Western Times News

Gujarati News

આનંદીબેન પટેલે યુપી સરકારના ૧૦૦ દિવસના કામકાજ અંગે મંત્રીઓ સાથે ચર્ચા કરી

100 days of Yogi government 2.0: Uttar Pradesh Governor Anandiben Patel meets Ministers, shares experiences

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બીજી વખત મુખ્યમંત્રી તરીકેની ઇનિંગ તો શરૂ કરી છે અને ૩ મહિના પુરા પણ થયા છે, પરંતુ આ વખતે નવી ટ્રાન્સફર પોલિસીની રચના બાદ મંત્રીઓ વચ્ચે જબરદસ્ત મતભેદો સર્જાયા હતા અને અધિકારીઓની બદલીને લઈને કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓ વચ્ચે પણ વિવાદ થયો હતો.

આવી સ્થિતિમાં યોગી સરકારની છબીને નુકસાન થઈ રહ્યું હતુ. સૂત્રોના કહેવા મુજબ આવી પરિસ્થિતિમાં કેન્દ્રના ઇશારે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે બધા મંત્રીઓને એક સાથે ચા પીવા માટે આંમંત્રણ આપ્યું હતું. આનો ઉદ્દેશ્ય સરકારમાં વધી રહેલા અસંતોષને ડામવાનો હતો. જા કે કોઇ રાજ્યપાલે મંત્રીમંડળને ચા માટે આમંત્રણ આપ્યું હોય તેવું પહેલીવાર બન્યું છે.

ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે યુપીમાં નવી પરંપરા શરૂ કરી છે. રાજ્યપાલ આનંદીબેન પટેલે રાજ્ય સરકારના મંત્રીઓ સાથે ચાય પે ચર્ચા યોજી હતી. આ લાંબી બેઠક દરમિયાન તેમણે યોગી આદિત્યનાથ સરકારના બીજા કાર્યકાળના પ્રથમ ૧૦૦ દિવસમાં થયેલા વિકાસ કાર્યો વિશે પૂછપરછ કરી.

રાજ્ય સરકારના પ્રવક્તાએ ગુરુવારે જણાવ્યું હતું કે રાજ્યપાલ પટેલે  સાંજે સરકારના તમામ મંત્રીઓને ચા માટે આમંત્રણ આપ્યું હતું. આ દરમિયાન તેમણે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને તેમની કેબિનેટના તમામ સભ્યો સાથે વાતચીત કરી અને સરકારના ૧૦૦ દિવસના કામકાજ અંગે ચર્ચા કરી.

તેમજ રાજ્યના અલગ-અલગ શહેરોમાં થયેલા તેમના અનુભવો વિશે પણ જણાવ્યું હતું. લગભગ ચાર કલાક ચાલેલી આ બેઠકમાં એક મંત્રી લખનૌમાં હાજર ન હોવાના કારણે હાજર રહી શક્યા ન હતા. તેમના સિવાય સરકારના અન્ય તમામ મંત્રીઓ આ બેઠકમાં સામેલ થયા હતા.

પ્રવક્તાએ કહ્યું કે તમામ મંત્રીઓએ એક પછી એક રાજ્યપાલને સરકારના પ્રથમ ૧૦૦ દિવસમાં પોતપોતાના વિભાગો દ્વારા કરવામાં આવેલા કામોની જાણકારી આપી. આ ઉપરાંત ભવિષ્યની યોજનાઓ અને તેમના સંબંધિત ક્ષેત્રના અનુભવો વિશે પણ માહિતી આપવામાં આવી હતી. પટેલે ક્ષય રોગ અને કેન્સરના નિયંત્રણ અને ગરીબો માટે શિક્ષણ સહિત વિવિધ મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી, જેના પર તે પોતે કામ કરી રહ્યા છે.

આ સાથે તેણે પોતાના અનુભવો પણ શેર કર્યા. પટેલે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના અનુભવોનો પણ ઉલ્લેખ કર્યો હતો. પ્રવક્તાના જણાવ્યા અનુસાર, આ કદાચ પ્રથમ વખત છે જ્યારે રાજ્ય સરકારના તમામ મંત્રીઓને રાજ્યપાલને વ્યક્તિગત રીતે એક મંચ પર મળવાની અને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવાની તક મળી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.