Western Times News

Gujarati News

પત્ની અને દીકરાને છ મહિના પોતાની સાથે USAમાં રાખવા તૈયાર

અમદાવાદ, અમેરિકામાં દંપતી વચ્ચે વિવાદ થતાં પાંચ વર્ષના બાળકને લઈને પત્ની ફ્લોરિડાથી અમદાવાદ આવી ગઈ હતી. જેથી પતિએ બાળકની કસ્ટડી માટે ફ્લોરિડાની કોર્ટમાં અરજી કરી હતી. જેમાં કોર્ટે પિતાની તરફેણમાં આપ્યો હતો. આ ચુકાદો પત્નીએ પડકાર્યો નહોતો પરંતુ તેને માન્ય પણ નહોતો રાખ્યો.

પરિણામે પતિ અમેરિકાથી ભારત આવ્યો હતો. પત્નીએ ફ્લોરિડાની કોર્ટનું માન ના રાખતાં બાળકને પોતાની પાસે જ રાખ્યો હતો. જેથી પતિએ ગુજરાત હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ અરજી કરી હતી. તેમાં આક્ષેપ કર્યો હતો કે, પત્ની કોર્ટના આદેશની અવમાનના કરી રહી છે.

સાથે જ બાળકને પિતાને પ્રેમ અને હૂંફથી વંચિત રાખી રહી છે. હાઈકોર્ટે આ મામલે બાળકના હિતને ધ્યાનમાં રાખીને પતિ-પત્નીને સમાધાન કરવાની સલાહ આપી હતી. સાથે જ લાંબા આદેશમાં કહ્યું હતું કે, પત્ની બાળક સાથે અમેરિકા જાય અથવા તેના નાના-નાની સાથે અમેરિકા મોકલે.

આ આદેશ પછી પણ પતિ-પત્ની વચ્ચે સમાધાન ના થતાં જસ્ટિસ સોનિયાબેન ગોકાણી અને જસ્ટિસ મોનાબેન ભટ્ટની ખંડપીઠે ટકોર કરી હતી કે, ‘પતિ અને પત્ની બંને શિક્ષત અને સભ્ય છે. તેમણે આ રીતે સંતાકૂકડી રમવાને બદલે સામસામે બેસીને આ વાતનો ઉકેલ લાવવો જાેઈએ.’

અમેરિકામાં રહેતા પતિએ સમાધાનની તૈયારી દર્શાવતાં પત્ની અને બાળક છ મહિના તેની સાથે રહી શકે છે તેવી રજૂઆત કોર્ટ સમક્ષ કરી છે. અહેવાલ પ્રમાણે, હાઈકોર્ટની બેન્ચે આદેશમાં નોંધ્યું છે કે, ‘અમે બંને પક્ષના વકીલોને સૂચના આપીએ છીએ કે, આ મામલે સમાધાન થઈ જાય તેવા પ્રયત્નો કરવામાં આવે.

પતિ, તેની પત્ની અને બાળકને ૬ મહિના માટે અમેરિકામાં પોતાની સાથે રાખવાની તૈયારી દર્શાવી રહ્યો છે. તે પછી જે અંતિમ ર્નિણય લેવો હોય તે લેવાની તેની રજૂઆત છે. ઉપરાંત બે મહિના માટે અમદાવાદ આવવા અને તેને મુલાકાતના હક આપવામાં આવે તેવી પણ માગણી છે. આ બધા પ્રયત્નો છતાં પણ કોઈ રસ્તો ના નીકળે તો તેના પર પૂર્ણવિરામ મૂકવા અંગેની વાતચીત માટે પણ તૈયાર છે.

આ મુદ્દે પત્નીના એડવોકેટ યોગ્ય માહિતી લે. અમારો મત છે કે આ મુદ્દે બંને પક્ષો ગંભીરતાથી વિચાર કરે કારણકે પતિ-પત્ની વચ્ચેની ખેંચતાણને લીધે બાળકને બિનજરૂરી માનસિક તાણ પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. જાે આગામી સુનાવણી સુધીમાં બંને પક્ષે કોઈ ર્નિણય નહીં થાય તો કોર્ટ યોગ્ય આદેશ કરી વિઝિટેશન રાઈટ્‌સ નક્કી કરશે”, તેમ હાઈકોર્ટે નોંધ્યું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.