Western Times News

Gujarati News

રેલ્વે ટ્રેક ક્રોસ કરતી વખતે પાછળથી ટ્રેન આવી ગઈ

નવી દિલ્હી, સોશિયલ મીડિયા પર દરરોજ કોઈને કોઈ વિડિયો વાયરલ થાત હોય છે, અને ઈન્ટરનેટ યુઝર્સ સોશિયલ સાઈટ પર આવા વાયરલ વિડિયો શોધીને લોકો જાત-જાતની કોમેન્ટ્‌સ કરી પોતાના વિચાર વ્યક્ત કરે છે, હાલ આવો જ સોશિયલ મીડિયા પર એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ઘણાં લોકો રેલ્વે ટ્રેક ક્રોસ કરી રહ્યા છે. રેલવે ટ્રેક ક્રોસ કરતી વખતે પાછળથી ટ્રેન આવી જાય છે.

વાયરલ વિડિયોમાં જાેઈ શકાય છે કે રેલ્વે ટ્રેક ક્રોસ કરી રહેલા લોકો ઘણી ઉતાવળમાં જાેવા મળી રહ્યા છે. રેલ્વે ટ્રેક ક્રોસ કરતી વખતે લોકો પાછળથી આવતી ટ્રેનથી માંડમાંડ બચે છે. ટિ્‌વટર પર આ વીડિયોને શેર કરતા એક યુઝરે લખ્યું કે રીક્ષાના ૨૦ રૂપિયા બચાવી રહેલુ ઇન્ડિયા. ગબ્બર સિંહ નામના યુઝરે આ વિડિયો ટિ્‌વટર પર શેર કર્યો છે. જે હાલ ખુબ વાયરલ થઈ રહ્યો છે.

આ વિડિયોને અત્યાર સુધીમાં ૧ લાખથી વધુ લોકો જાેઈ ચૂક્યા છે અને લગભગ એટલી જ સંખ્યામાં લોકોએ પ્રતિક્રિયા આપી છે. આ વિડિયો પર કોમેન્ટ કરતાં સુહાસ રવિન્દ્ર નામના યુઝરે લખ્યું કે, આજ કારણે હું ભારતીયોને પ્રેમ કરું છું.

જાે કે વાઇરલ વિડિયો કઈ જગ્યાનો છે તેની હજી જાણ નથી થયી. આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા એકતા સાહ નામની યુઝરે લખ્યું, આ ગાંડપણની હદ છે. રેલ્વે ટ્રેક ક્રોસ કરતા વાયરલ થયેલા વિડીયોમાં લોકોએ ઉતાવળમાં રેલ્વે ટ્રેક ક્રોસ કરતા લોકો માટે ચિંતા વ્યક્ત કરી છે.

એક યુઝરે ચિંતા વ્યક્ત કરતા લખ્યું, આ ખરેખર નિરાશાજનક બાબત છે. આવી બેદરકારી સામે ઝુંબેશ ચલાવવા આ વીડિયો તમામ રેલ્વે સ્ટેશનો અને ન્યૂઝ ચેનલોમાં બતાવવો જાેઈએ.

એક યુઝરે લખ્યું છે કે જાે બીજી ટ્રેન દોડવા લાગી હોત તો શું થાત? એક યુઝરે આગળ લખ્યું કે, રેલ્વે ટ્રેક ક્રોસ કરતી મહિલા બેપરવા છે, તેમને આમ ક્રોસ ન કરવું જાેઈએ, ટ્રેન તેની તરફ આવી રહી હતી. તે જે કરી રહી હતી, તે તદ્દન ખોટું છે. હાલ તેઓ સુરક્ષિત છે.

એક યુઝરે લખ્યું કે અડધો કલાક વેહલા ઘરે પહોંચવા અથવા થોડા પૈસા બચાવવા માટે આવા કામ ના કરે છે. જીવન હશે તો તમે પૈસા કમાઈ શકશો અને તમે તમારા પોતાના માટે પણ કામ આવશો, આવી મૂર્ખતા નહિ કરવી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.