Western Times News

Gujarati News

રાજકોટ જામનગર અને કચ્છમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું

ગુજરાતના અનેક વિસ્તારોમાં વ્યાપક વરસાદ થયો છે

(પ્રતિનિધિ)ગાંધીનગર, રાજકોટ જામનગર અને કચ્છમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જાેકે કલેક્ટરો સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ વિડીયો કોર્ટન્સ માધ્યમથી રેડ એલર્ટ અંગે તંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓ માટે પણ કેટલીક સ્પષ્ટ સૂચનાઓ આપી છે અને આ માટે રાજકોટ જામનગર અને કચ્છનું વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે સજ હોવાનો દાવો મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યો છે તો બીજી તરફ

મેઘતાંડવ થી રાજ્યમાં વરસાદથી પ્રભાવિત જિલ્લાઓના અસરગ્રસ્ત વિસ્તારોમાં થયેલી નુકસાની નું સર્વે આજ સાંજથી શરૂ કરવામાં આવશે. જ્યારે ૮ જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યા હતા તે પૈકી હવે માત્ર ૫ જિલ્લાઓમાં જ રેડ એલર્ટ રાખવામાં આવ્યું છે.

જ્યારે અલગ અલગ ઘટનાઓથી છ મૃત્યુ થયા હતા પરંતુ તેમાં સરકારનું વહીવટી તંત્ર ક્યાંય જવાબદાર નથી એટલું જ નહીં સમગ્ર ગુજરાતમાં એક પણ ઘટના તંત્રની ભૂલના કારણે થઈ નથી તો બીજી તરફ વરસાદના કારણે ગુજરાતના અલગ અલગ ૧૨૪ ગામડા વીજળી વિહોણા થયા હતા તે પૈકી આજ સાંજ સુધીમાં ૧૦૫ ગામડાઓમાં વીજ પુરવઠો પૂર્વવત થઈ જશે જ્યારે બાકીના ૧૯ ગામડામાં બે દિવસની અંદર વીજ પુરવઠો પૂર્વવત થાય તે પ્રકારના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

સમગ્ર ગુજરાતમાં મેઘતાંડવ થી તાબાહી મચી ગઈ હતી તો બીજી તરફ ગુજરાતના અનેક વિસ્તારોમાં વ્યાપક વરસાદ થયો હતો જાે કે રાજ્ય સરકારના વહીવટી તંત્રના પ્રયાસોથી હાલ જનજીવન સામાન્ય બની રહ્યું છે આ અંગેની સંપૂર્ણ વિગતો માટે આયોજિત પત્રકાર પરિષદમાં મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ મુદ્દાસર વિગતો આપતા જણાવ્યું હતું કે આજે વરસાદનું પ્રમાણ અને તેનું જાેર ઘટી ગયું છે

પરંતુ આવતીકાલે રાજકોટ જામનગર અને કચ્છમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને આ માટે સ્થાનિક વહીવટી તંત્ર સાથે વિડિયો કોન્ફરન્સ માધ્યમથી આવનાર પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર રહે તેવી સ્પષ્ટ સૂચના આપી હોવાનું જણાવ્યું હતું આ તબક્કે તેમને કહ્યું કે રાજકોટ ઉપરાંત કચ્છના ગાંધીધામ ડાંગ આહવા અને તાપીમાં ૫૦.મિમી. કરતાં પણ વધુ વરસાદ પડે છે અને એટલે જ આ વિસ્તારોમાં એલર્ટ આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો

તો બીજી તરફ વરસાદી નુકસાનીના કેસ ડોલ્સ અને સર્વે અંગે પૂછતા રાજેન્દ્ર ત્રિવેદી સ્પષ્ટતા કરી હતી કે આજ સાંજ પછી પ્રભાવિત વિસ્તારોમાં નુકસાની નો સર્વે શરૂ કરવામાં આવશે જ્યારે બચાવવા હતી કામગીરી અંગેની વિગતોમાં તેમણે કહ્યું કે એન ડી આર એફ અને એસડીઆર એફ ની કુલ ૧૮-૧૮ ટીમો ડિપોર્ટ કરવામાં આવી છે આ ઉપરાંત વધારાની ટીમ રિઝર્વ રાખવામાં આવી છે

જ્યારે રાજ્યમાં ભારે વરસાદના કારણે ફસાયેલા ૫૧૧ વ્યક્તિઓનું સફળતા પૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો આ ઉપરાંત એસટી બસ રૂટ અંગેની વિગતોમાં તેમણે કહ્યું કે ગઈકાલ સાંજ પછી એસટી ના ૧૪૬૧૦ ગામમાંથી માત્ર ૭૩ ગામના રૂટ બંધ કરવામાં આવ્યા હતા તે પૈકી હાલ ૧૧ રૂટ પૂર્વવત કરવામાં આવ્યા છે જ્યારે બાકીના ૬૫ રૂટ ચાલુ કરવાનો પ્રયત્ન તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યો હોવાનું જણાવ્યું હતું

તો બીજી તરફ રાજેન્દ્ર ત્રિવેદી એ પત્રકાર પરિષદમાં ઉર્જા વિભાગની વિગતોમાં કહ્યું કે રાજ્યના ૧૮ હજાર ગામડાઓ પૈકી માત્ર ૧૨૪ ગામડાઓમાં વરસાદના કારણે વીજ પ્રવાહ અટકી ગયો હતો જે પૈકી આજ સાંજ સુધીમાં રાજ્યના ૧૦૫ ગામડાઓમાં વીજ પુરવઠો પૂર્વવત થઈ જશે જ્યારે બાકી ૧૯ ગામડાઓમાં પણ આગામી બે દિવસની અંદર વીજ પુરવઠો પૂર્વવત થાય તે માટે તંત્ર દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે

