Western Times News

Gujarati News

મેઘમણિ ફાઇનકેમે ભારતનો સૌથી મોટો CPVC રેઝિન પ્લાન્ટ કાર્યરત કર્યો

નિયત સમયમર્યાદા અને મૂડી ખર્ચની મર્યાદામાં કામગીરીનો પ્રારંભ -સંપૂર્ણ એકીકૃત કોમ્પલેક્સને વધુ મજબૂત કરશે
ભારતની 95 ટકા સીપીવીસી રેઝિન (CPVC Rasin) ની માગ આયાતો દ્વારા પૂર્ણ કરાય છે

અમદાવાદ, 18 જુલાઇ, 2022: ભારતના અગ્રણી કેમિકલ ઉત્પાદક મેઘમણિ ફાઇનકેમ લિમિટેડ (‘એમએફએલ’ અથવા કંપની)એ ગુજરાતના દહેજમાં ક્લોરિનેટેડ પોલીવિનાઇલ ક્લોરાઇડ રેઝિન (સીપીવીસી રેઝિન) પ્લાન્ટને સફળતાપૂર્વક કાર્યરત કર્યાંની જાહેરાત કરી હતી. Meghmani Finechem commissions India’s largest Chlorinated Polyvinyl Chloride Resin (CPVC Resin) plant

આ નવો પ્લાન્ટ વાર્ષિક 30,000 ટન (ટીપીએ)ની ઉત્પાદન ક્ષમતા સાથે ભારતમાં સૌથી વિશાળ છે. પડકારજનક બાહ્ય પરિબળો વચ્ચે પણ કોઇપણ વધારાના ખર્ચ વિના પ્લાન્ટ સમયસર કાર્યરત થયો છે, જે કંપનીની મજબૂત પ્રોજેક્ટ અમલીકરણ ક્ષમતાઓનો પુરાવો છે.

ભારતમાં સીપીવીસી રેઝિનની વાર્ષિક માગ આશરે 1,40,000 ટન (ટીપીએ) છે અને તે આગામી પાંચ વર્ષમાં આશરે 13 ટકાના સીએજીઆર સાથે વધવાની સંભાવના છે. ભારતની સીપીવીસી રેઝિનની અંદાજિત 95 ટકા માગ આયાત દ્વારા પૂર્ણ કરાય છે.

આ પ્રોડક્ટમાં એમએફએલનો પ્રવેશ કેન્દ્ર સરકારની આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયા પહેલ સાથે સુસંગત છે. તેનાથી સીપીવીસી રેઝિન ગ્રાહકોની આયાત ઉપરની નિર્ભરતા ઘટશે તથા દેશને વિદેશી હૂંડિયામણની અનામતો પણ બચાવવામાં મદદ મળશે.

સીપીવીસી રેઝિનનો ઉપયોગ સીપીવીસી પાઇપ્સ અને ફિટિંગ્સના ઉત્પાદન માટે થાય છે. સીપીવીસી પાઇપ ઉચ્ચ ગરમી પ્રતિરોધક અને કેમિકલ પ્રતિરોધક ગુણો ધરાવે છે. તેની વિશેષતાઓને જોતાં સીપીવીસી ઘરેલુ અને ઔદ્યોગિક હેતુઓ માટે વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે.

સીપીવીસી રેઝિન ઉચ્ચ મૂલ્ય ધરાવતી પ્રોડક્ટ છે. સીપીવીસી રેઝિનના હાલના ભાવને જોતાં એમએફએલને એસેટ ટર્નઓવર રેશિયો 2.0xથી ઉપર રહેવાનો અંદાજ છે, જે કંપનીના સંપૂર્ણ ઇબીઆઇટીડીએમાં સુધારો કરશે તથા ઉચ્ચ આરઓસીઇ (રિટર્ન ઓન કેપિટલ એમ્પલોઇડ) સાથે શેરધારકો માટે મૂલ્ય સર્જન કરશે.

સીપીવીસી રેઝિન પ્લાન્ટના પ્રારંભ વિશે પ્રતિક્રિયા આપતાં એમએફએલના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મૌલિક પટેલે (Mr Maulik Patel, Chairman and Managing Director,) કહ્યું હતું કે, “મને જાહેર કરતાં ખુશી થાય છે કે અમે 30,000 ટીપીએની ક્ષમતા ધરાવતો ભારતનો સૌથી મોટો સીપીવીસી રેઝિન પ્લાન્ટ કાર્યરત કર્યો છે. હું નિર્ધારિત સમયગાળા અને અંદાજિત મૂડી ખર્ચની મર્યાદામાં પ્લાન્ટ કાર્યરત કરવા બદલ અમારી પ્રોજેક્ટ ટીમને અભિનંદન પાઠવું છું.”

“સીપીવીસી રેઝિનનું ઉત્પાદન શરૂ થઇ ગયું છે અને તે વિવિધ ગ્રાહકો સાથે મંજૂરીની પ્રક્રિયા હેઠળ છે. મંજૂરી મળવામાં અને પ્રક્રિયા સામાન્ય થવામાં આશરે ત્રણ મહિનાનો સમય લાગવાનો અમારો અંદાજ છે. અમારા મતે સીપીવીસી રેઝિનનું વોલ્યુમ નાણાકીય વર્ષ 2022ના ત્રીજા ક્વાર્ટરમાં વધશે તથા નાણાકીય વર્ષ 2024ના પ્રથમ ક્વાર્ટરમાં ક્ષમતાના મહત્તમ સ્તરે પહોંચી શકે છે.”

“સીપીવીસી રેઝિન પ્લાન્ટ કાર્યરત થતાં અમે મલ્ટી-પ્રોડક્ટ કંપની બનવાની દિશામાં આગળ વધ્યાં છીએ અને તે ડેરિવેટિવ અને સ્પેશિયાલિટી કેમિકલ સેગમેન્ટની અમારી આવકમાં હિસ્સેદારી વધારશે. આ ઉપરાંત તે અમારા સંપૂર્ણ એકીકૃત કોમ્પલેક્સને વધુ મજબૂત કરશે કારણકે સીપીવીસી રેઝિન માટે કાચો માલ પ્લાન્ટની અંદર જ ઉપલબ્ધ બનશે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.