Western Times News

Gujarati News

શાળામાં જવા માટે વિદ્યાર્થીઓ પુલના અભાવે પાણીના ચાલુ પ્રવાહના કારણે અટવાયાં

(તસ્વીરઃ કમલેશ નાયી, નેત્રામલી) ઇડર તાલુકાના ચડાસણા ગામ ખાતે વસાહતની અંદર ધોરણ ૧ થી ૭ સુધીના બાળકો શાળામાં અભ્યાસ કરવા માટે ગામ માંથી જાય છે. ત્યારે અડધા કિમી દૂર આવેલી આ શાળામાં જતી વખતે વચ્ચે ડીપ આવે છે

વધુ વરસાદ પડતાં આ ડીપ ઉપર પાણીનો અવિરત પ્રવાહ ચાલુ રહેતા અવર જવર માટે વિધાર્થીઓ અને વસાહતની અંદર વસવાટ કરતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. છેલ્લા પાંચેક વર્ષથી આ ડીપ ઉપર પુલ બનાવવા માટે ગ્રામજનો દ્વારા સરકાર માં રજુઆત કરી હતી.

પરંતુ કોઈ પણ પ્રકારની કામગીરી હાથ ધરવામાં ન આવતાં ચાલુ સાલે પણ આ તકલીફને કારણે વિધાર્થીઓ અને લોકો અટવાયા છે. ચડાસણા ગામના સરપંચ સોમાભાઈ પટેલ અને ગ્રામજનો દ્વારા આગામી દિવસોમાં આ સમસ્યાનો ઉકેલ સત્વરે લાવી આ ડિપ ઉપર પુલની કામગીરી આગામી દિવસોમાં હાથ ધરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.