તો બીજી તરફ સ્ટેટ હાઇવે અંગે પૂછતાં તેમણે કહ્યું કે રાજ્યમાં ભારે વરસાદના કારણે ૧૫ જેટલા સ્ટેટ હાઇવે ઉપરાંત અન્ય પંચાયત હસ્તકના અલગ અલગ ૧૨ માર્ગો તેમજ નેશનલ હાઇવે સહિત અન્ય માર્ગો મળી કુલ ૪૩૯ રોડ રસ્તા આવન જાવન માટે બંધ કરવામાં આવ્યા હતા જે પૈકી કચ્છનો નેશનલ હાઇવે પૂર્વક થઈ શક્યો છે જ્યારે અન્ય માર્ગ શરૂ કરવા માટે હાલ પ્રયાસ ચાલુ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો

તો બીજી તરફ વરસાદના કારણે થયેલા મૃત્યુ અંગે સ્પષ્ટતા કરતા મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું હતું કે રાજ્યમાં જે છ લોકોના મૃત્યુ થયા છે તેમાં રાજ્ય સરકારના વહીવટી તંત્રક્યાંય જવાબદાર નથી જે ઘટનાઓ બની છે તેમાં વહીવટી તંત્રની ભૂલથી થઈ હોય તેવું ધ્યાને નથી આ તબક્કે તેમણે દહેગામ અને વલસાડમાં થયેલા અકસ્માત અંગેની વિગતો આપી હતી

અને કહ્યું કે દહેગામમાં ઓટોરિક્ષામાં ચાલુ મુસાફરી દરમિયાન ઝાડ પડી જવાના કારણે ત્રણ લોકોના મૃત્યુ થયા છે જ્યારે વલસાડમાં જે ઘટના બની તેમાં વહીવટી તંત્ર અને સ્થાનિક લોકોની મનાઈ હોવા છતાંય વાનમાં બેસેલા મુસાફરો અને ચાલકે ઓવરફ્લો સામે વાન ચલાવી હતી

જેના કારણે પાણીમાં તણાઈ જવાથી વાનમાં બેઠેલા ત્રણ લોકોના મૃત્યુ થયા હોવાની સ્પષ્ટ વાત કરી છે તો બીજી તરફ ડેમો અંગેની વિગતોમાં રાજેન્દ્ર ત્રિવેદી એ જણાવ્યું કે વરસાદના કારણે રાજ્યના મોટાભાગના ગ્રેટેડ અને અનગેટેડ ડેમ છલકાઈ રહ્યા છે જાેકે રાજકોટ પાસેના જે ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે

ત્યાં તંત્રએ આગોતરી જાણ કરીને વિશેષ કાળજી પણ લીધી છે આ ઉપરાંત વલસાડ સુરત પંચમહાલ મહીસાગર ભાવનગર જૂનાગઢ સહિત રાજકોટના બે ડેમ ઓવરફ્લો થઈ રહ્યા હોવાની કબુલાત કરી હતી તો બીજી તરફ માછીમારો માટેની વોર્નિંગ અંગે તેમણે કહ્યું કે ૧ જુનથી ૩૧ જુલાઈ સુધી માછીમારોને દરિયો નહીં ખેડવા માટે પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે તેમ છતાંય કેટલાક માછીમારો પોતાની ફિશિંગ બોટને લઈ દરિયામાં નીકળી પડતા હોય છે

જાેકે આગામી ૧૫ મી તારીખ સુધી દરિયો નહીં ખેડવાની સ્પષ્ટ સૂચના આપી છે કારણ કે ભાવનગર અલંગ ભરૂચ દહેજ પીપાવાવ દિવ વેરાવળ અને દ્વારકામાં ૪૫ થી ૫૫ કી. મી પીડે ભારે પવન ની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી હોવાનું જણાવ્યું છે આ ઉપરાંત તેમણે કહ્યું કે હવામાન વિભાગની આગાહી મુજબ ભરૂચ છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાં રેડ એલર્ટ ઉઠાવી લેવામાં આવી છે

જ્યારે સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડમાં રેડ એલર્ટ યથાવત રહેશે અને આ માટે સ્થાનિક કક્ષાએ વહીવટી તંત્ર અને કલેકટરોને તમામ પ્રકારે સજ્જ રહેવા માટે સ્પષ્ટ સૂચના આપી હોવાનું જણાવ્યું છે આ તબક્કે તેમને કહ્યું કે મેઘતાંડવ થી હજુ સુધી ગુજરાતનું એક પણ ગામ સંપર્ક વિહોણું બન્યું નથી જાેકે રાજ્ય સરકારના સતત મોનિટરિંગ અને સૂચનાઓથી સ્થાનિક વહીવટી તંત્ર ખૂબ જ સફળતાથી કામ કરી રહ્યું છે.

અને એટલે જ ગુજરાતમાં કુલ ૨૭૮૯૬ લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું છે જ્યારે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ઊભા કરેલા ૧૮૨૨૫ આશરે સ્થાનો ઉપર લોકોને રહેવા જમવા તેમજ દવાની વ્યવસ્થા કરવામાં આવી છે આ ઉપરાંત ૯૬૭૧ લોકો પોતાના ઘરે પરત ફર્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.