Western Times News

Gujarati News

ભિલોડાના સુનસરનો ધોધ જીવંત બનતાં મોટી સંખ્યામાં પર્યટકો ઉમટ્યા

અગાઉની દુર્ઘટનાઓ છતાં પણ સુરક્ષા મુદે ઉદાસીનતા

બાયડ, અરવલ્લીની ગીરી કંદરાઓમાં આવેલા ભિલોડા તાલુકામાં વરસતા વરસાદના કારણે અનેક ઝરણાં જીવંત બનતાં પ્રકૃતિની ઉદ્યાન ખીલી ઉઠયો છે. સુનસર નજીકનો ધોધ જીવંત બનતા રવિવારે મોટી સંખ્યામાં ધોધને જાેવા માટે પર્યટકો ઉમટ્યા હતા. ર વર્ષ અગાઉની દુર્ઘટનાઓ છતાં સુરક્ષા મુદ્દે ફરી એકવાર ઉદાસીનતા જાેવા મળી.

પ્રાપ્ત જાણકારી અનુસાર સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લ્માં આવેલી ગીરીકંદરાઓ ઉનાળા દરમ્યાન કદરુપી અને ચોમાસા દરમ્યાન નવવધુની જેમ ખીલી ઉઠતી હોય છે. જૂન મહીનાથી વરસાદની હાજરીના કારણે ગીરીકંદરાઓ ઉપર લીલીછમ કુદરતની ચાદર પથરાઈ છે.

જુલાઈ મહિનાના આરંભથી ધરતીની તરસ છીપાવતો અનરાધાર વરસાદ અનેક વિસ્તારોમાં વરસ્યો, ડુંગર ઉપર પણ વરસાદની રમઝટના કારણે હવે ભિલોડા, વિજયનગર, મેઘરજ, ખેડબ્રહ્મા, પોશીના તાલુકાના ડુંગરોમાંથી અનેક ઝરણાં જીવંત બનતાં પ્રકૃતિ પ્રેમીઓ ઝરણાં જાેવા માટે માર્ગો ઉપર ઉભા થઈ જાય છે.

જયારે દક્ષિણ ગુજરાતના ગીરા ધોધની જેમ ભિલોડાના સુનસરનો ધોધ પણ પ્રકૃતિ પ્રેમીઓ માટે લાંબા સમયથી આકર્ષણનું કેન્દ્ર બનતો હોય છે. ગત રોજ ભિલોડાના અંતરીયાળ તેમજ ડુંગર વિસ્તારોમાં સારા વરસાદ પછી સુનસર ધોધ જીવંત બન્યો અને તેના પાણી ડુંગર પરથી ધરતીને ચુંબન કરતા નીચે આવતા ધોધ જીવંત બન્યો છે તેવી જાણકારી મળતાં સાબરકાંઠા, અરવલ્લી સહિત અન્ય વિસ્તારોના પ્રવાસીઓ ધોધ જાેવા માટે આવતા માર્ગો ઉપર ટ્રાફિકજામ જેવી સ્થિતિ જાેવા મળી હતી.

અગાઉ ધોધની સેલ્ફી લેવા સમયે એક પ્રવાસી પટકાયો હતો અને ત્યારે યોગ્ય સુરક્ષા પ્રબંધ ઉભો કરવાની માંગ થઈ હતી પરંતુ છેલ્લા ર દિવસથી સુનસર ધોધ જાેવા માટે મોટી સંખ્યામાં પર્યટરો આવતા હોવા છતાં અહીયા સુરક્ષાના નામે મીડું જેવી સ્થિતિ જાેવા મળી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.