Western Times News

Gujarati News

દૂધમાંથી મળેલા પૈસામાંથી જે વધ્યા તેમાંથી સોનું લીધું, મહિલાની વાતથી મોદી હસી પડ્યા

મોદીની સાબરકાંઠાની બોલીનો લહેકો સાંભળી મુખ્યમંત્રી હસી પડ્યા-સાબરકાંઠામાં આવીએ એટલે યાદ આવે, બસ સ્ટેશન પર હોઈએ, એટલે ખેડ.. ખેડ.. વડાલી.. ભીલોડા.. હેડો..હેડો..

અરવલ્લી, સાબર ડેરીના વિસ્તાર અને ભૂમિપૂજન પ્રસંગે ઉપસ્થિત રહેલા વડાપ્રધાન મોદીએ આ અદ્યતન ટેક્નોલોજીથી ક્ષેત્રનો વિકાસ થશે તેવી વાત કરીને અહીંના પશુપાલનોના સામર્થનની પ્રશંસા કરી છે. વડાપ્રધાન મોદીએ ભૂરાભાઈ પટેલને યાદ કરીને તેમના કારણે થયેલી પ્રગતિની પ્રશંસા કરી હતી. PM Modi interaction with women farmers in Sabarkantha, Gujarat. Their grit, determination and confidence is what is powering our nation to newer heights.

વડાપ્રધાન મોદીએ સાબરકાંઠામાં પોતે પસાર કરેલા ભૂતકાળને યાદ કરીને કહ્યું કે આજે પણ બસ સ્ટેન્ડના એ અવાજાે કાનમાં ગુંજી રહ્યા છે. તેમણે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લી સહિતના વિસ્તારોનો પૂરજાેશમાં વિકાસ થઈ રહ્યો હોવાની વાત પણ પોતાના ભાષણ દરમિયાન કરી છે.

(પશુપાલક મહિલાઓ સાથે કરેલા સંવાદનો જૂઓ વિડીયો) 

“પશુઓને ચારો ખવડાવો છો કે પછી છૂટા મૂકી દો છો” એમ કહી પ્રધાનમંત્રી ખડખડાટ હસી પડ્યા 

વડાપ્રધાન પોતાના ભાષણ દરમિયાન હિન્દી અને ગુજરાતી બન્ને ભાષાનો પ્રયોગ કર્યો હતો. આ દરમિયાન તેમણે સાબરકાંઠા સાથે જાેડાયેલા પોતાના સંસ્મરણોને પણ યાદ કર્યા હતા.

આજે બહેનોએ મને કહ્યું કે પશુ બીમાર હોય તેમને આયુર્વેદિક દવાથી તેમની સારવાર કરીએ છીએ. હું આ બદલ સાબર ડેરીનો આભાર માનવા માગું છું, કારણ કે તેમના કારણે જૂની પ્રથાને ફરી ઉજાગર કરવામાં મદદ મળી છે. આયુર્વેદિક દવાઓનો ફરીથી મોટા પ્રમાણમાં ઉપયોગ થતો હોવાની અને તેનાથી ફાયદા થતા હોવાની વાત પણ વડાપ્રધાને કરી હતી.

પશુપાલન સાથે સંકળાયેલી મહિલાઓએ તેમના વ્યવસાયના અનુભવો પીએમ મોદી સાથે શેર કર્યા હતા. જેમા એક મહિલાએ જણાવ્યુ કે તેમણે તેમના પતિ સાથે સ્પર્ધા કરી હતી કે તમે ખેતીમાં આગળ આવો કે હું પશુપાલનમાં આગળ આવુ જેમા તેમણે પતિને પાછળ રાખી દીધા હતા. જેમા ગત વર્ષે પતિને ફ્લાવરની ખેતીમાં 17 લાખ ઉપજ્યા હતા જ્યારે મહિલાને દૂધના વ્યવસાયમાં 24 લાખ મળ્યા હતા.

