Western Times News

Gujarati News

કોરોનામાં જમીન માલિક ખેતરે ન આવતા લોકોએ ઓરડીઓ બનાવી ઢોર બાંધી જમીન પર કબ્જો કર્યો

પ્રતિકાત્મક

લવારપુર ગામે કરોડો રૂપીયાની જમીન પર કબ્જાે જમાવનાર ૧૦ સામે ફરીયાદ-જમીન મુદ્દે ૧૦ સામે લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ ફરીયાદ

ગાંધીનગર, અમદાવાદ સેટેલાઈટ વિસ્તારમાં રહેતા કોન્ટ્રાકટર કોરોના મહામારી અને લોકડાઉનને પગલે પોતાના ગામ લવારપુર આવ્યા ન હતા. જેને પગલે ગામના ૧૦ વ્યક્તિઓએ કોન્ટ્રાકટરની જમીનમાં ઓરડીઓ બનાવી પશુઓને બાંધીને જમીન હડપી લીધી હતી ત્યારે જમીન મુદ્દે ડભોડા પોલીસ મથકે લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ ગુનો નોંધ્યો છે.

સુત્રોદ્વારા મળતી વિગત મુજબ ગાંધીનગર લવારપુર ગામના જનકભાઈ પટેલ ખેતી તેમજ કોન્ટ્રાકટરનો વ્યવસાય કરે છે, જનકભાઈની વડીલોપાર્જીત જમીન લવારપુર ગામની સીમમાં બ્લોક સર્વે નં.૩૯૯ની કુલ જમીન ૩૮૦-રપની માપવાળી ખેતીની જમીન આવેલી છે. આ જમીનમાં બોરકૂવો તેમજ પાકા મકાન આવેલા છે. જેનો ઉપયોગ ખેતીની સિઝનમાં માણસોને રહેવા માટે કરવામાં આવે છે.

ગામમાં ખેતીની જમીન આવેલી હોવાથી જનકભાઈ અવાર-નવાર આવન-જાવન કરતા હતા. પરંતુ કોરોનાની મહામારી દરમિયાન તેઓ ખેતર પર આવી શકયા ન હતા. જેનો ફાયદો લઈ ગામના કોદરજી નાથાજી ઠાકોર, બુધાજી કોદરજી ઠાકોર, ભીખાજી જુગાજી ઠાકોર, મહેતા ભીખાજી ઠાકોર, ગોવિંદજી ભીખાજી ઠાકોર, રેવાજી મગનજી ઠાકોર, જગદીશ રેવાજી ઠાકોર,

જડીબેન કોદરજી ઠાકોર, હીરાબેન રવાજી ઠાકોર અને પાલીબેન ભીખાજી ઠાકોરે જમીન પર કામચલાઉ ઘર ઉભા કરીને પશુઓને બાંધી જમીન પર કબ્જાે જમાવી દીધો હતો. આ ઘટનાની જાણ થતા જનકભાઈ લવારપુર આવી પહોંચ્યા હતા અને જમીન ખાલી કરવા માટે પણ જણાવ્યું હતું

ત્યારે આ ગામના શખ્સોએ તમારે જે થાય તે કરી લેજાે, જમીન અમારી છે અને આ જમીનમાંથી નીકળવાના નથી તેમ કહી બોલાચાલી કરી હતી જયારે જમીન મુદ્દે ડભોડા પોલીસ મથકે જમીન પર કબ્જાે જમાવનાર વ્યક્તિઓ સામે લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.