Western Times News

Gujarati News

શિકાર માટે પાણીમાં રહેતો મગર ઉડ્યો હવામાં

નવી દિલ્હી, કેટલાક સૌથી ખતરનાક પ્રાણીઓ વિશે વાત કરીએ તો તેમાં સિંહ, વાઘ અને પાણીમાં રહેતા મગરનો પણ સમાવેશ થાય છે. પ્રાણી સંગ્રહાલયમાં તેમને ક્યારેય ખુલ્લામાં રાખવામાં આવતા નથી, પરંતુ પાંજરાની અંદર રાખવામાં આવે છે.

મગર ખૂબ જ હોંશિયાર શિકારી હોય છે અને ક્યારે તેઓ શાંતિથી તેમના શિકારનું કામ પૂર્ણ કરે છે તે જાણી શકાતું નથી. જાે કે આ સમયે મગરનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, પરંતુ તમે તેને પહેલા નહીં જાેયો હોય.

મગરો એટલા બહાદુર હોય છે કે જંગલના રાજાને જાેઈને પણ તેઓ ગભરાતા નથી અને પાણીમાં ૪ મગરો ઘેરાઈ જાય તો આ ભયંકર પ્રાણી તેમનું કામ કરી તમામ નાખે છે. ખાસ કરીને જ્યારે મગર ભૂખ્યો હોય ત્યારે તે ખૂબ જ ભયાનક બની જાય છે અને કંઈપણ વિચાર્યા વિના હુમલો કરે છે. સોશિયલ મીડિયા પર શેર થઈ રહેલા વીડિયોમાં આ પ્રાણીનો ભયંકર દેખાવ જાેઈને તમારા રૂંવાટા ઉભા થઈ જશે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં, તમે મગરની લાંબો કૂદકો જાેઈને દંગ રહી જશો, કારણ કે સામાન્ય રીતે તમે તેને આટલુ ઉંચું કૂદતો ભાગ્યે જ જાેયો હશે.

૧૧ સેકન્ડનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ શેર થઈ રહ્યો છે. વીડિયોમાં માંસનો ટુકડો જાેઈને, સામાન્ય રીતે જમીન પર અથવા પાણીમાં પડેલો મગર રોકેટની જેમ ઉપરની તરફ કૂદકો મારે છે.

વીડિયોમાં માંસનો ટુકડો ઊંચો કરવામાં આવ્યો છે અને મગર પણ તેને ખાવા માટે ઉપર તરફ જાય છે. આ નજારો કોઈપણને ગભરાવી દેશે. આ પાવરફુલ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટિ્‌વટર પર જ્રખ્તેહજહિર્જીજખ્તૈઙ્મિ૩ નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે.

વીડિયોની સાથે કેપ્શન લખવામાં આવ્યું છે – ખારા પાણીનો મગર તેની પૂંછડીના જાેરે ઉપર તરફ વધીને શિકાર કરવા માંગે છે. આ વીડિયો ટ્રેવર ફ્રોસ્ટે શૂટ કર્યો છે, જેને ૫ લાખથી વધુ લોકોએ જાેયો છે અને ૧૯ હજારથી વધુ લોકોએ તેને લાઈક કર્યો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.