Western Times News

Gujarati News

બાળકોને મફત-સારું શિક્ષણ આપવું તેને મફતમાં રેવડી વિતરણ ન કહેવાય: મોદી

 અમે એક વિકસિત અને ગૌરવશાળી ભારતનો પાયો નાખી રહ્યા છીએ: આ કામ ૭૫ વર્ષ પહેલા થઈ જવું જાેઇતું હતું

નવી દિલ્હી,  આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે તણાવ વધી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે શનિવારના દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (New Delhi CM Arvind Kejriwal)  પર નિશાન સાધતા કહ્યું હતું કે, ચૂંટણી પહેલા સરકાર દ્વારા ‘ફ્રીમાં રેવડી’ વહેંચવામાં આવી રહી છે.

હવે સીએમ કેજરીવાલે પીએમ મોદીના આ નિવેદન પર પલટવાર કરતા કહ્યું કે, આપણા દેશમાં બાળકોને મફત અને સારું શિક્ષણ આપવું અને લોકોને સારી અને મફત સારવાર આપવી- તેને મફતમાં રેવડી વિતરણ ન કહેવાય. અમે એક વિકસિત અને ગૌરવશાળી ભારતનો પાયો નાખી રહ્યા છીએ.

આ કામ ૭૫ વર્ષ પહેલા થઈ જવું જાેઇતું હતું.
ચૂંટણી પહેલા સરકારો દ્વારા આપવામાં આવથી મફત સુવિધાનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હી સરકાર પર કટાક્ષ કર્યો હતો. તેમણે આ મફત સુવિધાઓને ‘ફ્રીમાં રેવડી’ કહ્યું હતું. જે બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પીએમના નિવેદનનું તાત્કાલિક ખંડન કર્યું અને કહ્યું કે, મફત પાણી, વીજળી અથવા વૈશ્વિક સ્તર પર પ્રાથમિક શિક્ષણ આપવું. મતદાતાઓ માટે લાંચ નહીં પરંતુ રાજ્યની જવાબદારી છે.

કેજરીવાલે કહ્યું- એક કર્મચારીના પુત્ર ગગને માસિક રૂપિયા ૧૫,૦૦૦ ની નોકરી લોકડાઉન દરમિયાન ગુમાવી હતી. આજે તે કોમ્યુટર એન્જિનિયરિંગમાં ધનબાદમાં પ્રવેશ મેળવવામાં સફળ રહ્યો છે. તેને પૂછો કે શું કેજરીવાલ મફતમાં રેવડી આપી રહ્યા છે કે પછી આ દેશના ભવિષ્યનું નિર્માણ કરી રહ્યા છે.

પીએમ મોદીના રેવડી નિવેદન પર સપા પ્રમુખ અખિલેશ યાદવે પલટવાર કરતા ટ્‌વીટ કર્યું કે, રેવડી વહેંચી થેંક્યુનું અભિયાન ચલાવનાર સત્તાધારી જાે યુવાઓને રોજગાર આપે તો ‘દોષારોપણ સંસ્કૃતિ’થી બચી શકાય છે. રેવડી શબ્દ અસંસદીય તો નથી?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારના મફતમાં સુવિધાઓ પૂરી પાડતા રાજકારણની આકરી ટીકા કરતા કહ્યું હતું કે, આ રેવડી કલ્ચર દેશના વિકાસ માટે ખુબ જ ઘાતક છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.