Western Times News

Gujarati News

ચીન હિન્દી જાણકાર તિબેટીયન-નેપાળી લોકોની કરી રહ્યું છે ભરતી

નવી દિલ્હી, ચીન પૂર્વ લદ્દાખમાં ન્છઝ્ર પર પોતાની પકડ મજબૂત કરવા નવી રણનીતિ ઘડી રહ્યું છે. ચીનની પીપલ્સ લિબરેશન આર્મી હવે હિન્દી ભાષા પર સારી પકડ હોય તેવા તિબેટીયન અને નેપાળીઓની સેનામાં ભરતી કરી રહ્યુ છે.

આ લોકો ભારતની દરેક ગતિવિધિ પર ચાંપતી નજર રાખે છે અને ગુપ્ત માહિતી એકત્ર કરે છે. ગુપ્તચરો દ્વારા ભારતને આ જાણકારી પ્રાપ્ત થઇ છે. ઇનપુટ્‌સ અનુસાર તિબેટ સૈન્ય જિલ્લાના અધિકારીઓ તિબેટ ઓટોનોમસ રિજન (એટીઆર) માંથી ભરતી અભિયાનને વધુ તીવ્ર બનાવવા હિન્દી સ્નાતકોની શોધ કરવા યુનિવર્સિટીની મુલાકાત લઈ રહ્યા છે.

ચીનની પીપલ્સ લિબરેશન આર્મી તિબેટ સ્વાયત્ત પ્રદેશમાંથી હિન્દી ભાષા બોલતા અને સમજતા તિબેટીયન અને નેપાળીઓની ખૂબ જ ઝડપથી ભરતી કરી રહ્યુ છે. તેની પાછળનો ચીનનો હેતુ વાસ્તવિક નિયંત્રણ રેખા પર પોતાની પકડ મજબૂત કરવાનો અને ભારતની દરેક નાની નાની ગતિવિધિઓથી જાણકાર રહેવાનો છે. LAC પર પોતાની પકડ મજબુત રાખવા ચીન પહેલા પણ આવા કામો કરી ચુક્યુ છે.

તે હંમેશા ભારત વિરૂદ્ધ આવા પગલા લેતું આવ્યું છે. સેનામાં હિન્દી ભાષી તિબેટીયન અને નેપાળી લોકોની ભરતી કરીને ચીન હવે ભારતની દરેક માહિતી એકત્રિત કરવા માગે છે.

ચીન પોતાની સેનામાં એવા જ લોકોની ભરતી કરી રહ્યું છે, જે હિન્દી ભાષાને ખૂબ જ સારી રીતે સમજે છે અને હિન્દી ભાષા બોલવામાં પણ નિપુણ છે. આ પગલા દ્વારા ચીન ભારત સંબંધિત ઘણી ગુપ્ત માહિતી પણ એકત્રિત કરવા માગે છે.

તિબેટ મિલિટ્રી ડિસ્ટ્રિક્ટ ચાઈનીઝ આર્મી પીએલએના વેસ્ટર્ન થિયેટર કમાન્ડ હેઠળ છે, જે ન્છઝ્રના નીચેના અડધા ભાગની દેખરેખ રાખે છે. તેમાં ભારતના ઉત્તર-પૂર્વીય રાજ્યો- સિક્કિમ, અરુણાચલ પ્રદેશ તેમજ ઉત્તરાખંડની સરહદે આવેલા વિસ્તારોનો સમાવેશ થાય છે. ઈનપુટ્‌સ મુજબ, વેસ્ટર્ન થિયેટર કમાન્ડ દ્વારા હાથ ધરવામાં આવેલ ભરતી અભિયાન હવે લગભગ પૂર્ણ થઈ ગયું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.