Western Times News

Gujarati News

જામનગર: વર્ષ સુધી શહેરીજનોને પીવાના પાણી માટે ફાંફાં નહીં મારવા પડે

પ્રતિકાત્મક

જામનગર, જિલ્લામાં વરસેલો વરસાદ શહેરીજનો માટે આનંદ જ આનંદ લઈને આવ્યો છે. શહેરમાં પીવાના પાણીની જે સમસ્યા દર વખતે થાય છે તેનો મેઘરાજાએ અંત લાવી દીધો છે.

શહેરના ચાર મહત્વના જળાશયો છલોછલ થઈ જતા આગામી એક વર્ષ સુધી શહેરીજનોને પીવાના પાણી માટે ફાંફાં નહીં મારવા પડે. શહેરના ઊંડ-૧ અને આજી-૩ ડેમ ૧૦૦ ટકા ભરાઈ ગયા છે. જ્યારે રણજીત સાગર અને સસોઈ ડેમ પણ ૫૦ ટકા ભરાઈ જતાં પાણીની સમસ્યાનું મહદઅંશે સમાધાન થઈ ગયું છે.

ચારેય ડેમમાં પાણીની આવક થતાં શહેરીજનોને આનંદ થયો છે સાથે જ તંત્રએ પણ હાંશકારો લીધો છે. જામનગર જિલ્લા પર ચાલુ વર્ષે મેઘરાજા ફરી મહેરબાન થતા જામનગરના શહેરીજનો લાપસીના આંધણ કરે તે પ્રકારનું હાલ વાતાવરણ જામનગરમાં જાેવા મળી રહ્યું છે.

જામનગર શહેરને પીવાનું પાણીવપૂરા પાડતા ૪ જળાશયોમાં નવા નિર ની આવક થતા આગામી એક વર્ષ માટે જામનગરના શહેરીજનોને પીવાના પાણીની સમસ્યા દૂર થઈ છે જેના પગલે તંત્ર એ પણ હાશકારો અનુભવ્યો છે.Jamnagar: City dwellers will not have to struggle for drinking water for a year

જામનગર શહેરને પીવાનું પાણી પુરા પાડતા ઊંડ-૧ અને આજી-૩ ડેમમાં ૧૦૦ ટકા પાણી ભરાઈ ચૂકયા છે તો રણજીસાગર અને સસોઈ ડેમમાં પણ ૫૦% થી વધુ નવી જળરાશિની આવક થતા જામનગરના શહેરીજનો માટે આગામી એક વર્ષ પીવાના પાણીની સમસ્યા દૂર થઈ છે. જામનગર શહેર જિલ્લામાં હવામાન વિભાગની આગાહી અનુસાર વરસાદ વરસી રહ્યો છે.

જામનગર શહેરની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ મેઘરાજાની કૃપા વરસી હતી. મેઘરાજાની સવારીને પરિણામે ડેમોમાં પણ નવા નીરની આવક થવા પામી હતી. જામનગરની જીવાદોરી સમાન સસોઈ, રણજીતસાગર, ઉંડ-૧ અને આજી-૩ ડેમમાં નવા નીરની આવક થઈ છે.

જેમા આજી-૩ અને ઉંડ-૧ ડેમ ૧૦૦ ટકા ભરાઈ ગયા છે. જયારે સસોઈ અને રણજીત સાગર ડેમમાં ૫૦ ટકા ઉપર પાણી ભરાયુ છે. ત્યારે જામનગરની જીવાદોરી સમાન ચાર ડેમોમાં નવા નીરની આવક થતાં જામનગરવાસીઓને આગામી એક વર્ષ ચાલે તેટલા પીવાના પાણીનો સ્ટોક થઈ જતાં શહેરીજનોમાં પણ ખુશીને લહેર જાેવા મળી રહી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.