Western Times News

Gujarati News

વિજય દેવરકોંડાની ફિલ્મ લાઈગરનું ટ્રેલર રિલીઝ

મુંબઈ, સાઉથ સ્ટાર વિજય દેવરકોંડાની બોલિવુડ ડેબ્યૂ અને પેન ઈન્ડિયા ફિલ્મ લાઈગરની ફેન્સ આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે અને આજે (૨૧ જુલાઈ) તેનું ટ્રેલર રિલીઝ કરીને મેકર્સે તેમને ખુશ કરી દીધા છે. ‘લાઈગર’ના ટ્રેલરમાં વિજય દેવરકોંડાને MMA ફાઈટર તરીકે દેખાડવામાં આવ્યો છે અને ફિલ્મમાં તેના કેવા ખતરનાક સ્ટંટ હશે તેની ઝલક આ ક્લિપમાં જાેવા મળી.

ટ્રેલર પરથી ફિલ્મમાં ફેન્સને એક્શનથી લઈને રોમાન્સ અને સ્ટંટને તગડો ડોઝ જાેવા મળશે તેમ લાગી રહ્યું છે. એક્ટરને ભાગ્યે બે જ ડાયલોગ બોલતો દેખાડવામાં આવ્યો છે પરંતુ તેના એક્શન ઘણું બધું કહી જાય છે. બે મિનિટના લાંબા ટ્રેલરમાં ‘લાઈગર’ વિજય દેવરકોંડાની તેની ઓનસ્ક્રીન માતા રામ્યા કૃષ્ણન સાથેનું બોન્ડિંગ ઓન પોઈન્ટ છે.

ટ્રેલરની શરૂઆતમાં વિજય દેવરકોંડાને રિંગમાં દેખાડવામાં આવ્યો છે. તો રામ્યા કૃષ્ણન બેકગ્રાઉન્ડમાં તેણે તેના દીકરાનું નામ ‘લાઈગર’ કેમ રાખ્યું તે જણાવે છે. તે કહે છે ‘તે લાયન અને ટાઈગરનું સંતાન છે, ક્રોસબ્રીડ છે મારો દીકરો’. રામ્યા કૃષ્ણન ‘બાહુબલી’ બાદ ફરી એકવાર આ ફિલ્મ દ્વારા પેન ઈન્ડિયા સિનેમામાં કમબેક કરી રહી છે. ટ્રેલરમાં અનન્યા પાંડે તેનો ચાર્મ અને ગ્લેમર પાથરતી જાેવા મળી.

‘લાઈગર’ દ્વારા અમેરિકન બોક્સર માઈક ટાઈસન પણ ઈન્ડિયન સિનેમામાં એક્ટિંગમાં ડેબ્યૂ કરી રહ્યા છે, જેમાં તેઓ કેમિયો કરવાના છે. ફિલ્મ ૨૫ ઓગસ્ટના રોજ રિલીઝ થવાની છે. લાઈગરને પુરી જગન્નાથે ડિરેક્ટ કરી છે અને કરણ જાેહર કો-પ્રોડ્યૂસર છેે.

ટ્રેલર જાેયા બાદ ફેન્સ ફિલ્મની રાહ જાેઈ રહ્યા છે. આ જ્યાં એક તરફ વિજય દેવરકોંડાની બોલિવુડ ડેબ્યૂ ફિલ્મ છે તો અનન્યા પાંડે તેલુગુ સિનેમામાં ડેબ્યૂ કરી રહી છે. મકરંદ દેશપાંડે અને રોનિય રોય પણ મહત્વના રોલમાં દેખાવાના છે. ૨૦૧૯માં ‘લાઈગર’ની જાહેરાત કરવામાં આવી છે.

ફિલ્મ હિંદી અને તેલુગુ તેમ બે ભાષામાં રિલીઝ થવાની છે. સ્સ્છ ફાઈટરમાં જાેવા મળેલા વિજય દેવરકોંડાએ સખત ટ્રેનિંગ લીધી હતી, જે ટ્રેલરમાં દેખાઈ છે. ‘લાઈગર’ વિશે વાત કરતાં અગાઉ એક્ટરે કહ્યું હતું કે ‘લાઈગર તેવી ફિલ્મ છે, જેણે મારું બધુ લઈ લીધું છે. પર્ફોર્મન્સ તરીકે, મારા માટે તે શારીરિક અને માનસિક રીતે સૌથી પડકારજનક રોલ હતો. મેં મારુ બધું આપી દીધું!’SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.