મહિલાએ જણાવ્યુ કે છેલ્લા અનેક વર્ષથી તેમના પતિ તેના પશુપાલન સાથે તેની બરોબરી નથી કરી શકતા અને ખેતીમાં તેઓ તેમનાથી આગળ નથી નીકળી શક્તા. તો વધુમાં તેમણે જણાવ્યુ કે તે પશુપાલનમાં વધુને વધુ આત્મનિર્ભર બની રહી છે. જ્યારે તેમના પતિ ખેતીમાં વ્યસ્ત હોય છે ત્યારે જાતે ગાડી લઈને તેઓ ડેરીમાં દૂધ ભરવા માટે નીકળી જાય છે.

જ્યોતિગ્રામ યોજનાના અંગે વાત કરીને પીએમ મોદીએ કહ્યું કે, જ્યોતિગ્રામ યોજનાથી ડેરીને શક્તિ મળી, વીજળીના કારણે ચિલિંગ પ્લાન્ટમાં દૂધને રાખવાની વ્યવસ્થા થઈ અને દૂધના બગાડને અટકાવી શકાયો છે.

ઈથેનોલની બનાવટમાં દેશમાં વધારો થયો તે અંગે પણ તેમણે વાત કરી અને જણાવ્યું કે તેનાથી વધતા પ્રદૂષણને અટકાવવામાં મદદ મળી રહી છે. વડાપ્રધાને કહ્યું કે, યુરિયા આપણે ભારત બહારથી લાવી રહ્યા છીએ, અચાનક તેનો ભાવ વધી ગયો પરંતુ સરકારને યુરિયાની ૫૦ કિલોની બેગ ૩,૫૦૦માં પડે છે, અને સરકાર ખેડૂતોને ૩૦૦ રૂપિયામાં આપે છે. એજ રીતે ડીએપી પણ મોંઘું હોવા છતાં તેનું ભારણ સરકાર ખેડૂતો પર પડવા દેતી નથી.

સાબરકાંઠામાં એવો કોઈ જ એવો ભાગ હશે કે જ્યાં મારું જવાનું ના થયું હોય, સાબરકાંઠામાં આવીએ એટલે યાદ આવે બધું, બસ સ્ટેશન પર ઉભા હોઈએ, એટલે ખેડ.. ખેડ.. વડાલી.. ભીલોડા.. હેડો..હેડો.. આ અવાજાે સંભળાતા હોય છે, આજે પણ એ અવાજાે કાનમાં ગૂંજવા લાગે છે.

વડાપ્રધાને સ્થાનિક લહેકામાં કહેલી સાંબરકાંઠાની વાત સાંભળીને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હસવું રોકી શક્યા નહોતા. તેઓ વડાપ્રધાનનો સાબરકાંઠા સાથેનો સંબંધ અને તેમની સ્થાનિક લહેકામાં કહેલી વાત સાંભળીને હસી પડ્યા હતા.

બે દાયકા પહેલા અહીં શું સ્થિતિ હતી તે તમે પણ જાણો છો અને મેં પણ જાેયું છે, આજકાલ ગુજરાતના ઘણાં વિસ્તારમાં અતિવૃષ્ટિથી ઝઝૂમી રહ્યા છે. ગુજરાતમાં દૂષ્કાળના દિવસો જાેયા હતા તેના કારણે મેં સંકલ્પ કર્યો હતો કે આ સ્થિતિને બદલવી છે, આ પછી નહેરોથી પાણી પહોંચાડાયું અને ખેતીની સાથે ડેરીનો પણ વિકાસ થયો. આ ડેરીની સાથે પશુપાલકોનો પણ વિકાસ થયો અને તેમને નવો વેગ મળ્યો છે.

હાઈવે, રેલવે સહિતની કનેક્ટિવિટી અંગે વાત કરતા વડાપ્રધાને કહ્યું કે, હાઈવે પહોળા થઈ રહ્યા છે અને રેલવે લાઈનનો વિકાસ કરાઈ રહ્યો છે. જેનું કામ પૂરજાેશમાં ચાલી રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.