Western Times News

Gujarati News

ગેરકાયદેસર ખનન સામે આત્મવિલોપનનો પ્રયાસ કરનાર સાધુનું સારવાર દરમ્યાન મોત

sadhu-vijay-das-death-in-delhi-bharatpur-illegal-mining-case-rajasthan

રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં ગેરકાયદેસર ખાણકામ સામે આત્મદાહનો પ્રયાસ કરનાર સાધુ વિજય દાસનું મોડી રાત્રે દિલ્હીની હોસ્પિટલમાં અવસાન થયું હતું. સ્વ.સાધુ વિજય ભરતપુરના ડીગ વિસ્તારમાં ગેરકાયદેસર માઇનિંગ માફિયાઓ સામે વિરોધ કરી રહ્યા હતા અને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

ઘાયલ સાધુને ગંભીર હાલતમાં ગુરુવારે નવી દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સબ ડિવિઝનલ ઓફિસર સંજય ગોયલે સાધુ વિજય દાસના મૃત્યુની પુષ્ટિ કરી છે. સાધુના મૃતદેહને બરસાના લઈ જવામાં આવશે

સંજય ગોયલે જણાવ્યું કે સાધુ વિજય દાસનું શુક્રવારે મોડી રાત્રે લગભગ 2.30 વાગ્યે અવસાન થયું. પોસ્ટમોર્ટમ બાદ સાધુ વિજય દાસના મૃતદેહને ઉત્તર પ્રદેશના બરસાના લઈ જવામાં આવશે. ત્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

ભરતપુરના ડીગ વિસ્તારમાં ગેરકાયદે ખનન રોકવાની માગણીને લઈને સાધુ-સંતોનું આંદોલન હતું. આ આંદોલન દરમિયાન સાધુ વિજય દાસે બુધવારે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. ઘટના બાદ તરત જ વિજય દાસને ગંભીર હાલતમાં જયપુરની એસએમએસ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેને સારવાર માટે દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.

આત્મદાહ કરવાના પ્રયાસમાં સાધુ વિજય દાસનું શરીર 80 ટકા સુધી બળી ગયું હતું. આસપાસમાં રહેલા પોલિસ જવાનો તરત જ કપડાં લઈને આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. છતાં સાધુ વિજય દાસનું શરીર લગભગ 80 ટકા બળી ગયું હતું. પોલિસના જવાનો દ્વારા તેમને તરત જ એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.  વાસ્તવમાં રાજસ્થાનના ભરતપુર વિસ્તારમાં ગેરકાયદે ખનનને લઈને છેલ્લા દોઢ વર્ષથી સાધુ-સંતો આંદોલન કરી રહ્યા છે. સાધુઓનો દાવો છે કે જ્યાં ગેરકાયદે ખનન થઈ રહ્યું છે તે ધાર્મિક સ્થળ છે.

84 કોસના પરિક્રમા માર્ગમાં ખાણકામનું સ્થળ છે. સાધુઓ અને ઋષિઓ દાવો કરે છે કે ખાણકામ સ્થળ ધાર્મિક આસ્થા સાથે સંકળાયેલું છે. ભક્તો માઇનિંગ સાઇટ પર પરિક્રમા કરવા માટે આવે છે. સાધુ-સંતોના ધરણા-પ્રદર્શન છેલ્લા 550 દિવસથી ચાલે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.