમિત વસતિ ગણતરી કરે છે. વસતિ ગણતરીની એ વિશેષતા છે કે, દરેક વ્યક્તિની ગણતરી કરવામાં આવે છે. અને તે તેણીની વ્યક્તિગત વિગતો એક ચોક્કસ સમયમાં મેળવી લેવામાં આવે છે.

        ભારતની વસતિ ગણતરી મકાનોની સ્થિતી, સુવિધાઓ અને અસ્ક્યામતો, આર્થિક પ્રવૃતિ, સ્થળાંતર, સહિતનાં વિવિધ પરિમાણોની સુક્ષ્મ સ્તરની માહિતીઓ પુરી પાડવાનો ૧૫૦ વર્ષનો ઈતિહાસ ધરાવે છે. ગણતરીમાં એકઠી થયેલ માહિતી દેશનાં વીકાસ અને આયોજનો માટે પાયારૂપી હોવાથી અત્યંત અગત્યતા ધરાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.